Zomato Food Delivery: જો તમે 10 મિનિટની અંદર ઇન્સ્ટન્ટ ફૂડ ડિલિવરી સુવિધા હેઠળ Zomato પરથી ફૂડ ઓર્ડર કરી રહ્યાં છો, તો હવે તમને આ સુવિધા નહીં મળે. કારણ કે, કંપનીએ તેને બંધ કરી દીધું છે. Zomato Instant આ વર્ષની શરૂઆતમાં શરૂ કરવામાં આવ્યું હતું. કંપની આ સેવાને વિસ્તારવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.
10 મિનિટમાં ફૂડ ડિલિવરી કરતી આ સેવા દિલ્હી NCR અને બેંગલુરુમાં એક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવી હતી. કંપનીને આ સેવામાં સફળતા મળી પરંતુ તેની વૃદ્ધિ અપેક્ષા મુજબ થઈ રહી ન હતી અને કંપનીને આ સેવા નફાકારક સોદો લાગી રહ્યો ન હતો. તેમજ પૂરતા ઓર્ડર ન મળવાને કારણે, કંપની તેની નિશ્ચિત કિંમત પણ વસૂલવામાં સક્ષમ ન હતી.
આ બાબતની જાણકાર વ્યક્તિએ કહ્યું, “આ સેવા દિલ્હી-એનસીઆર અને બેંગલુરુના કેટલાક વિસ્તારો માટે સારો વિકલ્પ હતો, જ્યાં ઓફિસ જનારા અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છે. પરંતુ આ સેવામાં કોઈ વૃદ્ધિ થઈ શકી નથી. તેથી સેવાને લંબાવવી શક્ય ન હતી."
Zomatoના પ્રવક્તાએ કહ્યું, “આ ઇન્સ્ટન્ટ સર્વિસ બંધ કરવામાં આવી રહી નથી. અમે અમારા ભાગીદારો સાથે નવા મેનૂ અને બિઝનેસના રિબ્રાન્ડિંગ પર કામ કરી રહ્યા છીએ. તમામ ફિનિશિંગ સ્ટેશનો અકબંધ છે અને આ નિર્ણયથી કોઈને અસર થઈ નથી.” આ અહેવાલ ઈકોનોમિક ટાઈમ્સે આપ્યો છે.
માર્ચ 2022 માં Zomatoએ 10-મિનિટમાં ફૂડ ડિલિવરી સેવા શરૂ કરી હતી. ત્યારબાદ કંપનીના સીઈઓ દીપીન્દર ગોયલે એક પોસ્ટમાં લખ્યું કે આટલા મોટા લેવલ પર દુનિયામાં કોઈએ '10 મિનિટમાં ગરમ અને તાજું ફૂડ' નહીં પહોંચાડ્યું હોય, તેથી અમે આ સેવા શરૂ કરવા આતુર છીએ.
જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ફૂડ એગ્રીગેટર પ્લેટફોર્મે ડિલિવરીનો સમય ઘટાડવાનો પ્રયાસ કર્યો હોય. અગાઉ 2015માં સ્વિગીએ 15 મિનિટમાં ફૂડ પહોંચાડવા માટે ક્લાઉડ કિચન ઓપરેટર્સ જેવા કે ઇટોંગો અને બ્રેકી સાથે જોડાણ કર્યું હતું, પરંતુ આ સમય દરમિયાન ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે સેવા બંધ કરવી પડી હતી.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર