હવે તમારા ઘરે ડ્રોનથી થશે ફૂડની ડિલીવરી, આ કંપનીએ શરુ કરી સર્વિસ

News18 Gujarati
Updated: June 13, 2019, 1:50 PM IST
હવે તમારા ઘરે ડ્રોનથી થશે ફૂડની ડિલીવરી, આ કંપનીએ શરુ કરી સર્વિસ
લગભગ 10 મિનિટમાં 5 કિલોમીટરના અંતર પર 5 કિલો વજન લઇને ઉડતી આ ડ્રોનની સૌથી ઝડપી ગતિ પ્રતિ કલાક 80 કિમી છે.

લગભગ 10 મિનિટમાં 5 કિલોમીટરના અંતર પર 5 કિલો વજન લઇને ઉડતી આ ડ્રોનની સૌથી ઝડપી ગતિ પ્રતિ કલાક 80 કિમી છે.

  • Share this:
ઓનલાઇન ફૂડ પ્લેટફોર્મ ઝોમેટોએ ડ્રોન દ્વારા ફૂડ પહોંચાડવાનું શરૂ કર્યું છે. કંપનીએ 12 જુનના રોજ એ જાહેરાત કરી કે તેણે પહેલી ડ્રોન ડિલિવરી ટેકનોલોજી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ઝોમેટોએ આ માટે હાઇબ્રિડ ડ્રોનનો ઉપયોગ કર્યો. આ ડ્રોનનું લગભગ 10 મિનિટમાં 5 કિલોમીટરના અંતરને નક્કી કર્યુ છે. 5 કિલો વજન લઇને ઉડતા આ ડ્રોનની સૌથી ઝડપી ગતિ પ્રતિ કલાક 80 કિમી છે.

છેલ્લા વર્ષે શરુ કર્યુ આ માટે સ્ટાર્ટઅપ

ભારતમાં ડ્રોન દ્વારા ફૂડની ડિલીવરી કરી શકાય તેના માટે ઝોમેટોએ છેલ્લા વર્ષે ડિસેમ્બરમાં TechEagle Innovations નામનું સ્ટાર્ટઅપ ખરીધુ હતુ. TechEagle એ જે UAV બનાવ્યું છે, તે એક હાઇબ્રિડ એરક્રાફ્ટ છે. આ યુએવી બન્ને સ્થિર ડેનો અને રોટર્સ બંનેનો ઉપયોગ કરે છે. તેનાથી ડ્રોનને સીધુ ટેક-ઓફ અને લેંડિગ કરવાની ક્ષમતા મળે છે, સાથે જ સ્થિર ડેનો વાળા વિમાન જેવા અંતરને નક્કી કરવાની ક્ષમતા પણ છે.
જલ્દી Amazonશરુ કરી શકે છે આ સર્વિસઝોમેટો અનુસાર સરેરાશ તે 30.5 મિનિટમાં ડિલિવરી આપે છે. તેના ઓછા સમયમાં ડિલીવરી આપવા માટે કંપની ડ્રોન્સનો ઉપયોગ પર કામ કરી રહી છે.વિશ્વભરમાં અનેક કંપનીઓ ડ્રૉન-આધારિત ડિલીવરી પર કામ કરી રહી છે. ઇ-કૉમર્સ કંપની એમેઝોને ડ્રૉન્સ દ્વારા ડિલિવરીની પણ જાહેરાત કરી છે.
First published: June 13, 2019, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading