Home /News /business /

Zomato, PayTM, Nykaa: આ ટેક સ્ટોક્સમાં ક્યારે આવશે તેજી, જાણો એનાલીસ્ટનો મત

Zomato, PayTM, Nykaa: આ ટેક સ્ટોક્સમાં ક્યારે આવશે તેજી, જાણો એનાલીસ્ટનો મત

આ કંપનીના શેરોમાં વર્ષ 2022ની શરૂઆતથી જ ભારે વેચવાલીનો દબદબો રહ્યો છે

આ કંપનીના શેરોમાં વર્ષ 2022ની શરૂઆતથી જ ભારે વેચવાલીનો દબદબો રહ્યો છે. તો હાલ આ શેરોની સ્થિતિ શું છે તેના પર નજર કરીએ.

દિલ્હી: ભારતીય શેરબજાર (Indian Stock Market)માં 28 જુલાઇ, ગુરૂવારે જોરદાર તેજી સાથે પેટીએમ (Paytm), ઝોમેટ (Zomato) અને પીબી ફિનિટેક (Policybazaar) જેવી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી. તો ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોના શેર (zomato Stocks) ગુરૂવારે NSE પર 3.53 ટકા વધારા સાથે બંધ થયા હતા. જ્યારે પોલિસીબઝારના શેર ઇન્ટ્રાડેમાં લગભગ 5 ટકા સુધી વધ્યા હતા. પેટીએમમાં પણ દિવસ દરમિયાન 1 ટકાની તેજી જોવા મળી હતી.

નાયકા (Nyka) અને કારટ્રેડ (Car Trade)ના શેરોમાં પણ ગુરૂવારે સારો વેપાર નોંધાઇ રહ્યો હતો. જોકે, બંને લાલ નિશાન સાથે બંધ થયા હતા. આ કંપનીના શેરોમાં વર્ષ 2022ની શરૂઆતથી જ ભારે વેચવાલીનો દબદબો રહ્યો છે. તો હાલ આ શેરોની સ્થિતિ શું છે તેના પર નજર કરીએ.

ઝોમેટો

ગુરૂવારે ઝોમેટોના શેરોમાં NSE પર 3.53 ટકા તેજી જોવા મળી હતી. આ સપ્તાહની શરૂઆતમાં પહેલા બે દિવસમાં ઝોમેટોના શેરોમાં 23 ટકા જેવો ઘટાડો થયો હતો. જોકે, છેલ્લા બે દિવસોમાં ઝોમેટોના શેરમાં રીકવરી જોવા મળી રહી છે અને આ દરમિયાન આ શેર લગભગ 9.4 ટકા વધ્યા છે.

ઝોમેટોના શેરમાં હજુ 45.50 રૂપિયા છે અને વિદેશી બ્રોકરેજ ફર્મ જેફરીઝે તે 100 રૂપિયા સુધી જઇ શકે તેવું અનુમાન લગાવ્યું છે. ટ્રેન્ડલાઇન પણ આપેલી જાણકારી અનુસાર, ઝોમેટોના શેરને કુલ 17 એનાલિસ્ટ કવર કરી હ્યા છે અને તેમની સરેરાશ ટાર્ગેટ પ્રાઇઝ 84 રૂપિયા છે. તેમાંથી 2એ વેચવાની અને 2 એ હોલ્ડ કરવાની જ્યારે 13એ ખરીદવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: Gold price: સોનાની કિંમતમાં ઉછાળો, શું અત્યારે ખરીદીનો ગોલ્ડન ચાન્સ?

પેટીએમ

વન97 કોમ્યુનિકેશન્સ અનુસાર, પેટીએમના શેર ગુરૂવારે 0.02 ટકા સાથે 714.00 રૂપિયા પર બંધ થયા હતા. પેટીએમએ 12 મે, 2022ના રોજ 510.05 રૂપિયાની પોતાની નીચલી સપાટી જાળવી હતી અને ત્યારથી તેમાં 40 ટકા તેજી આવી ચૂકી છે.

બ્રોકરેજ ફર્મ દોલત કેપિટલના જણાવ્યું અનુસાર, પેટીએમ નફાની તરફ વધી રહ્યું છે અને તેના શેરોમાં હાલની સ્થિતિની સાપેક્ષમાં 90 ટકાની તેજી આવી શકે છે. જોકે, CLSAએ તેનાથી બિલકુલ ઉલટું પેટીએમ શેર પર વેચવાલીની રેટિંગ આપી છે. બ્રોકરેજ જણાવે છે કે, પેટીએમના શેરોમાં હજુ પણ ઘટાડો આવી શકે છે અને તેથી તેણે રૂ. 550 ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે. CLSAએ જણાવ્યું કે આ શેરમાં કોમ્પિટીશન અને લીમીટેડ ગ્રોથ દેખાય છે, સાથે જ તેનું વેલ્યુએશન પણ તર્કસંગત નથી.

પોલિસીબઝાર

પોલિસીબઝારના શેર ગુરૂવારે 0.60 ટકા વધીને 460.80 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. જોકે, દિવસ દરમિયાન તે 454.30 રૂપિયા સુધી પહોંચી ગયા હતા, જે ગત 52 સપ્તાહમાં સૌથી નીચલું સ્તર છે. પોલિસીબઝારે ગત વર્ષે નવેમ્બરમાં 1,470 રૂપિયાનું પોતાનું ઓલ-ટાઇમ હાઇ લેવલ મેળવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં તેમાં લગભગ 70 ટકાનો ઘટાડો થઇ ચૂક્યો છે.

કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટિઝે હાલમાં જ પોલિસીબઝારના શેર 700 રૂપિયા ટાર્ગેટ પ્રાઇઝ સાથે કવર કરવાનું શરૂ કરી દીધું છે. બ્રોકરેજનું કહેવું છે કે, ઘણા વર્ષો સુધીના ગ્રોથની સાથે કંપનીનાં માર્કેટ શેર વધશે. સાથે તેનું યૂનિટ ઇકોનોમિક્સ પણ સુધરશે, જે કંપનીના ઓપરેટિંગ પ્રોફિટ માર્જીનમાં સુધારો લાવશે.

નાયકા

નવા જમાનાની કંપનીઓમાં નાયકા એકમાત્ર નફો કમાતી કંપની છે. નાયકાના શેર ગુરૂવારે NSE પર 2.80 ટકા ઘટીને 1395 રૂપિયાના સ્તરે બંધ થયા. છેલ્લા એક મહીનામાં કંપનીના શેરોની કિંમત 2.27 ટકા નીચે આવી ગઇ છે. ટ્રેન્ડલાઇન અનુસાર, નાયકાના શેરોને કુલ 16 એનાલિસ્ટ કવર કરી રહ્યા છે નઅને તેમની સરેરાશ ટાર્ગેટ પ્રાઇજ 1300 રૂપિયા છે. જે તેના હાલના બજાર ભાવથી પણ 7.20 ટકા ઓછી છે.

કારટ્રેડ

કારટ્રેડના શેર ગુરૂવારે 0.23 ટકાના ઘટાડા સાથે 676.25 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના શેરેમાં છેલ્લા એક મહીનામાં 18.16 ટકાની તેજી આવી છે. જોકે, તે હજુ પણ 1618.00 રૂપિયાના 52 સપ્તાહના હાઇ લેવલથી લગભગ 58 ટકા નીચે વેપાર કરી રહ્યા છે. વિદેશી બ્રોકરેજ ફર્મ નોમુરાએ ગત એપ્રિલમાં કારટ્રેડને 770 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદવાની સલાહ આપી હતી.
First published:

Tags: Business news, Share marcket, Share price

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन