HPSSB Recruitment: 1500થી વધુ ખાલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી ભરતી, આ તારીખ પહેલા કરો અરજી
HPSSB Recruitment: 1500થી વધુ ખાલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી ભરતી, આ તારીખ પહેલા કરો અરજી
પ્રતિકાત્મક તસવીર
hpsssb recruitment 2022: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 30 જૂન 2022ના રોજ અથવા તે પહેલાં hpsssb.hp.gov.in પર પોસ્ટ માટે ઑનલાઇન અરજી (Apply Online) કરી શકે છે.
Jobs and career: હિમાચલ પ્રદેશ સ્ટાફ સિલેક્શન કમિશન (HPSSB Recruitment 2022)એ વેટરનરી ફાર્માસિસ્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ, ક્લાર્ક, ઇલેક્ટ્રિશિયન, ફિટર, ડ્રોઇંગ માસ્ટર, સ્ટેનો ટાઇપિસ્ટ, જુનિયર એન્જિનિયર, મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન, જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ, લાઇનમેન, સબ, સ્ટેશન એટેન્ડન્ટ (SSA) અને અન્યની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. કમિશન આ ભરતી અભિયાન દ્વારા 1,500થી વધુ ખાલી જગ્યાઓ ભરવાનું વિચારી રહ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 30 જૂન 2022ના રોજ અથવા તે પહેલાં hpsssb.hp.gov.in પર પોસ્ટ માટે ઑનલાઇન અરજી (Apply Online) કરી શકે છે.
મહત્વની તારીખો
ઑનલાઇન અરજી સબમિટ કરવાની શરૂઆત: 31 મે, 2022
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 30 જૂન, 2022
આ પોસ્ટ પર કરવામાં આવશે ભરતી
વેટરનરી ફાર્માસિસ્ટ - 188 જગ્યાઓ
લેબોરેટરી આસિસ્ટન્ટ (ફિઝિક્સ એન્ડ બેલિસ્ટિક્સ) - 1 પોસ્ટ
લેબોરેટરી આસિસ્ટન્ટ (રસાયણશાસ્ત્ર અને વિષવિજ્ઞાન)- 1 જગ્યા
લેબોરેટરી આસિસ્ટન્ટ (બાયોલોજી એન્ડ સેરોલોજી)- 1 જગ્યા