Home /News /career /

Rajkot 12th Result : રાજકોટના 5 તેજસ્વી તારલાઃ કોઈ દિવ્યાંગ તો કોઈ વિકટ પરિસ્થિતિમાં પણ લાવ્યા 98થી વધુ પીઆર

Rajkot 12th Result : રાજકોટના 5 તેજસ્વી તારલાઃ કોઈ દિવ્યાંગ તો કોઈ વિકટ પરિસ્થિતિમાં પણ લાવ્યા 98થી વધુ પીઆર

પ્રતિકાત્મક તસવીર

12th Result in Rajkot : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ (12th Result) જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના એવા 5 તેજસ્વી તારલાઓ વિશે વાત કરવી છે જેમાં કોઈ દિવ્યાંગ છે તો કોઈના ઘરની પરિસ્થિતિ એટલી કઠિન છે કે ભણવું અશક્ય હતું.

વધુ જુઓ ...

  મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ(Gujarat Secondary and Higher Secondary Education Board)દ્વારા આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ(Rajkot) ના એવા 5 તેજસ્વી તારલાઓ વિશે વાત કરવી છે જેમાંકોઈ દિવ્યાંગ(Physically handicapped)છેતો કોઈના ઘરની પરિસ્થિતિ એટલી કઠિન છે કે ભણવું અશક્ય હતું. પરંતુ પરિવારના સંઘર્ષને જાઈને અથાગ મહેનત કરી અને 98થી વધુ PR મેળવી પરિવાર સહિત રાજકોટનું નામરોશન કર્યું છે. તમામ વિદ્યાર્થી (Students)ઓના સંઘર્ષની કેવી સફર રહી તે અંગે જાણીએ.


  1. સ્મિત ચાંગેલાઃ ન્યુરોપેથી રોગનો શિકાર, પણ મેળવ્યા 99.97 PR


  રાજકોટના ચાંગેલા પરિવારનું રત્ન કહો તો પણ ઓછુ કહેવાય. હિનાબેન ચાંગેલાનો પુત્ર સ્મિત 3 મહિનાનો હતો ત્યારથી તેને ન્યુરોપેથી રોગનો શિકાર હતો. આજે ધો.12 કોમર્સમાં તેણે


  700માંથી 662 માર્ક મેળવી 99.97 PR સાથે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. પરિણામથી આખો પરિવાર ખૂબ ખુશ છે. સ્મિતને આગળ GPSC અને UPSCની પરીક્ષા


  આપી IAS ઓફિસર બનવું છે. કલેક્ટર બની દિવ્યાંગ લોકોની સેવા કરવાનું સપનું છે. સ્મિતે ધો.11 અને 12નો અભ્યાસ કે.જી. ધોળકિયા સ્કૂલમાં મેળવ્યો હતો. ન્યુરોપેથીની બિમારીમાં સ્મિત હાલ ચાલી કે લખી શકતો નથી. પરીક્ષામાં પણ રાઇટર રાખ્યો હતો. તેણે પણ મને ખૂબ મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનામાં સ્મિત ઓનલાઈન બિઝનેસ ચાલુ કર્યો હતો અને તેમાં પણ તે સફળ રહ્યો છે.


  2. વંદિતા જોશીઃ સાઈન લેન્ગવેજથી મેળવ્યા 98.82 PR


  વંદિતા જોશી નામની વિદ્યાર્થિનીને 90 ટકા સુધી સાંભળવાની શક્તિ નથી. તેમજ બોલવામાં પણ બહુ તકલીફ પડી રહી છે. તેમ છતાં સાઈન લેન્ગવેજથી શિક્ષણ મેળવી ધો.12


  કોમર્સની પરીક્ષા આપી અને આજે 98.82 PR મેળવ્યા છે. ઝળહળતા પરિણામથી પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાના કપરા સમયમાં માસ્ક પહેરી શિક્ષકો


  તેને અભ્યાસ કરાવતા હતા. પરંતુ તે બરોબર સાંભળી શકતી નહોતી. આથી શિક્ષકોએ માસ્ક કઢાવીને માઇક પહેરાવીને શિક્ષણ આપ્યું હતું. શિક્ષકોની મહેનતને કારણે વંદિતાએ ઝળહળતું


  પરિણામ હાંસલ કર્યું છે.


  3. હર્ષિતા કડીઃ પિતા કારખાનામાં મજૂર અને મેળવ્યા 99.99 PR


  કારખાનામાં કાળી મજૂરી કરી પરિવારનું પાલન પોષણ કરતા પિયુસભાઈ કડીની પુત્રી હર્ષિતાએ ટોપર રહી છે. હર્ષિતાએ ધો.12 કોમર્સમાં 99.99 PR મેળવ્યા છે. હર્ષિતાને ઘરેથી ભણવવા માટે બહુ સાથ મળ્યો છે. રિઝલ્ટ પાછળ હર્ષિતાના પરિવારે ઘણી મહેનત કરી છે. હર્ષિતાને આગળ સીએ બનીને પિતાના કારખાનામાંથી મજૂરી છોડાવવાનું સપનું છે.


  4. રિયા દવેઃ કેટરિંગનું કામ કરતા પિતાની પુત્રીને મળ્યા 99.99 PR


  કેટરિંગનું કામ કરતા દિપકભાઈ દવેની પુત્રી રિયાએ 99.99 PR મેળવ્યા છે. રિયાએ તો બે વિષયમાં 100માંથી 100 અને એક વિષયમાં 99 માર્ક મેળવતા સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા છે. રિયાએ સ્ટેટેસ્ટિકમાં 100માંથી 100 અને એકાઉન્ટમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે. તો સેક્રેટરી પ્રેક્ટિસ વિષયમાં 100માંથી 99 માર્ક મેળવ્યા છે. રિયાએ 700માંથી 671 ગુણ મેળવ્યા છે. પુત્રીના ઝળહળતા પરિણામથી પરિવામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.


  5. હીર સોરઠિયાઃ અકસ્માતમાં પિતાનું અવસાન છતાં મેળવ્યા 99.93 PR


  હીર સોરઠિયા નામની વિદ્યાર્થિનીના જીવન સાથે એવું બન્યું કે સૌ કોઈની આંખમાં આંસુ આવી જાય. કારણ કે હીર ધો.12નો અભ્યાસ કરી રહી હતી ત્યારે તેના પિતા વિજયભાઈનું BRTS બસ સાથે અકસ્માત થતા જિંદગીને અલવિદા કરી હતી. તેમ છતાં હીરનું મનોબળ તૂટ્યું નહીં અને આજે ધો.12 કોમર્સમાં 99.93 PR મેળવી પિતાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી છે.

  Published by:kiran mehta
  First published:

  Tags: 12th result, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ, રાજકોટ, રાજકોટના સમાચાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन