ઝોમેટોના શેરમાં ફક્ત બે જ દિવસમાં 15 ટકાનો કડાકો બોલી ગયો, રોકાણકારોએ શું કરવું?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Zomato stock: એન્કર ઇન્વેસ્ટર્સ માટે લૉક ઇન સમય સમાપ્ત થઈ રહ્યો હોવાની અને વેચવાલીની અસર ઝોમેટોના શેર પર પડી રહી છે.

 • Share this:
  મુંબઈ: ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોના શેરની (Zomato stock)કિંમતમાં અમુક સેશનમાં આશરે 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેનું કારણે એન્કર ઇન્વેસ્ટર્સ માટે ફરજિયાત લૉક ઇન સમયગાળો (Lock in time) સોમવારે પૂર્ણ થઈ રહ્યાનું છે. જેનાથી કંપનીના શેર્સમાં પ્રોફિટ બુકિંગ (Profit booking in Zomato stock) થઈ રહ્યું છે. માર્કેટમાં વેચવાલી હોવાથી ઝોમેટોના શેર પર દબાણ વધ્યું છે. ઝોમેટોનો શેર મંગળવારે 120.6 રૂપિયા પર આવી ગયો હતો. શુક્રવારે તેની કિંમત 141.2 રૂપિયા હતી. જોકે, મંગળવારે રિકવરી થયા બાદ શેર 125.15 રૂપિયા પર બંધ રહ્યો હતો.

  નિષ્ણાતોનું માનવું છે કે ખોટમાં ચાલી રહેલી કંપનીના માટે સારી સંભાવનાઓ જોતા તેને સારું એવું વેલ્યુએશન મળ્યું છે. જોકે, સ્ટૉક માર્કટેમાં વેચવાલીને પગલે ઝોમેટોનું માર્કેટ કેપ પણ ઘટી ગયું છે. ઝોમેટોનું માર્કેટકેપ 1 લાખ કરોડ રૂપિયાથી ઓછું થઈ ગયું છે. હાલ કંપનીનું માર્કેટ કેપ 97,250 કરોડ રૂપિયા છે.

  જોકે, નિષ્ણાતો લાંબા સમયગાળા દરમિયાન કંપનીનો બિઝનેસ મજબૂત થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. કંપનીના ફંડામેન્ટલમાં કોઈ જ ફેરફાર નથી થયો, આથી રોકાણકારોને પોતાની સ્થિતિ જાળવી રાખવાની સલાહ આપવામાં આવી છે. લિસ્ટિંગ વખતે ઝોમેટોનો શેર 70 ટકા ઉપર ગયો હતો. જેના પગલે કંપનીનું વધુ વેલ્યુએશન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

  ઝોમેટોના શેરનું લિસ્ટિંગ (Zomato Share Listing)

  શૅર બજારમાં ઝોમેટોનું લિસ્ટિંગ (Zomato IPO Listing) અપેક્ષા કરતાં ઘણું સારું રહ્યું હતું. કંપનીનો શૅર BSE પર 116 રૂપિયા પર લિસ્ટ થયો હતો, જે ઇશ્યૂ પ્રાઇસથી 51.32 ટકા એટલે કે 39 રૂપિયા વધારે છે. જ્યારે NSE પર ઝોમેટોના શૅર (Zomato Share)નું લિસ્ટિંગ 116 રૂપિયા પર થયું હતું, જે ઇશ્યૂ પ્રાઇસથી 52.63 ટકા એટલે કે 40 રૂપિયા ઉપર છે. કંપનીના શૅરનો ઇશ્યૂ પ્રાઇઝ 76 રૂપિયા છે.

  આ પણ વાંચો: HDFC Bankના શેરમાં અત્યારે રૂપિયા લગાવવા કે નહીં? જાણો બ્રોકરેજ હાઉસની સલાહ

  Zomato કંપની વિશે

  Zomato કંપની એક Online ફૂડ ડિલિવરી અને રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે. તેનું કાર્ય રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકોને ખોરાક પહોંચાડવાનું છે. આ કંપની સાથે લાખો ફૂડ ડિલિવરી બોય પણ સંકળાયેલા છે. જે એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા કાર્યરત છે. આ ડિલિવરી બોય ગ્રાહકોને માલ પહોંચાડે છે. કંપની તેની એપ્લિકેશન પર રેસ્ટોરન્ટ સમીક્ષા પણ આપે છે. તેમના માટે માર્કેટિંગ પણ કરે છે. નાણાકીય વર્ષ 2018માં કંપનીએ કુલ 487 કરોડની આવક મેળવી હતી. 2020-21માં આવક વધીને 2743 કરોડ થઈ ગઈ છે. પરંતુ, ઓવરઓલ કોરોના કાળને કારણે કંપનીને કુલ રૂ. 2385 કરોડનું નુકસાન થયું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: