Home /News /business /Zomato Stock Crash: ઝોમાટોનો શેર 9% તૂટ્યો, જાણો કારણ, શું તમારે રોકાણ કરવું જોઈએ?

Zomato Stock Crash: ઝોમાટોનો શેર 9% તૂટ્યો, જાણો કારણ, શું તમારે રોકાણ કરવું જોઈએ?

ઝોમાટો શેર

Zomato share down today: Credit Suisse તરફથી ઝોમાટોના શેર માટે Outperform રેટિંગ આપવામાં આવ્યું છે. જોકે, બ્રોકરેજ હાઉસ તરફથી શેરનો ટાર્ગેટ ઘટાડવામાં આવ્યો છે. બ્રોકરેજ હાઉસે શેરનો ટાર્ગેટ 185 રૂપિયાથી ઘટાડીને 120 રૂપિયા કરી દીધો છે.

વધુ જુઓ ...
    મુંબઇ. Zomato shares slipped: આજે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ ઇન્ટ્રા ડેમાં ઝોમાટોનો શેર (Zomato stock) 9 ટકા સુધી તૂટી ગયો હતો. કંપનીએ ગઈકાલે એટલે કે 10મી ફેબ્રુઆરીના રોજ ડિસેમ્બર ક્વાર્ટરનું પરિણામ (Zomato Q3 results) જાહેર કર્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર ત્રિમાસિકમાં ખોટ ઘટીને 63 કરોડ રૂપિયા પર પહોંચી છે. ગત નાણાકીય વર્ષે સમાન ત્રિમાસિકમાં કંપનીની ખોટ 352 કરોડ રૂપિયા હતી. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીને 429 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

    ઝોમાટોની આવક

    ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન ઝોમાટોની આવક ત્રિમાસિક ધોરણે 82.7 ટકા વધીને 1,112 કરોડ રૂપિયા થઈ છે, જે સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન 609.4 કરોડ રૂપિયા હતી. કંપનીની એડજસ્ટેડ રેવન્યૂની વાત કરીએ તો વાર્ષિક આધારે 78 ટકા વધીને 1,420 કરોડ રૂપિયા રહી છે. ત્રિમાસિક ધોરણે તે સમાન છે.

    Zomatoની ગ્રોસ ઓર્ડર વેલ્યૂ (Gov) ડિસેમ્બર ત્રિમાસિકમાં વાર્ષિક આધારે 84.5 ટકા વધીને અને ત્રિમાસિક ધોરણે 1.7 ટકા વધીને 5,500 કરોડ રૂપિયા રહી છે.

    કંપનીએ જણાવ્યું કે, "ડિસેમ્બર ત્રિમાસિકમાં કુલ ઓર્ડરની સંખ્યા વાર્ષિક આધારે 93 ટકા અને ત્રિમાસિક ધોરણે 5 ટકા વધી છે. જ્યારે કંપનીની એવરેજ ઓર્ડર વેલ્યૂ (ડિલિવરી ચાર્જને જોડીને) ત્રિમાસિક આધારે 3 ટકા રહી છે. આવું એટલા માટે કે કંપનીએ કસ્ટમર ડિલિવરી ચાર્જ ઘટાડ્યા છે."

    આ પણ વાંચો: શું શેરબજારમાં કડાકાએ તમારી પણ ચિંતા વધારે દીધી છે?

    બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય (Brokerages on Zomato stock)

    1) Morgan Stanley

    મોર્ગન સ્ટેન્લી તરફથી ઝોમાટોના શેરને Overweight રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજે શેર માટે 150 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં કંપનીનો શેર નાની રેન્જમાં રહી શકે છે.

    2) Credit Suisse

    ક્રેડિટ સુઈસ તરફથી ઝોમાટોના શેરને Outperform રેટિંગ આપવામાં આવ્યું છે. જોકે, બ્રોકરેજ તરફથી શેરનો ટાર્ગેટ 185માંથી ઘટાડીને 120 રૂપિયા કરવામાં આવ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે Gross Order Valueમાં સુસ્તીને પગલે ત્રીજા ત્રિમાસિકનું પરિણામ નબળું રહ્યું છે.

    3) BofAML

    બ્રોકરેજ તરફથી આ શેર માટે BUY રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ તરફથી શેરનો ટાર્ગેટ 115 રૂપિયા રાખવામાં આવ્યો છે. બ્રોકરેજે કહ્યું કે, ત્રીજા ત્રિમાસિક પરિણામથી નિરાશા છે. આવક અપેક્ષા કરતા ઓછી રહી છે.

    આ પણ વાંચો: 2022માં અત્યારસુધી આ સ્ટૉકમાં મળ્યું 270% વળતર, શું તમારી પાસે છે?

    આજે સવારે 11:00 વાગ્યે ઝોમાટોનો શેર BSE પર 5.65 રૂપિયા ઘટીને 88.80 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. ગુરુવારે આ શેર 94.45 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. આજે એટલે કે 11મી ફેબ્રુઆરીના રોજ શેર 92.75 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો.

    (ખાસ નોંધ: ઉપરનો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips, Zomato

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन