Home /News /career /Indian Students in US : અમેરિકામાં દર પાંચ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી એક ભારતીય હોય છે, જાણો કારણ

Indian Students in US : અમેરિકામાં દર પાંચ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી એક ભારતીય હોય છે, જાણો કારણ

the best fit university

દર વર્ષે ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવા માંગતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં (Indian Students in US) કૉલેજ અથવા યુનિવર્સિટીમાં જવાનું પસંદ કરે છે.

શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા (High Quality Education), અભ્યાસક્રમની સુગમતા (Flexibility in curriculum) અને નેટવર્કિંગ તકો (Networking opportunities) યુએસના હાયર એજ્યુકેશનને વધારે યુનિક (Why US Higher Education is Unique) બનાવે છે. દર વર્ષે ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવા માંગતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં (Indian Students in US) કૉલેજ અથવા યુનિવર્સિટીમાં જવાનું પસંદ કરે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશન (Institute of International Education) દ્વારા વાર્ષિક ધોરણે તૈયાર કરવામાં આવતા ઓપન ડોર્સ રિપોર્ટ અનુસાર 2020-2021 શૈક્ષણિક વર્ષ માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં દર પાંચ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ એક ભારતીય હતો.

ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના ઘણા પાસાઓ હોય છે. જેમાં ફ્લેક્સિબલ અભ્યાસક્રમો, સારી રીસર્ચ ફેસિલીટી, અનુભવી માર્ગદર્શકો, નાણાંકિય સુવિધા અને સ્કોલરશિપ અને અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ બંને માટે સંશોધનની તકો પર ભાર આપવો વગેરેનો સમાવેશ થાય છે. બીજી તરફ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને અમુક ખાસ સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે, સાંસ્કૃતિક જોડાણ, વોલેન્ટીયરીંગની તકો, તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સંભાળ અને વિદ્યાર્થીઓને સ્નાતક થયા પહેલા વ્યાવસાયિક નેટવર્ક બનાવવામાં મદદ કરે છે. આ એક મોટી લીસ્ટ છે, પરંતુ યુએસ યુનિવર્સિટીઓ અને કોલેજો દર વર્ષે પૂર્ણ કરે છે.

આ પણ વાંચો -Robotics Engineering: ધોરણ 12 પછી રોબોટિક્સ એન્જીનીયરીંગનો સ્કોપ, આ માહિતી ખૂબ અગત્યની

વિશાળ તકોની દુનિયા


વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે તેનું એક કારણ છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મોટી સંખ્યામાં શાળાઓ ઉપલબ્ધ છે. નેશનલ સેન્ટર ફોર એજ્યુકેશન સ્ટેટિસ્ટિક્સ અનુસાર, 2019-2020 સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં 3,982 ડિગ્રી-ગ્રાન્ટિંગ પોસ્ટ સેકંડરી સંસ્થાઓ હતી.

યુનાઈટેડ સ્ટેટ્સ-ઈન્ડિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશન સાથે મુંબઈમાં એજ્યુકેશન યુએસએ સલાહકાર અદિતિ લેલે કે જેણે અરકાનસાસ યુનિવર્સિટીમાંથી પોતાનું પીએચડી પૂર્ણ કર્યું છે તે કહે છે કે, "વિદ્યાર્થીઓ પાસે વિશાળ વિકલ્પો છે, જેમાંથી તેઓ પસંદ કરી શકે છે. ત્યાં નાની, મધ્યમ અને મોટી યુનિવર્સિટીઓ છે, કેટલીક શહેરોમાં અને કેટલીક ગ્રામીણ વિસ્તારમાં જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓ છે. ત્યાં કોમ્યુનિટી કોલેજો છે, જ્યાં તમે બે વર્ષનો અભ્યાસક્રમ કરી શકો છો અને એસોસિએટની ડિગ્રી મેળવી શકો છો અને પછી ચાર વર્ષ માટે યુનિવર્સિટીમાં જઇ શકો છો. તમે એવી યુનિવર્સિટીઓ પણ પસંદ કરી શકો છો, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વધુ નાણાંકીય સહાય આપે છે. તે બધું તમારી શૈક્ષણિક જરૂરિયાતો અને વ્યક્તિગત પસંદગીઓ શું છે તેના પર નિર્ભર છે."

આ પણ વાંચો -Amul Recruitment: અમુલમાં એકાઉન્ટ આસિસ્ટન્ટની ભરતી, 40,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

કેલિફોર્નિયાની સિલિકોન વેલી ટાઉન લોસ અલ્ટોસ હિલ્સમાં આવેલી કોમ્યુનિટી કૉલેજ, ફૂટહિલ કૉલેજમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત કરનાર અર્શ ઠાકર જણાવે છે કે, નાની શરૂઆત કરવાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં જીવન પસાર કરવું વધુ સરળ બને છે. તે જણાવે છે કે, ફૂટહિલ કૉલેજમાં અભ્યાસે મને સ્વતંત્ર બનાવ્યો. કોમ્યુનિટી કૉલેજમાં હોવા છતાં પણ મેં ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને સમર્થનનો અનુભવ કર્યો અને આનાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં મારું જીવન સરળ બન્યું છે. કાઉન્સેલર્સ અને STEM કેન્દ્રની ઍક્સેસથી મારા શૈક્ષણિક અનુભવમાં વધારો થયો છે. નાના વર્ગના કદે મને મારા પ્રોફેસરો સાથે નજીકથી કામ કરવાની તક આપી, જે મદદરૂપ સાબિત થઈ હતી.

સાઉથ બેન્ડ, ઇન્ડિયાનામાં સ્થિત યુનિવર્સિટી ઓફ નોટ્રે ડેમમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલા વૈભવ અરોરા માટે તેમના ક્ષેત્રના વ્યાવસાયિકો મળવા એક વધારાનું બોનસ હતું. અરોરા જણાવે છે કે, “મારી પાસે ક્લાસમાં જે શીખ્યા તેને વાસ્તવિક દુનિયામાં લાગુ કરવા માટેના સંસાધનો ઉપરાંત ઉદ્યોગમાં લોકોને મળવાની અને ઘણા વરિષ્ઠ, જાણકાર વ્યાવસાયિકો પાસેથી વિચારોની આપ-લે કરવાની ઘણી તકો પણ હતી.”

અનન્યા પોટલાપલ્લી, ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રિ-લો ટ્રેક પર બિઝનેસ મેજર છે, તેને પણ વિવિધ સ્ત્રોતોમાંથી તકો મળી હતી. તે જણાવે છે કે, “યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરવો એ તમારી ક્ષિતિજોને ઊંચી લઇ જવા અને ખૂબ જ અનોખો કૉલેજ અનુભવ મેળવવાની શ્રેષ્ઠ તક હોઈ શકે છે. તમારી પાસે ક્લાસ, વિદ્યાર્થી યુનિયન, ઇન્ટર્નશિપ તકો વગેરે દ્વારા વર્ગખંડમાં અને બહાર ઘણું શીખવાની તકો હોય છે. જ્યારે તમે કેમ્પસમાં આવો છો, ત્યારે તમને જે વસ્તુઓમાં રસ છે તેમાં સામેલ થવાની અને વિવિધ કોમ્યુનિટીઝ અને અનુભવો બનાવવાની તમારી પાસે સ્વતંત્રતા અને સુગમતા હોય છે.”
First published:

Tags: Abroad Education