Mumbai University Courses: આ કોર્સ સેશન મોડમાં આપવામાં આવશે અને તેમનું સ્ટડી મટિરિયલ્સ ઓનલાઇન ઉપલબ્ધ થશે. નિષ્ણાંતો પ્રોફેસરો વર્ગના માર્ગદર્શન માટે ઉપલબ્ધ રહેશે. ડિસ્ટન્સ લર્નિંગ ઉપરાંત, મુંબઇ યુનિવર્સિટી MHT-CET, JEE મેઇન અને NATA જેવી ઘણી પ્રવેશ પરીક્ષાઓ દ્વારા UG, PG / M.Phill અને PhD અભ્યાસક્રમોમાં પ્રવેશ આપે છે.
મુંબઈ યુનિવર્સિટી (Mumbai University) ડિસ્ટન્સ મોડમાં એમએ સાયકોલોજી (MA Psychology), એમએ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (MA Communication and Journalism) અને એમએ પબ્લિક રિલેશન્સ (MA Public Relations) એમ ત્રણ નવા કોર્સ ઓફર (3 New Courses in Mumbai University) કરશે. આ ત્રણ અભ્યાસક્રમોમાં એડમિશન પ્રક્રિયા 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત (Last date of Admission Process) થવા જઈ રહ્યો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે મુંબઈ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિસ્ટન્સ એન્ડ ઓપન લર્નિંગ (IDOL)ના કુલ 23 અભ્યાસક્રમોને મંજૂરી આપવામાં આવી છે.
ફ્રી પ્રેસ જર્નલના રિપોર્ટ અનુસાર, આ કોર્સ સેશન મોડમાં આપવામાં આવશે અને તેમનું સ્ટડી મટિરિયલ્સ ઓનલાઇન ઉપલબ્ધ થશે. નિષ્ણાંતો પ્રોફેસરો વર્ગના માર્ગદર્શન માટે ઉપલબ્ધ રહેશે. ડિસ્ટન્સ લર્નિંગ ઉપરાંત, મુંબઇ યુનિવર્સિટી MHT-CET, JEE મેઇન અને NATA જેવી ઘણી પ્રવેશ પરીક્ષાઓ દ્વારા UG, PG / M.Phill અને PhD અભ્યાસક્રમોમાં પ્રવેશ આપે છે. યુનિવર્સિટી વિવિધ ક્ષેત્રોમાં 200થી વધુ યુજી, પીજી, ડિપ્લોમા, ડોક્ટરલ અને સર્ટિફિકેટ પ્રોગ્રામ ઓફર કરે છે.
આ દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશયારીએ રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિ તરીકે તેમની લાયકાત પ્રમાણે ડો. અજય ભામરેને એમ.યુના પ્રો-વાઇસ ચાન્સેલર (VC) તરીકે નિયુક્ત કર્યા હતા. ડો. ભામરે યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના ઇન્ચાર્જ ડીન રહી ચૂક્યા છે. તેઓ ડૉ. રવીન્દ્ર કુલકર્ણીનું સ્થાન લે છે, જેમનો કાર્યકાળ નિયમાનુસાર વિદાય લઈ રહેલા વીસી ડૉ. સુહાસ પેડનેકર સાથે પૂરો થયો હતો.
ડો. શિર્કેની ઇન્ચાર્જ વીસી તરીકે નિમણૂક
ડો. દિગમ્બર તુકારામ શિર્કેને ગયા અઠવાડિયે મુંબઈ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વીસી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નવા પૂર્ણ-સમયના વીસીની નિમણૂક થાય ત્યાં સુધી ડો. શિર્કે આ પદ પર સેવા આપશે. સર્ચ કમિટીએ કાયમી વીસી માટે યોગ્ય ઉમેદવારોની શોધ શરૂ કરી દીધી છે અને બેથી ત્રણ મહિનામાં નામ સામે આવે તેવી સંભાવના છે.
કોણ છે ડો. શિર્કે?
ડો. શિર્કે 35 વર્ષથી વધુનો શૈક્ષણિક, સંશોધન અને વહીવટી અનુભવ ધરાવે છે. તેમણે યુનિવર્સિટીના વીસી બનતા પહેલા 2005થી 2015ની વચ્ચે શિવાજી યુનિવર્સિટીમાં સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટના વડા તરીકે સેવા આપી હતી.
મુંબઈ યુનિવર્સિટી ભારતની સૌથી જૂની અને પ્રીમિયર યુનિવર્સિટીઓમાંની એક છે. 1857માં સ્થપાયેલી આ સંસ્થાને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) તરફથી 'ફાઇવ સ્ટાર'નો દરજ્જો મળ્યો છે. યુનિવર્સિટીમાં મુંબઈમાં 230 એકર અને 13 એકરના ક્ષેત્રફળના બે કેમ્પસ છે અને થાણે, કલ્યાણ અને રત્નાગિરીમાં સબ-સેન્ટર્સ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર