Home /News /business /Zomato Success Story: લાંબી લાઈનમાં ઊભા રહ્યા બાદ આવ્યો વિચાર અને ઊભી કરી 1 લાખ કરોડની કંપની

Zomato Success Story: લાંબી લાઈનમાં ઊભા રહ્યા બાદ આવ્યો વિચાર અને ઊભી કરી 1 લાખ કરોડની કંપની

દીપિન્દર ગોયલ, પંકજ ચઢ્ઢા

Zomato Success Story: એક નાની કંપની આજે એક લાખ કરોડ રૂપિયાની વેલ્યૂ ધરાવતી કંપની બની ગઈ છે. જાણીએ ઝોમાટોની સફળતાની કહાની...

નવી દિલ્હી: Zomato નામ તો તમે સાંભળ્યું જ હશે. હા, એ જ એપ્લિકેશન જેનાથી તમે ઘરે બેઠા ખવા (Order food)નું મંગાવો છો. કોરોનાના સમયમાં સમયમાં અનેક લોકોએ આવી એપ્સની મદદ લીધી હતી. એક નાની એવી કંપની આજે એક લાખ કરોડની કિંમત ધરાવતી કંપની બની ગઈ છે. શું તમે જાણો છો કે આની પાછળ ફક્ત એક કારણ છે અને તે છે આઇડિયા! એક સારો વિચાર જેણે લોકોની જરૂરિયાત જાણી લીધી હતી. આ આઇડિયા પાછળ દીપિન્દર ગોયલ અને પંકજ ચઢ્ઢા (Pankaj Chaddah and Deepinder Goyal)નું ભેજું છે. તો જાણીએ ઝોમાટોની સફળતાની કહાની...

ઝોમાટોનું લિસ્ટિંગ

શૅર બજારમાં ઝોમેટોનું લિસ્ટિંગ (Zomato IPO Listing) અપેક્ષા કરતાં ઘણું સારું રહ્યું છે. કંપનીનો શૅર BSE પર 116 રૂપિયા પર લિસ્ટ થયો છે. આ ઇશ્યૂ પ્રાઇઝથી 51.32 ટકા એટલે કે 39 રૂપિયા વધારે છે. જ્યારે NSE પર ઝોમેટોના શૅર (Zomato Share)નું લિસ્ટિંગ 116 રૂપિયા પર થયું છે. તે ઇશ્યૂ પ્રાઇઝથી 52.63 ટકા એટલે કે 40 રૂપિયા ઉપર છે. કંપનીના શૅરનો ઇશ્યૂ પ્રાઇઝ 76 રૂપિયા છે. પહેલા ઝોમેટો આઇપીઓ (Zomato IPO)નું લિસ્ટિંગ 27 જુલાઈના રોજ થવાનું હતું પરંતુ આ પહેલા તેને લિસ્ટ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં ઝોમેટોનો શૅર પ્રીમિયમ વધી ગયું છે. આ સપ્તાહની શરૂઆતમાં તે 19 રૂપિયા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો પરંતુ હવે તે વધીને 29 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. આ હિસાબથી જોઈએ તો લિસ્ટિંગ તેની આસપાસનું રહ્યું. સવારે 10.07 વાગ્યે કંપનીનો શેર 135.50 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સાથે જ કંપનીની માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાથી વધારે થઈ ગઈ હતી. માર્કેટ કંપનીની દ્રષ્ટિએ ઝોમાટો ભારતની 45મા નંબરની કંપની બની ગઈ છે.

આ પણ વાંચો: નારી શક્તિ: અમદાવાદમાં રેખાબેન ચલાવશે BRTS બસ, શહેરના એકમાત્ર મહિલા બસ ડ્રાઇવર

કેવી રીતે શરૂ થઈ ઝોમાટો

ઝોમાટો શરૂ કરવાનો વિચાર દીપિન્દર ગોયલ અને પંકજ ચઢ્ઢાને 2008ના વર્ષમાં આવ્યો હતો. એ સમયે તેમણે એક રેસ્ટોરન્ટ અને ફૂડ લિસ્ટિંગ વેબસાઈટ શરૂ કંપની શરૂ કરી હતી. જે 'ફૂડીબે' તરીકે ઓળખાતી હતી. દીપિન્દર અને પંકજ બેન કન્સલ્ટિંગ નામની એક ફર્મમાં સાથે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદનો અજીબ કિસ્સો: 'પતિ તેની મરજી હોય ત્યારે જ પાસે આવે છે, રાત્રે અલગ સૂવા જતો રહે છે' 

કેવી રીતે વિચાર આવ્યો

ઝોમાટોના ફાઉન્ડર દીપિન્દર ગોયલ (Zomato's CEO Deepinder Goyal) શરૂઆતના દિવસોમાં ભણવામાં હોંશિયાર ન હતા. આ જ કારણે તેઓ છઠ્ઠા અને 11માં ધોરણમાં નાપાસ થયા હતા. જોકે, બાદમાં તેમણે ખૂબ ગંભીર થઈને અભ્યાસ કર્યો અને IITની પરીક્ષા પાસ કરીને IIT-દિલ્હીમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાં તેમણે એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જે બાદમાં તેમણે 2006માં મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની બેન્ડ એન્ડ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. નોકરી દરમિયાન તેમના સહકર્મીઓને કાફેટેરિયામાં મેનુ કાર્ડ માટે ખૂબ લાંબી લાઈનમાં રહેવું પડતું હતું. જે બાદમાં તેમણે મેનુ કાર્ડ સ્કેન કરીને વેબસાઇટ પર મૂકી દીધું હતું. આનાથી લોકોને સરળતા રહી હતી. આ દરમિયાન તેમની મુલાકાત સહકર્મી પંકજ ચઢ્ઢા સાથે થઈ હતી.

આ પણ વાંચો: રોકાણની શરૂઆત કઈ ઉંમરથી કરવી અને શા માટે? જાણો રોકાણને લગતા કેટલાક મંત્ર
" isDesktop="true" id="1117244" >


કંપનીને ફન્ડિંગ મળવા લાગ્યું

એક સમયે ઝોમાટો ફક્ત પોતાની વેબસાઇટ પર જાહેરાતના માધ્યમથી કમાણી કરતી હતી. નવેમ્બર 2013 સુધી સિકોઈયા કેપિટલ ઇન્ડિયાએ કંપની માટે 37 મલિયન ડૉલરનું ફન્ડિંગ કર્યું હતું. એ સમયે બંને રોકાણકાર સિકોઈયા અને વર્તમાન રોકાણકાર ઇન્ફો એજે ઝોમાટોને જોઈને ફક્ત 150 મિલિયન ડૉલરનું મુલ્યાંકન કર્યું હતું. કોઈએ વિચાર્યું પણ ન હતું કે આ બંને સ્થાપક આટલા આગળ નીકળી જશે. જોકે, ગોયલને ચર્ચામાં રહેવું પસંદ નથી.
First published:

Tags: Lifestyle, Share market, Success story, Zomato, ખોરાક

विज्ञापन