AAI Recruitment 2021: એરપોર્ટ ઓથિોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ઉમેદવારો પાસેથી એપ્રેન્ટિસની અરજી મંગાવી છે. ડિપ્લોમાં અને ડિગ્રી એન્જિનિયરીંગ કરેલા કુલ 63 ઉમેદવારોની વિવિધ શાખાઓમાં એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં તમામ ઉમેદવારોને મેરિટ અને ઇન્ટરવ્યૂના આધારે પસંદ કરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે આગામી 30મી નવેમ્બર સુધી ભરી શકાશે. અરજી કરવા માટે તેમજ જાહેરાત જોવા માટે ઓનલાઇન વેબસાઇટનો સંપર્ક કરવાનો રહેશે.
AAI Recruitment 2021 જગ્યા : આ ભરતીમાં મિકેનિકલ ઓટો એન્જિનિયરની 11, સિવિલની 05, કોમ્યુનિકેશન, નેવિગનેશનલ સર્વેલન્સની 06, ઇન્ફોર્મેશન ટેકનોલોજી કમ્યુટર સાયન્સની 03, મેકિનિ ઓટો ડિપ્લોમાની 07, સિવિલ ડિપ્લોમાની 18, ડિપ્લોમાં કમ્યુનિકેશન અને નેવિગેશનલની 08, અને ઇન્ફોર્મેશનની જગ્યા છે.
શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા : આ નોકરી માટે ઉમેદવારોની પસંદગી મેરિટ અને ત્યારબાદ તેના આધારે તૈયાર થનારા ઈન્ટરવ્યૂ પરથી થશે. ઉમેદવારોએ એઆઈસીટી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિગ્રી અથવા તો ડિપ્લોમાં એન્જિનિયરીંગ કર્યુ હોવું અનિવાર્ય છે.
લાયકાત માટેના માપદંડ :આ ઉમેદવારો ફરજિયાત પણે મહારાષ્ટ્રા, ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવાના હોવા જોઈએ અને તેમની પાસે આ વિસ્તારનું ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જોઈએ. ઉમેદવાર કે જેમણે 1-3-2019 કે ત્યારબાદ એન્જિનિયરીંગ પાસ કર્યુ છે તે જ આ પદ માટે લાયક છે.
વયમર્યાદા : આ નોકરી માટે 31-102021ના રોજ ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 26 હોવી જોઈએ. એસસી, એસટી, પીડબલ્યુડી ઉમેદવારોની ઉંંમરમાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે.
આવેદન કરવા માટે ઉમેદવારોએ પહેલાં નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કિમના પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેસન કરાવવાનું રહેશે. આ રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ આ જ પોર્ટલ પરથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એપ્રેન્ટિસ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે આવેદન કરવાનું રહેશે. આ પ્રક્રિયા માટે આવેદન ફી નિશુલ્ક છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર