દારૂની હોમ ડિલીવરીની તૈયારીમાં Zomato, જાણો શું છે કંપનીનો પ્લાન

દારૂની હોમ ડિલીવરીની તૈયારીમાં Zomato, જાણો શું છે કંપનીનો પ્લાન
ભારતમાં હાલના સમયમાં દારૂની હોમ ડિલીવરી માટે કોઈ કાયદાકીય જોગવાઈ નથી

ભારતમાં હાલના સમયમાં દારૂની હોમ ડિલીવરી માટે કોઈ કાયદાકીય જોગવાઈ નથી

 • Share this:
  નવી દિલ્હીઃ ફૂડ ડિલીવરી એપ ઝોમેટો (Zomato) હવે ભારતમાં આલ્કોહોલ ડિલીવરી (Alcohol Home Delivery) કરવાની તૈયારીમાં છે. રોયટર્સે પોતાના એક રિપોર્ટમાં આ વિશે જાણકારી આપી છે. હાલના સમયમાં દેશભરમાં દારૂની સૌથી વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે. હવે કંપનીની તૈયારી છે કે તેનો લાભ ઉઠાવવામાં આવે. નોંધનીય છે કે લૉકડાઉન (Lockdown Part 3)માં કંપનીએ ગ્રોસરી ડિલીવરીની શરૂઆત કરી દીધી છે. મૂળે, રેસ્ટોરાં બંધ થયા બાદ કંપનીના કારોબાર પર તેની અસર જોવા મળી રહી હતી, ત્યારબાદ ઝોમેટો

  કાયદો શું કહે છે?  હાલમાં દારૂની હોમ ડિલીવરી માટે કોઈ કાયદાની જોગવાઈ નથી. જોકે આલ્કોહોલ ઇન્ડસ્ટ્રી બોડી ઇન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઇન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા સતત આ વાતની માંગ કરી રહી છે કે દારૂની હોમ ડિલીવરીને સરકાર મંજૂરી આપે. મૂળે સરકાર તેની મંજૂરી આપવામાં આવે છે તો ઝોમેટો માટે દારૂની હોમ ડિલીવરીનો રસ્તો સાફ થઈ જશે.

  આ પણ વાંચો, બુદ્ધ પૂર્ણિમા પર બની રહી છે દુર્લભ યુતિ, મળી શકે છે ઉત્તમ ફળ

  ઝોમેટોનું શું કહેવું છે?

  રોયટર્સના ઝોમેટોના CEO મોહિત ગુપ્તાના હવાલાથી લખ્યું છે કે, જો ટેક્નોલોજીની મદદથી દારૂની હોમ ડિલીવરીની કરવામાં આવે છે તો દારૂની જવાબદારીભર્યા વપરાશને પ્રોત્સાહન આપી શકાય છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં દારૂના સેવનની કાયદાકીય ઉંમર 18થી 25 વર્ષની છે. ઝોમેટોએ કહ્યું કે તેઓ તેમને એરિયાને ટાર્ગેટ કરશે જ્યાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઓછું છે.

  આ પણ વાંચો, લૉકડાઉનમાં મહિલાઓ સાથે થતી ઘરેલૂ હિંસામાં ધરખમ વધારો નોંધાયો!
  Published by:News18 Gujarati
  First published:May 07, 2020, 08:22 am

  ટૉપ ન્યૂઝ