Home /News /business /ઝોમાટોનો શેર ઇશ્યૂ કિંમતથી નીચે સરક્યો, શું ખરીદી માટે આ યોગ્ય સમય છે? જાણો બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય

ઝોમાટોનો શેર ઇશ્યૂ કિંમતથી નીચે સરક્યો, શું ખરીદી માટે આ યોગ્ય સમય છે? જાણો બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય

ઝોમાટો શેર

Zomato Stock Price: રવિ સિંઘલનું કહેવું છે કે એક વખત જેવો આ શેર 100 રૂપિયાના સ્તરને સ્પર્શ કરશે ત્યાર બાદ તેમાં જોરદાર તેજી જોવા મળી શકે છે.

    મુંબઇ. Zomato Stock Price: ફૂડ ડિલિવરી કંપની ઝોમાટોના શેર (Zomato stock fall)માં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે બીએસઈ (BSE) પર ઇન્ડ્રા ડે દરમિયાન શેર છ ટકા તૂટીને 75 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો હતો. આ શેરની ઇશ્યૂ કિંમત 76 રૂપિયા હતી. એટલે કે શેર આઈપીઓની ઇશ્યૂ કિંમતથી પણ નીચે સરકી ગયો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં ઝોમાટોને શેર (Zomato stock crash) 18 ટકા તૂટી ગયો છે. છેલ્લા એક મહિના દરમિયાન આ શેર 41 ટકા તૂટી ગયો છે. દુનિયાભરમાં ટેક શેરોમાં આવેલા ઘટાડાની અસર આ શેર પર જોવા મળી છે. મંગળવારે રેકોર્ડ નીચલી સપાટીને સ્પર્શ કર્યા બાદ બજાર બંધ થયું ત્યારે ઝોમાટોનો શેર 82.50 રૂપિયાની સપાટી પર ફ્લેટ બંધ રહ્યો હતો.

    બજાર નિષ્ણાતોનો અભિપ્રાય

    Zomato સ્ટૉક અંગે વાત કરતા GCL Securities ના રવિ સિંઘલે જણાવ્યું કે, હજુ પણ આ શેરમાં ઘટાડો જોવા મળી શકે છે. આ શેર 65-70 રૂપિયાના સ્તર સુધી પહોંચી શકે છે. આશા છે કે અનલૉક પ્રક્રિયા શરૂ થતાની સાથે જ આ શેરમાં ફરીથી તેજી આવશે. આથી લોકો લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને આ શેરમાં રોકાણ કરી શકે છે. 65-70 રૂપિયાના સ્તર નજીક આવ્યા બાદ આ શેરમાં ધીમે ધીમે ખરીદી કરવી જોઈએ. ખરીદી માટે 2-3 વર્ષને ધ્યાનમાં રાખવા જોઈએ.

    રવિ સિંઘલનું કહેવું છે કે એક વખત જેવો આ શેર 100 રૂપિયાના સ્તરને સ્પર્શ કરશે ત્યાર બાદ તેમાં જોરદાર તેજી જોવા મળી શકે છે.

    વધુ એક બ્રોકરેજનો અભિપ્રાય

    IIFL Securities ના અનુજ ગુપ્તાનું કહેવું છે કે Zomato નો શેર ચાર્ટ પેટર્ન પર ખૂબ નબળો લાગી રહ્યો છે. 70 રૂપિયા આસપાસ આ શેર માટે સપોર્ટ છે. 70 રૂપિયા આસપાસ ઉપલબ્ધ હોય તો આ શેર 58 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી શકાય છે.

    ઝોમાટોનું ડિસેમ્બર ક્વાર્ટર પરિણામ

    ઝોમાટોએ નાણાકીય વર્ષના ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન 63 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. ગત વર્ષે સમાન સમયગાળામાં કંપનીનું નુકસાન 352 કરોડ રૂપિયા હતું. જ્યારે સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન કંપનીનું નુકસાન 429 કરોડ રૂપિયા હતું.

    આ પણ વાંચો: આ પેની સ્ટોક એક વર્ષમાં બન્યો મલ્ટીબેગર, છ રૂપિયાથી 150 રૂપિયા પર પહોંચ્યો

    ઝોમાટોની આવક

    ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન ઝોમાટોની આવક ત્રિમાસિક ધોરણે 82.7 ટકા વધીને 1,112 કરોડ રૂપિયા થઈ છે, જે સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન 609.4 કરોડ રૂપિયા હતી. કંપનીની એડજસ્ટેડ રેવન્યૂની વાત કરીએ તો વાર્ષિક આધારે 78 ટકા વધીને 1,420 કરોડ રૂપિયા રહી છે. ત્રિમાસિક ધોરણે તે સમાન છે.

    Zomatoની ગ્રોસ ઓર્ડર વેલ્યૂ (Gov) ડિસેમ્બર ત્રિમાસિકમાં વાર્ષિક આધારે 84.5 ટકા વધીને અને ત્રિમાસિક ધોરણે 1.7 ટકા વધીને 5,500 કરોડ રૂપિયા રહી છે.

    કંપનીએ જણાવ્યું કે, "ડિસેમ્બર ત્રિમાસિકમાં કુલ ઓર્ડરની સંખ્યા વાર્ષિક આધારે 93 ટકા અને ત્રિમાસિક ધોરણે 5 ટકા વધી છે. જ્યારે કંપનીની એવરેજ ઓર્ડર વેલ્યૂ (ડિલિવરી ચાર્જને જોડીને) ત્રિમાસિક આધારે 3 ટકા રહી છે. આવું એટલા માટે કે કંપનીએ કસ્ટમર ડિલિવરી ચાર્જ ઘટાડ્યા છે."

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર 1 મહિનામાં 23% તૂટ્યો

    ઝોમાટોનું લિસ્ટિંગ

    ઝોમાટોના શેરનું ગત વર્ષે જુલાઈમાં શેર બજારમાં લિસ્ટિંગ થયું હતું. ઝોમાટોના આઈપીઓની પ્રાઇસ બેન્ડ 72-76 રૂપિયા હતી. ઝોમાટોનો આઈપીઓ 14મી જુલાઈના રોજ ખુલ્યો હતો અને 16મીએ બંધ થયો હતો. ઝોમેટોનું લિસ્ટિંગ (Zomato IPO Listing) અપેક્ષા કરતાં ઘણું સારું રહ્યું હતું. કંપનીનો શૅર BSE પર 116 રૂપિયા પર લિસ્ટ થયો છે, જે ઇશ્યૂ ભાવથી 51.32% એટલે કે 39 રૂપિયા વધારે છે. જ્યારે NSE પર ઝોમેટોના શૅર (Zomato Share)નું લિસ્ટિંગ 116 રૂપિયા પર થયું હતું, જે ઇશ્યૂ પ્રાઇસથી 52.63% એટલે કે 40 રૂપિયા વધારે છે.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય વ્યક્તિગત અથવા જે તે બ્રોકરેજ હાઉસનો છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે ભલામણ કરવામાં આવતી નથી. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips, Zomato

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन