દિલ્હી: આ વર્ષે ઝોમેટો (zomato)ના શેરોમાં થયેલા કડાકા બાદ તેની ફેર વેલ્યુએશનને (valuation) લઇને ઘણી ચર્ચા થઇ રહી છે. આ ચર્ચામાં અશ્વથ દામોદરન સામેલ થવાથી તેનું એટ્રેક્શન વધી ગયો છે. દામોદરન વેલ્યુએશન ગુરુ મનાય છે. તે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં ફાઇનાન્સના પ્રોફેસર છે.
ઝોમેટોના શેર (zomato share) દામોદરનના રડાર પર રહ્યા છે. હવે તેમણે શેરની વેલ્યુએશન વધુ ઘટાડી દીધી છે. એક વર્ષ પહેલા તેમણે તેની વેલ્યુએશન 41 રૂપિયા બતાવી હતી. હવે 35 રૂપિયા બતાવી છે. તેમણે 27 જુલાઇએ શેરો તેની ફેર વેલ્યુ પર પહોંચી ગયા બાદ નવી વેલ્યુએશન આપી છે.
તેમણે પોતાના બ્લોગમાં લખ્યું કે, કંપની અને બજાર બદલાયા છે. દરેક શેરની વેલ્યુ 40.79 રૂપિયાથી ઘટીને 35.32 રૂપિયા પર આવી ગઇ છે. ગયા વર્ષથી બેસિક આર્થિક સ્થિતિઓમાં બદલાવ બાદ વેલ્યુમાં પણ બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે, હવે વેલ્યુ માટે કંપનીને કોન્ટ્રિબ્યુશન માર્જિન અને એડઝસ્ટેડ EBITDAને વારંવાર રિપીટ કરવાનું બંધ કરવું પડશે. તેણે વેચાતી વસ્તુની કિંમતની વૃદ્ધિમાં કમી લાવી પડશે.
28 જુલાઇએ કારોબારની શરૂઆતમાં ઝોમેટોના શેરની પ્રાઇઝ 44.85 રૂપિયા હતી. દામોદરનની વેલ્યુએશન અનુસાર, ઝોમેટોના શેરોમાં વધુ 19 ટકાનો ઘટાડો થઇ શકે છે. હાલમાં સ્ટોક માર્કેટમાં લિસ્ટ થનારી ન્યૂ એજ ટેક કંપનીઓમાં ઝોટેટોએ રોકાણકારોના સૌથી વધુ નાણા ડૂબાવ્યા છે.
જો દામોદરનની ગણતરી સાચી સાબિત થશે તો એનો અર્થ એ થશે કે ઝોમેટોના શેર તેની સૌથી ઉચ્ચ સપાટીથી લગભગ 80 ટકા ગગડશે. ઝોમેટો અને આ પ્રકારની બીજી કંપનીઓએ રોકાણકારોને લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.
દામોદરનનું કહેવું છે કે, જો ઝોમેટોના શેરની કિંમત 35 રૂપિયા અથવા તેની નીચે જાય તો તેમાં ખરીદીનો મોકો હશે. તેમણે કહ્યું કે, છેલ્લા બે સપ્તાહ જેવો ઘટાડો આગળ પણ થાય તો આ શેરની કિંમત 35 રૂપિયા સુધી આવી શકે છે. આવું થતાં હું ઝોમેટોના શેર ખરીદીશ. હું મારા પોર્ટફોલિયોના ડયવર્સિફિકેશન માટે આવું કરીશ.
ઝોમેટોને લઇને દામોદરનનું અનુમાન બ્રોકરેજ ફર્મ જેફરીઝથી ઉલટું છે. તેણે આ સપ્તાહની શરૂઆતમાં ઝોમેટોના શેરોમાં ઘટાડો તેજી પહેલાનો ઘટાડો ગણાવ્યો હતો. તેણે ઝોમેટોના શેરો માટે 100 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ આપી છે. તેમનું કહેવું છે કે, ઝોમેટોનો શેર 12 મહિનામાં આ સ્તરે પહોંચી જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર