Career tips: ધોરણ 10 પછી ITIમાં પણ છે ઢગલાબંધ કોર્સ, જાણો કેવીરીતે બની શકે કારકિર્દી
Career tips: ધોરણ 10 પછી ITIમાં પણ છે ઢગલાબંધ કોર્સ, જાણો કેવીરીતે બની શકે કારકિર્દી
ધોરણ 10 પછી શું
Career after 10th result: વિધાર્થી ક્યાં સ્ટ્રીમમાં (Stream) જઈ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માંગે છે તે નક્કી કરતો હોય છે. તેવામાં ITIના કેટલાક એવા કોર્સ પણ છે જેના દ્વારા પણ વિધાર્થી પોતાના કૌશલ્યને નવો વળાંક આપી શકે.
અમદાવાદ: ધોરણ 10નું પરિણામ જાહેર (10 results) થયું છે. સ્વાભાવિક છે કે ધોરણ 10 પછી વિધાર્થીઓ માટે કારકિર્દીની (career) નવી દિશાઓ ખુલતી હોય છે. વિધાર્થી ક્યાં સ્ટ્રીમમાં (Stream) જઈ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માંગે છે તે નક્કી કરતો હોય છે. તેવામાં ITIના કેટલાક એવા કોર્સ પણ છે જેના દ્વારા પણ વિધાર્થી પોતાના કૌશલ્યને નવો વળાંક આપી શકે.
વિધાર્થીઓની રોજગારલક્ષી કારકિર્દી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “ હર હાથ કો કામ ” સૂત્રને અમલમાં મૂક્યું છે. અને તેને સાર્થક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ સાથે આઈટીઆઈને થ્રી ટાયર સિસ્ટમથી બનાવી છે. જે ઔદ્યોગિક સંસ્થા કૌશલ્ય અને રોજગારી આધારિત હોય.
ગુજરાતના દરેક તાલુકામાં સરકારી આઈટીઆઈની સ્થાપના કરવામાં આવી છે . અહીં અભ્યાસક્રમને પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી ઝડપથી રોજગારી મેળવી શકે છે. ધોરણ -10 કે તેનાથી ઓછો અભ્યાસ કરેલા વિદ્યાર્થી પણ પોતાની રુચિનું કૌશલ્ય પ્રાપ્ત કરી પ્રમાણપત્ર કોર્સ મેળવી શકે છે
આઈટીઆઈમાં ધોરણ -10 પછી થતા અભ્યાસક્રમો પર નજર કરીએ તો
મહત્વનુ છે કે ધોરણ 10 પછી જે વિધાર્થીઓ આ પ્રકારે ITIના કોર્સ કરી પોતાની કારકિર્દી બનાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ધોરણ-10ની પરીક્ષા (GSEB Result 10th Exam) આપનારા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) તરફથી ધોરણ-10નું પરિણામ (10th result declare) જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટપરથી પરિણામ જાણી શકે છે. એક અંદાજ પ્રમાણે નવ લાખથી વધારે વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી.
ઘર બેઠા પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઇટ પર જઈને પોતાનો બેઠક નંબર દાખલ કરવાનો રહેશે. જોકે, માર્કશીટ માટે વિદ્યાર્થીઓએ હજુ થોડી રાહ જોવી પડશે. બોર્ડ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વર્ષે કુલ 7,72,771 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 5,03,726 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે કુલ સરેરાશ પરિણામ 65.18% ટકા આવ્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર