AAI Recruitment 2021: નોકરીની તલાશ (Job Search) કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority of India)એ યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો પાસેથી સીનિયર આસિસ્ટન્ટ પદો પર અરજી મંગાવી છે. એરપોર્ટ ઓથોરિટીના નોટિફિકેશન (AAI recruitment 2021) મુજબ આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોને AAIની ઓફિશિયલ વેબસાઇટ aai.aero પર જવું પડશે. આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીદ 31 ઓગસ્ટ, 2021 છે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી કુલ 29 પદો પર નિયુક્તિ કરવામાં આવશે.
AAI Recruitment 2021: મહત્ત્વપૂર્ણ તારીખ
અરજી ક્યારથી કરી શકાશે- 29 જુલાઈ, 2021
અરજી કરવાની છેલ્લી તારીખ- 31 ઓગસ્ટ, 2021
એર ઈન્ડિયા લિમિટેડમાં વિવિધ પદો પર નોકરીની તક, 17 ઓગસ્ટ પહેલા કરો અરજી
એર ઈન્ડિયા લિમિટેડ (Air India Limited)એ સ્ટેશન મેનેજર સહિત વિભિન્ન પદો પર ભરતી માટે (AIL Recruitment 2021) નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો માટે અભ્યર્થી AILની ઓફિશિયલ વેબસાઇટ airindia.in પર અરજી કરી શકે છે. જાહેર નોટિફિકેશન મુજબ 30 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે. જાહેર નોટિફિકેશન મુજબ, પસંદગી પામેલા ઉમેદવારોની નિયુક્તિ દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ અને લખનઉ સહિત અનેક શહેરોમાં કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ છે. આ પદો પર અરજી કરનારા અભ્યર્થીની ઉંમર 35 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી તરફ, અભ્યર્થીઓને સરકારના નિયમ મુજબ, અનામતની છૂટ આપવામાં આવી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર