48 કલાકથી ટેન્શનમાં છે ફેસબૂકનો માલિક, બે દિ'માં 1.1 લાખ કરોડનું નુકશાન

News18 Gujarati
Updated: July 27, 2018, 5:44 PM IST
48 કલાકથી ટેન્શનમાં છે ફેસબૂકનો માલિક, બે દિ'માં 1.1 લાખ કરોડનું નુકશાન

  • Share this:
દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની ફેસબૂકના માલિક માર્ક ઝકરબર્ગ છેલ્લા 48 કલાકથી ખુબ જ ટેન્શનમાં છે. તેમના ટેન્શન પાછળનું કારણ કંપનીના શેરમાં થયેલો ઘટાડો છે. તેમની કંપનીનો શેર ગુરુવારે 20 ટકા ટૂટી ગયો, જેનાથી કંપનીની માર્કેટ વેલ્યૂ 8.16 લાખ કરોડ રૂપિયા ઘટી ગઇ છે. જેની અસર ઝકરબર્ગની કુલ સંપત્તિ પર પણ વર્તાશે, ગુરુવારે કેટલાક કલાક દરમિયાન તેમની સંપત્તિ 16.5 અરબ ડોલર એટલે કે અંદાજે 1.1 લાખ કરોડ રૂપિયા ઓછી થઇ ગઇ, જેના કારણે તેઓ સૌથી અમીર લોકોમાં ત્રીજા સ્થાનેથી સીધા છઠ્ઠા સ્થાને આવી ગયા છે.

શેર બજારના ઇતિહાસમની સૌથી મોટો ઘટાડો

ફેસબૂકનો શેક તૂટવાથી અનેક મોટી અસર થઇ છે, અમેરિકન શેર બજારના ઇતિહાસમાં એક દિવસે સૌથી મોટું નુકશાન છે. આ પહેલા સપ્ટેમ્બર 2000માં ઇન્ટેલના શેરમાં ઘટાડો આવ્યો હતો, જેની માર્કેટ વેલ્યુએશન 91 અરબ ડોલર ઓછી થઇ હતી. ફેસબૂકના ત્રિમાસિક પરિણામોને કારણે શેરમાં ઘટાડો થયો છે. કંપનીએ બુધવારે એપ્રિલ-જુન ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીઝની આશા પ્રમાણેનું પરિણામ નથી. ઉલ્લેખનીય છે કે જુલાઇ 2012માં પણ ફેસબૂકના શેરમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

અમેરિકન શેર બજારમાં એક દિવસમાં થયેલા સૌથી વધુ નુકશાન

- સાલ કંપની માર્કેટ કેપમાં ઘટાડો
- જુલાઇ 2018 ફેસબૂક 119 અરબ ડોલર- સપ્ટેમ્બર 2000 ઇન્ટેલ 91 અરબ ડોલર
- ઓક્ટોબર 2008 એક્સન મોબિલ 53 અરબ ડોલર
- જાન્યુઆરી 2013 એપલ 60 અરબ ડોલર

ઝકરબર્ગની સંપત્તિ 1.09 લાખ કરોડ રૂપિયા ઘટી

ફેસબૂકના શેરમાં ઘટાડો થવાથી કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગની નેટવર્થ 1.09 લાખ કરોડ રૂપિયા ઘટી ગઇ, બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સમાં સામેલ 500 અમીરોમાંથી 430ની સંપત્તિ 1.09 લાખ કરોડ રૂપિયાથી ઓછી છે.

આ કારણે સહન કરવી પડી ખોટ

છેલ્લા કેટલાક મહિના પહેલા ડાટા સુરક્ષાને લઇને ઝકરબર્ગ સતત આલોચનાનો શિકાર થઇ રહ્યાં છે. તેની અસર કંપનીની આવક અને માર્કના નેટવર્થ પર પડી છે. બુધવારે કંપનીએ બીજા ત્રિમાસિક પરિણામોની જાહેરાત કર્યા, જેમાં બહાર આવ્યું કે અનુમાન પ્રમાણે યૂઝર બેસ નથી વધારી રહ્યાં અને તેમાં ઘણો ઘટાડો રણ થયો છે. દરરોજ સક્રિય રહેનારા યૂઝર્સની સંખ્યા જુનમાં 1.47 અરબ હતી, કંપનીના સૌથી મોટા બજારમાં સામેલ અમેરિકા અને કેનેડામાં ડેલી એક્ટિવ યુઝરની સંખ્યા 18.5 કરોડ હતી. ગતવર્ષે જુનમાં પણ આ આંકડો આટલો જ હતો. યુરોપમાં ડેલી યુઝરમાં એક ટકાનો ઘટાડો થયો છે. કંપનીના અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનામાં હજી રેવેન્યૂ ઘટી શકે છે.

કેવી રીતે તૂટ્યો શેર

કંપનીના ચીફ ફાઇનેન્શિયલ ઓફિસર ડેવિડ વેહનરે જણાવ્યું કે આવનારા દિવસોમાં પણ ગ્રોથની અપેક્ષા ઓછી છે, ફેસબૂક તરફથી આ વાતની સૂચના વોલ સ્ટ્રીટને આપતાની સાથે જ કંપનીનો શેર પડી ભાંગ્યો હતો.
First published: July 27, 2018, 5:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading