Home /News /business /Zomato Stock: Blinkit સાથે સંભવિત મર્જરના સમાચારથી ઝોમાટોના શેરમાં ઉછાળો

Zomato Stock: Blinkit સાથે સંભવિત મર્જરના સમાચારથી ઝોમાટોના શેરમાં ઉછાળો

ઝોમાટો શેર

Zomato Stock: બ્રોકરેજ ફર્મ HSBC Securities Indiaનું કહેવું છે કે Zomatoમાં Blinkitના સંભવિત મર્જરથી આ ઑનલાઇન ગ્રોસરને ઝોમાટોના ગ્રાહકો સુધી પહોંચ મળી જશે.

    મુંબઇ.Zomato stock: આજે એટલે કે 16 માર્ચના રોજ શરૂઆતના ટ્રેડિંગમાં ઝોમાટોના શેર (Zomato Stock)માં બે ટકાનો વધારો જોવા મળ્યો હતો. મનીકંટ્રોલના સમાચારે આજે આ શેર પર પોતાની અસર બતાવી હતી. ઉલ્લેખનીય છે કે મનીકંટ્રોલે પહેલા જ એવી જાણકારી આપી હતી કે ઝોમાટોએ ઑનલાઇન ગ્રૉસરી પોર્ટલ Blinkit સાથે ભાગીદારી (Zomato Blinkit merger) માટે એક ઑલ સ્ટૉક ડીલ કરી છે. Zomato એ સ્ટૉક એક્સચેન્જને માહિતી આપી છે કે તે Blinkitને પોતાની કેપિટલ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે 15 કરોડ ડૉલરની મદદ કરશે. આ લોન એક અથવા તેનાથી વધારે હપ્તામાં ચૂકવવામાં આવશે. આજે 12:24 વાગ્યે ઝોમાટોનો શેર 0.39 ટકા વધીને 76.24 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે બ્લિન્કિટનું જૂનું નામ ગ્રોફર્સ હતું. ઝોમાટોએ કંપનીના સીનિયર મેનેજમેન્ટને લોન સાથે જોડાયેલી શરતો નક્કી કરવાનો અધિકાર આપ્યો છે. આ લોન વાર્ષિક 12 ટકા કે તેનાથી વધારે વ્યાજ પર આપવામાં આવશે. જેની મુદ્દત એક વર્ષથી વધારે નહીં હોય. આ લોન બ્લિન્કિટની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે.

    બ્લિન્કિટને મળી રહી છે જોરદાર ટક્કર


    ઉલ્લેખનીય છે કે બ્લિન્કિટ ક્વિક સર્વિસ ગ્રોસરી ફોર્મેટમાં વધી રહેલી સ્પર્ધાને પગલે ખૂબ દબાણમાં છે. કંપનીને Zepto અને Swiggyના ઇન્સ્ટામાર્ટ તરફથી જોરદાર ટક્કર મળી રહી છે. આ જ કારણ છે કે કંપનીએ પોતાના કર્મચારીઓની છટણી પણ કરવી પડી હતી. અમુક સ્ટોર્સ બંધ કરવા પડ્યા છે. અમુક વેન્ડર્સને પૈસા ચૂકવવામાં પણ મોડું થયું છે.

    બ્રોકરેજ પેઢીનો અભિપ્રાય


    બ્રોકરેજ ફર્મ HSBC Securities Indiaનું કહેવું છે કે Zomatoમાં Blinkitના સંભવિત મર્જરથી આ ઑનલાઇન ગ્રોસરને ઝોમાટોના ગ્રાહકો સુધી પહોંચ મળી જશે. આ કારણે ઝોમાટો ઓનલાઈન ગ્રોસરી માર્કેટમાં પણ પોતાની પહોંચી વધારી શકશે, જે એક મોટું માર્કેટ છે.

    આ પણ વાંચો: સોનાની કિંમતમાં આજે પણ ઘટાડો, આ કારણે ઘટી રહી છે કિંમત

    'સાબિત થઈ શકે છે ખોટનો સોદો'


    આ જ રીતે બ્રોકરેજ ફર્મ BofA Securitiesનું કહેવું છે કે Blinkit સાથે ઝોમાટોની આ ડીલ નજીકના ભવિષ્યમાં નકારાત્મક સાબિત થશે. BofA Securitiesનું કહેવું છે કે ઝોમાટો તરફથી Blinkitમાં કરવામાં આવનાર મોટું રોકાણ ઝોમાટો માટે ખોટનો સોદો સાબિત થઈ શકે છે. ઝોમાટોનો આ નિર્ણય તેની એક પૂર્વ જાહેરાતની વિરુદ્ધમાં છે જેમાં કંપનીએ કહ્યુ હતું કે તે આગામી અમુક વર્ષો સુધી એક જ બિઝનેસ પર ફોકસ કરવા માંગે છે.

    આ પણ વાંચો: ત્રણ વર્ષમાં 14,000થી વધારે ટકા વધી ચૂક્યો છે આ શેર

    ઝોમાટોના શેરની ધોલાઈ


    ઉલ્લેખનીય છે કે 2022ના વર્ષમાં ઝોમાટોના શેરની ખૂબ જ ધોલાઈ થઈ છે. તાજેતરમાં લિસ્ટ થયેલી ઇન્ટરનેટ અને ટેક આધારિત કંપનીઓનું વેલ્યૂએશન ખૂબ વધારે રહ્યું હતું. જેમાંથી મોટાભાગની કંપનીઓ ખોટમાં ચાલી રહી છે. આ ઉપરાંત દુનિયાભરની કેન્દ્રીય બેંકો તરફથી વ્યાજદરોમાં સંભવિત વધારાને પગલે આ શેર્સ પર ખૂબ દબાણ છે. આ જ કારણ છે કે ન્યૂ એજ ટેક આધારિક કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો છે, જેમાં ઝોમાટોનો શેર પણ સામેલ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Zomato

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन