Zomato Q2 results: સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયન ઝોમાટોની આવક (Zomato Revenue) 1,420 કરોડ રૂપિયા રહી છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક સમયગાળાથી 144.9 ટકા વધારે છે.
મુંબઈ: ફૂડ ડિલિવરી કંપની ઝોમાટો (Zomato Q2 results)એ બુધવારે ત્રિમાસિક પરિણામ જાહેર કર્યું હતું. જે પ્રમાણે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ઝોમાટોના શુદ્ધ ખોટમાં 429 કરોડ રૂપિયાનો વધારો (Zomato Loss widens to ₹430 cr) થયો છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ઝોમાટોની ખોટ 229 કરોડ રૂપિયા હતી. જ્યારે જૂન 2021 ત્રિમાસિક દરમિયાન કંપનીને 356 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયન ઝોમાટોની આવક (Zomato Revenue) 1,420 કરોડ રૂપિયા રહી છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક સમયગાળાથી 144.9 ટકા વધારે છે. આ ઉપરાંત જૂન ત્રિમાસિકથી 22.6 ટકા વધારે છે.
ઝોમાટો તરફથી નુકસાન અંગે કહેવામાં આવ્યું છે કે, ફૂડ ડિલીવરી બિઝનેસના વિકાસ માટે કરવામાં આવેલા રોકાણ અને વધારેમાં વધારે ગ્રાહકોને જોડવા માટે કરવામાં આવેલા બ્રાન્ડિંગને પગલે બીજા ત્રિમાસિક દરમિયાન ખોટમાં વધારો થયો છે. ઝોમાટોના શુદ્ધ નફામાં વધારો થયો છે ત્યારે બ્રોકરેજ હાઉસિસનો શું અભિપ્રાય છે તેના પર નજર કરીએ.
GSનો Zomatoના શેર પર અભિપ્રાય
GS તરફથી ઝોમાટોનો શેર ખરીદવાની સલાહ આપવામાં આવી છે. આ માટે 185 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બ્રોકરેજ પેઢીએ FY22 GOV/Revenue અંદાજ 13%/9% વધાર્યો છે. બ્રોકરેજ પેઢીનું કહેવું છે કે ઝોમાટો ઓનલાઇન ફૂડ ડિલીવરીમાં સારી સ્થિતિમાં છે.
MSનો Zomatoના શેર પર અભિપ્રાય
MS તરફથી Zomatoના શેર પર Equal-weight રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ પેઢીએ આ માટે 140 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તેમનું કહેવું છે કે તેની GOV 72.1 કરોડ ડૉલર રહી (+19.2% QoQ, +158.2% YoY) છે. અમારો અંદાજ 59 કરોડ ડૉલર હતો. ફૂડ ડિલીવરીમાં Contribution Marginમાં 1.2%નો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીની શુદ્ધ ખોટ 5.7 કરોડ ડૉલર રહી છે, જે અંદાજ પ્રમાણે છે.
Jefferies તરફથી Zomatoના શેરની ખરીદીની સલાહ આપવાાં આવી છે. આ માટે 170 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરાયો છે. તેમનું કહેવું છે કે બીજા ત્રિમાસિક દરમિયાન MTU & GOV સકારાત્મક રહ્યા છે. મેનેજમેન્ટ હવે તેનું ફોકસ બાયથી બિલ્ડ પર કરતા નૉન કોરથી બહાર નીકળવા માંગે છે. જેણે તેમની આવક અને લૉસ અંદાજને વધારી દીધો હતો.
ઑનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમાટોએ બુધવારે એટલે કે 10 નવેમ્બરના રોજ ત્રણ ભારતીય સ્ટાર્ટઅપ્સ- શિપરકૉટ (Shiprocket), ક્યોરફિટ ( Curefit) અને મેજિકપિન (Magicpin)માં 17.5 કરોડ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. શેર બજારમાં ધમાકેદાર લિસ્ટિંગ સાથે એન્ટ્રી કરનારી ઝોમાટો કંપની હવે પોતાના બિઝનેસમાં વિવિધતા લાવવા માંગે છે. Zomato તરફથી આ મામલે જણાવવામાં આવ્યું કે, આગામી 1-2 વર્ષમાં કંપની 1 અબજ ડૉલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. આ દરમિયાન ક્વિક કૉમર્સ સેક્ટર અને સ્ટાર્ટઅપ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર