Home /News /business /

Zomato Stock: ઝોમાટોનો શેર ઓલ ટાઇમ લૉ સપાટી પર પહોંચ્યો, શું શેરમાં હજુ પણ ઘટાડો આવી શકે?

Zomato Stock: ઝોમાટોનો શેર ઓલ ટાઇમ લૉ સપાટી પર પહોંચ્યો, શું શેરમાં હજુ પણ ઘટાડો આવી શકે?

ઝોમાટો શેર

Zomato stock crash: સ્ટોક માર્કેટ એક્પર્ટ્સે જણાવ્યું કે, ઓપરેશનલ રેવેન્યૂ વધારે હોવાથી ઝોમાટો કેશ ફ્લોની સમસ્યાનો સામનો કરી રહી છે. ઝોમેટનું બિઝનેસ મોડેલ વોલ્યૂમ પર વધુ નિર્ભર છે.

નવી દિલ્હી: ઝોમાટોનો શેર (Zomato Stock Price) NSE પર શુક્રવારે 57.65 રૂપિયા પર પહોંચી ગયો હતો અને પોતાનો નવો લાઇફ ટાઇમ લૉનો રેકોર્ડ (Zomato Stocks on Lifetime Low) સર્જ્યો હતો. જેના કારણે રોકાણકારોમાં પણ ભારે નિરાશા છવાઇ હતી. આ સ્ટોક સતત પાંચમાં દિવસે નવી લૉ સપાટીએ પહોંચ્યો છે. ઝોમાટોના શેર એક દિવસ પહેલાની સરખામણીએ શુક્રવારે 1.85 રૂપિયા નબળાઇ સાથે ખુલ્યો હતો અને ત્યાર બાદ 57.65 રૂપિયાના નવા ઓલ ટાઇમ લૉ પર પહોંચી ગયો હતો. નવેમ્બર, 2021માં 169 રૂપિયાના પોતાની લાઇફ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા બાદ ઝોમાટોનો શેર છેલ્લા 4-5 મહીનામાં 65 ટકા સુધી તૂટી ચૂક્યો છે.

ઘેરી બની રહી છે કેશ ફ્લોની સમસ્યા


લાઇવ મિન્ટના અહેવાલ અનુસાર, સ્ટોક માર્કેટ એક્પર્ટ્સે જણાવ્યું કે, ઓપરેશનલ રેવેન્યૂ વધારે હોવાથી ઝોમાટો કેશ ફ્લોની સમસ્યાનો સામનો કરી રહી છે. ઝોમેટનું બિઝનેસ મોડેલ વોલ્યૂમ પર વધુ નિર્ભર છે. એટલું જ નહીં વિદેશમાં પણ ઝોમાટો જેવી અન્ય કંપનીઓને આ જ સમસ્યા આવી રહી છે અને ગૂગલ, નેટફ્લિક્સ, એમેઝોન, નાયકા વગેરે ટેક સ્ટોક્સને હાલ વેચવાલીનો સામનો કરવો પડ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઝોમાટોના શેરો વધુ ઘટાડા સાથે 50 રૂપિયાનું લેવલ તોડી શકે છે.

આ પણ વાંચો: એલઆઈસીના શેર લાગ્યા કે નહીં તે આ બે રીતે જાણો 

ઝોમાટો પાસે છે લિમિટેડ ઓપ્શન


પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના હેડ ઑફ રિસર્ચ અવિનાશ ગોરક્ષકરનું કહેવું છે કે, ઝોમાટોમાં ઓપરેશનકોસ્ટ વધુ હોવાથી કેશ ફ્લોની સમસ્યા વધુ ગંભીર બની છે અને કંપની પોતાના કેશ ઇનફ્લોને નીચે લાવવામાં અસફળ રહી છે. તે જ કારણ છે કે, ઝોમાટોને નુસસાન થઇ રહ્યું છે. જો તમે તેના બિઝનેસ મોડલ પર નજર કરશો તો તેની પાસે કિંમત વધારવા અને પોતાની ઓપરેશનલ રેવેન્યૂ પેમેન્ટને પહોંચી વળવા લિમિટેડ ઓપ્શન છે.”

નફો અને કેશ ફ્લો મહત્વના


સ્વાસ્તિક ઇનવેસ્ટમેન્ટના હેડ ઓફ રિસર્ચ સંતોષ મીણા જણાવે છે કે, રેટ હાઇકના કારણ ટેક સ્ટોક્સને વધારે અસર પહોંચી છે. રોકાણકારોને સમજાઇ ગયું કે માત્ર રેવેન્યૂ ગ્રોથની સરખામણીમાં પ્રોફિટેબિલિટી અને કેશ ફ્લો વધુ મહત્વના છે. તેની ઝડપથી વધતી વેલ્યૂએશન ટકાઉ નથી. તે જ કારણે ઝોમાટોના શેર ભારતમાં તેના લાઇફટાઇમ હાઇથી 65 ટકા તૂટીને રેકોર્ડ લો પર પહોંચી ગયા છે.

આ પણ વાંચો: અદાણી વિલ્મર શેર તૂટીને કેટલો નીચે જઈ શકે? જાણો બજાર વિશ્લેષકોનો અભિપ્રાય

(ખાસ નોંધ: ઉપર જણાવવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
First published:

Tags: Investment, Share market, Stock market, Zomato

આગામી સમાચાર