Home /News /business /

સારા પરિણામોએ Zomatoના શેરમાં પ્રાણવાયુ ફૂંક્યો, હવે આ સ્ટોકમાં શું કરવું જોઈએ?

સારા પરિણામોએ Zomatoના શેરમાં પ્રાણવાયુ ફૂંક્યો, હવે આ સ્ટોકમાં શું કરવું જોઈએ?

શેર માર્કેટ અને બ્રોકરેજ હાઉસો બંનેને પસંદ આવ્યું કંપનીના પહેલા ત્રિમાસિક ગાળાનું પરિણામ, બાય રેટિંગ આપ્યું.

Zomato Share Price: બ્રોકરેજ હાઉસ માને છે કે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીના પરિણામો સારા રહ્યા છે અને ફૂડ ડિલિવરી બિઝનેસનું EBITDA બ્રેક-ઇવન (ન નફો ન નુકસાન)ના સ્તરે પહોંચી ગયું છે, આગામી સમયમાં તેમાં વધુ સુધારો જોવા મળી શકે છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ આજે માર્કેટના શરૂઆતના કારોબારમાં Zomatoના શેરમાં 8 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. જેમ-જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ શેરમાં તેજી વધતી જોવા મળી છે. સવારે 11.03 વાગ્યાની આસપાસ NSE પર Zomatoનો શેર રૂ. 7.15 એટલે કે 15.43 ટકાના વધારા સાથે રૂ. 53.50 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ગઈકાલે કંપનીએ નાણાકીય વર્ષ 2022-23 માટે તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. 30 જૂન, 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીના પ્રદર્શનમાં સુધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીની ખોટ ઘટીને 186 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં રૂ. 359 કરોડ હતી.

    30 જૂન 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 67.44 ટકા વધીને રૂ. 1,413.9 કરોડ થઈ હતી. નોંધનીય છે કે કંપનીનું નામ બદલવાની તૈયારીઓ ચાલી રહી છે અને તેનું નામ Zomato થી ETERNAL કરવામાં આવશે. ચાલો જોઈએ Zomatoના સારા પરિણામો હવે આ સ્ટોક પર બ્રોકરેજ હાઉસનો શું અભિપ્રાય છે.

    Goldman Sachs

    આ બ્રોકરેજ હાઉસે આ સ્ટોક પર બાય રેટિંગ જાળવી રાખીને તેના માટે રૂ.100નો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસે જણાવ્યું હતું કે પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની GMV/આવક અપેક્ષા મુજબ રહી છે જ્યારે નફામાં સુધારો થયો છે. કંપનીના ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં નુકસાન ઘટી રહ્યું છે. આ સાથે હસ્તગત કરેલી કંપની Blinkiyમાં પણ ઝડપી ગ્રોથ જોવા મળી રહ્યો છે.

    Morgan Stanley

    મોર્ગન સ્ટેનલીએ આ સ્ટોક પર તેનું ઓવરવેઇટ રેટિંગ જાળવી રાખીને તેના માટે રૂ. 80નો લક્ષ્યાંક રાખ્યો છે. મોર્ગન સ્ટેનલીને કંપનીના પ્રથમ ત્રિમાસિક પરિણામો પસંદ આવ્યા છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન MTUમાં સારી વૃદ્ધિ જોઈ છે. મોર્ગન સ્ટેન્લી માને છે કે કંપની આગળ જતાં AOV માં સુધારો જોશે.કંપનીના ફૂડ ડિલિવરી સેગમેન્ટનો બિઝનેસ બ્રેક-ઇવન (ન કોઈ નુકશાન, ન કોઈ નફો) સ્તરે પહોંચી ગયો છે. કંપનીનું રીરેટીંગ આગામી ક્વાર્ટરમાં જોવા મળી શકે છે.

    UBS

    UBSએ પણ બાય રેટિંગ જાળવી રાખીને આ સ્ટોક માટે રૂ. 95નો ટાર્ગેટ આપ્યો છે. UBS કહે છે કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીના પરિણામો સારા રહ્યા છે અને ફૂડ ડિલિવરી બિઝનેસનું EBITDA બ્રેક-ઇવન સ્તરે પહોંચી ગયું છે. યુબીએસનું માનવું છે કે કંપનીના કારોબારમાં આગળ જતાં વૃદ્ધિ જોવા મળશે અને તેની ખોટ ત્રિમાસિક ધોરણે ઓછી થતી જોવા મળશે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Share market, Zomato, શેરબજાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन