જૂન ક્વાર્ટરમાં Zomatoની ખોટ વધીને રૂ. 360 કરોડ થઈ, શેર ખરીદવા કે વેચવા પર નિષ્ણાતોએ આપી સલાહ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Zomato Q1 results: ફૂડ ડિલીવરી કંપની Zomatoએ જૂન ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું છે. 30 જૂન 2021ના રોજ પૂર્વ થતાં ત્રણ મહિના દરમિયાન કંપનીનો કૉન્સોલિડેટેટ લૉસ વધીને 356.2 કરોડ રૂપિયા થયો છે.

  • Share this:
    મુંબઈ: ફૂડ ડિલીવરી કંપની ઝોમાટો (Zomato) નફો રળતી થાય તે માટે હજુ રાહ જોવી પડશે. પ્રથમ ત્રણ મહિના દરમિયાન કંપનીની ખોટ 134 કરોડ રૂપિયામાંથી વધીને 360 કરોડ રૂપિયા (Zomato net loss widens to Rs 356 Crore) થઈ છે. જોકે, આ દરમિયાન કંપનીની આવક (Income)માં સારો એવો વધારો થયો છે. કંપનીના માર્કેટ શેરમાં પણ વધારો જોવા મળ્યો છે. હાલ ખર્ચ વધારે હોવાથી કંપનીએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

    જૂન 2021 ક્વાર્ટર દરમિયાન કંપનીનો કુલ ખર્ચ 1259.7 કરોડ રૂપિયા રહ્યો છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન કંપનીનો ખર્ચ 383.3 કરોડ રૂપિયા હતો. આ વખતે કંપનીએ કર્મચારીઓને આપેલા ફાયદા પર 390.7 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 74.7 કરોડ રૂપિયાનો ખર્ચ સ્ટૉ ઇન ટ્રેડની ખરીદી પર પણ ખર્ચ કરવામાં આવ્યા છે. જેના પગલે કંપનીનો ખર્ચ વધી ગયો છે.

    Zomato: જૂન ક્વાર્ટરનું ખોટ રૂ. 356 કરોડ થઈ

    ફૂડ ડિલીવરી કંપની Zomatoએ જૂન ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું છે. 30 જૂન 2021ના રોજ પૂર્વ થતાં ત્રણ મહિના દરમિયાન કંપનીનો કૉન્સોલિડેટેટ લૉસ વધીને 356.2 કરોડ રૂપિયા થયો છે. દીપિન્દર ગોયલની આ કંપનીએ એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 99.8 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. જૂન ક્વાર્ટર દરમિયાન Zomatoની કુલ આવક 844.4 કરોડ રૂપિયા રહી હતી. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીની આવક 266 કરોડ રૂપિયા હતી.

    આ પણ વાંચો: ATMની અંદર રોકડ નહીં હોય તો હવે બેંકને લાગશે પેનલ્ટી! RBIનો નવો નિયમ

    કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, "અમારા અનેક બિઝનેસે સારો વિકાસ કરતા આવકમાં વધારો થયો છે. કોરોના વાયરસના સંક્રમણ છતાં કોર બિઝનેસમાં સારો એવો વિકાસ થયો છે. બીજી તરફ રેસ્ટોરન્ટમાં જઈને ખાનારાઓની સંખ્યા ઘટતા કંપનીને ફાયદો થયો છે."

    Zomato પર અભિપ્રાય (Brokerages on ZOMATO)

    JEFFERIES તરફથી Zomatoના શેરની ખરીદી કરવાનું રેટિંગ આપવામાં આવ્યું છે. તેમના તરફથી શેરનો ટાર્ગેટ 175 રૂપિયા આપવામાં આવ્યો છે. તેમનું કહેવુ છે કે 170 કરોડ રૂપિયાનો Adjusted EBITDA Loss અંદાજ પ્રમાણે રહ્યો છે. તેમણે FY22-24 માટે આવકનો અંદાજ વધારીને 10-20% કર્યો છે.

    Swiggy ફક્ત 15-30 મિનિટમાં કરિયાણું પહોંચાડશે

    ફૂડ ડિલીવરી કંપની Swiggy તરફથી ફક્ત 15-30 મિનિટમાં ગ્રૉસરીની ડિલીવરી (Swiggy grocery delivery) શરૂ કરવામાં આવી છે. સ્વિગીની ઇન્સ્ટન્ટ ગ્રૉસરી ડિલિવરી સર્વિસ (Instant grocery delivery service) ઇન્સ્ટામાર્ટે ઇ-કૉમર્સ માર્કેટ પર પોતાની પકડ મજબૂત બનાવવા માટે પોતાના બિઝનેસનો વિસ્તાર વધાર્યો છે. કંપનીએ ગત વર્ષે બેંગલુરુ અને ગુરુગ્રામમાં Instamartની સેવા શરૂ કરી હતી. રસપ્રદ વાત એ છે કે Swiggyની પ્રતિસ્પર્ધી Zomato કંપની પણ ગુરુગ્રામમાં 7,000 ઘરમાં 15 મિનિટમાં એક્સપ્રેસ ડિલીવરી સેવા (Express delivery system) આપી રહી છે.

    આ પણ વાંચો: આણંદ: રક્ષા બંધન પહેલા ભાઈએ બહેન ગુમાવી, સાસરિયાઓના ત્રાસની આપવીતી વર્ણવી આપઘાત કરી લીધો

    મનીકંટ્રોલને મળેલી માહિતી પ્રમાણે ગુરુગ્રામ અને બેંગલુરુ ઉપરાંત Instamartની સેવા દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ અને નોઇડામાં શરૂ થઈ છે. કંપનીનો દાવો છે કે ગ્રૉસરીનો ઑર્ડર કર્યાની 15-30 મિનિટની અંદર ડિલીવરી કરી દેવામાં આવશે. જોકે, નવા પ્લાન વિશે પૂછવામાં આવતા Swiggy તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: