Surat Schools : શું સુરતની 52 શાળાઓને લાગશે સીલ? 50 હજાર વિધાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ
Surat Schools : શું સુરતની 52 શાળાઓને લાગશે સીલ? 50 હજાર વિધાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ
Surat News : સુરતની 52 શાળાઓને નોટિસ આવતા શાળા સંચાલકોમાં ફફડાટ
closure Notice to Surat Schools : સુરતની (Surat) શાળાઓમાં (Schools) BU પરવાનગી અને રમતના મેદાન (Sports Ground) અંગે કરાયેલી RTI બાદ ખળભળાટ, જાણો શું થશે આ શાળાઓનું
અમદાવાદ : સુરતની શાળાઓમાં BU પરવાનગી (BU Permission in Surat Schools) અને રમતના મેદાન (Sports Ground) અંગે કરાયેલી RTI બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. માનવ આયોગમાં (Human Commission) કરાયેલી RTI બાદ શિક્ષણ વિભાગ (Education Department) દોડતું થયું છે અને સુરતની શાળાઓમાં તપાસનો ધમધમાટ કરી 52 શાળાઓ બંધ કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકની સુચનના આધારે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે. જેને પગલે આ શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે અંદાજે 50 હજાર વિધાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
52 શાળાઓને શાળા બંધ કરવાની નોટિસ
અમદાવાદ બાદ હવે સુરતમાં બીયું પરમિશનના અભાવે ચાલતી શાળાઓનો મામલો સામે આવ્યો છે. સુરતની શાળાઓમાં BU પરવાનગી અને રમતના મેદાન અંગે માનવ અધિકાર આયોગમાં RTI કરવામાં આવી હતી. જે બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ના વરાછા અને પુણે ગામ વિસ્તારની 52 શાળાઓને શાળા બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે.
શાળા સંચાલકોમાં નારાજગી
એકસાથે 52 શાળાઓને બંધ કરવાની નોટિસ અપાતા શાળા સંચાલકોમાં નારાજગી વ્યાપી છે.રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘના પ્રમુખ જગદીશ ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે એક RTI ના કારણે એકસાથે 52 શાળાઓ બંધ કરવાની નોટિસ આપવી એ અયોગ્ય છે. અમે તમામ નિર્ણય સાથે શાળાઓ ચલાવવા માંગીએ છીએ, પણ જો કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવવા સરકાર મદદ કરવી જોઈએ.
આ 52 શાળાઓમાં અંદાજે 50 હજાર વિદ્યાર્થી અભ્યાસ કરે છે. જો એકસાથે 52 શાળાઓ બંધ થશે તો 50 હજાર બાળકોને અન્ય શાળાઓમાં સમાવવાનો વિકટ પ્રશ્ન ઉભો થશે. BU પરવાનગી અને રમતના મેદાન અંગે કેટલીક નવી શરતો વર્ષ 2009 પહેલા લાગુ કરાઈ નહતી. જે શાળાઓ 2009 પહેલા શરૂ થઈ હતી એ શાળાઓને જે તે સમયના નિયમ મુજબ ન્યાય આપવામાં આવે, અથવા સરકાર કોઈ હકારાત્મક નિર્ણય લે તે જરૂરી છે.
અમદાવાદમાં પણ 40થી વધુ શાળાઓને સીલ કરવામાં આવી હતી
સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે એવી અમને અપેક્ષા છે. મહત્વનુ છે કે આ અગાઉ અમદાવાદમાં પણ 40થી વધુ શાળાઓને સીલ કરવામાં આવી હતી ત્યારે હવે સુરતમાં પણ બીયું પરમિશન અને રમતગમતના મેદાન અભાવે 52 શાળાઓ સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. સંજય ટાંક
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર