Home /News /career /Ahmedabad: આ કોલેજમાં શરૂ થશે ટ્રાવેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટનો નવો કોર્સ; આ રીતે કરો એપ્લાય

Ahmedabad: આ કોલેજમાં શરૂ થશે ટ્રાવેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટનો નવો કોર્સ; આ રીતે કરો એપ્લાય

X
ટ્રાવેલ

ટ્રાવેલ એન્ડ ટુરીઝમ શું છે ?

સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા ટ્રાવેલ એન્ડ ટુરીઝમનો નવો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે.ટ્રાવેલ ફોટોગ્રાફી, મેનેજમેન્ટ, બ્લોગિંગ, ફિલ્મ મેકિંગ જેવા વિષયો શીખવવામાં આવશે.યુનિવર્સિટી કેમ્પસમાં થિયરી ભણાવવામાં આવશે.

  Parth Patel, Ahmedabad: પર્યટન, રાષ્ટ્રીય ઉદ્યાનો, સ્મારકો, સંગ્રહાલયો, દરિયાકિનારા, મોટા શહેરો, પર્વતોમાં વસેલું રિસોર્ટ ટાઉન, નાઈટ ક્લબ વગેરે જેવા સ્થળોએ મનોરંજનના હેતુ માટે જતા લોકો ટ્રાવેલ એન્ડ ટુરીઝમ (Travel & Tourism) ધરાવતી કંપનીઓ પાસેથી ચોક્કસ માહિતી અને માર્ગદર્શન મેળવતા હોય છે. ત્યારે સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા ટ્રાવેલ એન્ડ ટુરીઝમનો નવો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

  ટ્રાવેલ ફોટોગ્રાફી, મેનેજમેન્ટ, બ્લોગિંગ, ફિલ્મ મેકિંગ જેવા વિષયો શીખવવામાં આવશે

  અત્યારે હાલમાં કોઈ પણ લોકોને (Public) કામના કારણે, પરિવાર/ મિત્રોને મળવા માટે, થોડા સમય માટે અથવા હેલ્થકેર, કૉલેજને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાને મુસાફરી (Travel) કહેવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં આવેલી સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર ટ્રાવેલ એન્ડ ટુરીઝમના નવા અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી રહી છે.

  આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને હવે ટ્રાવેલ ફોટોગ્રાફી, ટ્રાવેલ મેનેજમેન્ટ, બ્લોગિંગ અને ફિલ્મ મેકિંગ જેવા વિષયો શીખવવામાં આવશે. જ્યાં આ કોર્સ એરલાઇન્સ અને સરકારી (Government) પ્રવાસન સહિત અનેક કારકિર્દી વિકલ્પોના દરવાજા ખોલે છે. આ સાથે આ કોર્સને દેશભરમાંથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કેરળ જેવા રાજ્યોના યુવાનો પણ પોતાનું ભવિષ્ય ગુજરાતમાં ઘડવા ઉત્સુક છે.

  ટ્રાવેલ એન્ડ ટુરીઝમ શું છે ?

  પ્રવાસ અને પર્યટન એ એક બહુમુખી ઉદ્યોગ છે. અને તેની લોકપ્રિયતામાં વધારા સાથે ટ્રાવેલ એન્ડ ટુરીઝમ રોજગારની (Employment) આકર્ષક તકો પ્રદાન કરે છે. જે આજના યુવાનોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહી છે. વિદ્યાર્થીઓ (Student) માટે પ્રવાસન પરિબળને ઉન્નત કરવા માટે સરકારની સંડોવણી સાથે કારકિર્દીના વિકલ્પો ખૂબ જ અલગ છે.

  આ પણ વાંચો: શહેરમાં આ સ્થળો પર કરી શકાશે ગણેશ વિસર્જન; તમારા વિસ્તારમાં કેટલા વિસર્જન કુંડ જાણો અહી

  સિલ્વર ઓક યુનિવર્સિટી કેમ્પસમાં થિયરી ભણાવવામાં આવશે

  સ્નોફ્લેક્સ એકેડમી અને સિલ્વર ઓક યુનિવર્સિટીના જોડાણથી ગુજરાતમાં પહેલી વખત ટ્રાવેલ એન્ડ ટુરીઝમ અંગેના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાવેલિંગનો કોર્સ ખૂબ જ રસપ્રદ કોર્સ માનવામાં આવે છે. આ સાથે પ્રેક્ટિકલ નોલેજ (Knowledge) પણ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રાયોગિક અભ્યાસ માટે ટુર પર લઈ જવામાં આવશે.

  જ્યારે થિયરી (Theory) સિલ્વર ઓક યુનિવર્સિટી કેમ્પસમાં ભણાવવામાં આવશે. જ્યાં જે તે વિષયના નિષ્ણાંતો દ્વારા વિવિધ ફેકલ્ટી (Faculty) વિદ્યાર્થીઓને ભણાવશે. સ્નાતક અને અનુસ્નાતક સ્તરે વિવિધ પ્રકારના અભ્યાસક્રમોમાં (Courses) ઑનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમો, ડિપ્લોમા અથવા ડિગ્રીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ સંશોધન કારકિર્દી માટે Ph.D. કોર્સ પણ કરી શકે છે.

  આ માટે ઉમેદવારોએ (Candidate) કોઈપણ મુખ્ય વિષયો સાથે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી તેમનો 10 2 વર્ગ પાસ કરેલ હોવો જોઈએ. અથવા સ્નાતકની ડિગ્રી (Degree) હોવી ફરજિયાત છે. જે સંસ્થા એજ્યુકેશન બોર્ડ દ્વારા માન્ય હોવી જોઈએ. વિદ્યાર્થીઓ પાસે માન્ય બોર્ડની 10 2ની માર્કશીટ (Marksheet) સહિત તેમના તમામ જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે.

  ટ્રાવેલ એન્ડ ટૂરિઝમનો અવકાશ

  ભારતમાં પ્રવાસન ક્ષેત્ર દેશની GDP વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પાસું બની રહ્યું છે. ઘણી સરકારી સંસ્થાઓની સીધી સંડોવણી અને નવી નીતિઓએ તેમનું સમર્થન પણ જાહેર કર્યું છે. ટ્રાવેલ એન્ડ ટુરીઝમમાં નોકરીની (Job) વિવિધ તકો તમામ અગ્રણી સાંસ્કૃતિક, વારસો અને તબીબી મુસાફરીને આવરી લે છે. અને આ ક્ષેત્ર ખાનગી (Private) તેમજ સરકારી બંને ક્ષેત્રોમાં કારકિર્દીની તકો પૂરી પાડે છે.

  આ પણ વાંચો:  પાટીદાર યુવક મંડળ દ્વારા અનોખી પહેલ; ભક્તો માટે ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન

  ટ્રાવેલ એન્ડ ટુરીઝમનો અભ્યાસક્રમ

  અભ્યાસક્રમ ઘણા સ્તરો પર ઉપલબ્ધ છે અને તેની અવધિ અલગ અલગ હોય છે. ટ્રાવેલ એન્ડ ટુરીઝમમાં અંડર ગ્રેજ્યુએશન (Under Graduate) કોર્સ મુખ્યત્વે 3 વર્ષનો હોય છે અને તેમાં 6 સેમેસ્ટર હોય છે. અનુસ્નાતક અભ્યાસક્રમ મુખ્યત્વે 2 વર્ષનો હોય છે અને તેમાં 4 સેમેસ્ટર હોય છે. કોર્સ માટેની ફી (Fee) INR 60,000 થી 70,000 પ્રતિ સેમેસ્ટર છે.

  ટ્રાવેલ એન્ડ ટુરીઝમમાં કારકિર્દી

  ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કોર્સમાંથી પ્રોફેશનલ્સની ભરતી (Recruitment) કરનારા કેટલાક સૌથી સામાન્ય ક્ષેત્રોમાં ભારત સરકારનો પ્રવાસન વિભાગ, ટ્રાવેલ એજન્સીઓ, હોટેલ્સ અને એરલાઈન્સનો સમાવેશ થાય છે. ઓફર (Offer) કરાયેલી નોકરીઓ સારા પગાર (Salary) અને અન્ય પ્રોત્સાહનો સાથે આપે છે.  સરેરાશ પગાર

  વિવિધ કંપનીઓમાંથી (Companies) કરવામાં આવતી ઓફર દ્વારા પ્રતિ મહિને 20,000-25,000 રૂપિયા અને વર્ષે 4,00,000-10,00,000 રૂપિયા કમાઈ શકો છો.

  ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ કોર્સ કરવા માટે તમે www.snowflakesacademy.com વેબસાઈટ પરથી માહિતી મેળવી શકો છો. તથા ઈ બ્લોક, ગ્રાઉન્ડ ફ્લોર, સિલ્વર ઓક યુનિવર્સિટી, ભાગવત વિદ્યાપીઠની સામે, એસ.જી. રોડ, ગોતા, અમદાવાદ ખાતે મુલાકાત (Visit) લઈ શકો છો.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Career and Jobs, Students, અમદાવાદ, ડિગ્રી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन