Zomato IPO: આજે ઝોમેટોનો શૅર 100 રૂપિયાથી ઉપર થઈ શકે છે લિસ્ટ, જાણો વિશેષજ્ઞોનો મત

Zomato Shares Listing: પોતાના ઇશ્યૂ પ્રાઇઝથી લગભગ 30 ટકા પ્રીમિયમ પર ઝોમેટાના શૅર લિસ્ટ થવાની આશા, ગ્રે-માર્કેટમાં વધ્યું છે પ્રીમિયમ

Zomato Shares Listing: પોતાના ઇશ્યૂ પ્રાઇઝથી લગભગ 30 ટકા પ્રીમિયમ પર ઝોમેટાના શૅર લિસ્ટ થવાની આશા, ગ્રે-માર્કેટમાં વધ્યું છે પ્રીમિયમ

  • Share this:
    નવી દિલ્હી. ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટોના શૅરોનું લિસ્ટિંગ (Zomato Shares Listing) આજે એટલે કે 23 જુલાઈ, 2021ના રોજ થવાનું છે. પહેલા કંપનીના શૅર 27 જુલાઈના રોજ લિસ્ટિંગ થવાના હતા, પરંતુ કંપનીએ તેને પહેલા લિસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે ઝોમેટોના શૅર માર્કેટમાં 100 રૂપિયા પ્રતિ શૅરથી પણ ઉપર લસ્ટ થઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો પોતાના ઇશ્યૂ પ્રાઇઝ (Zomato Share Issue Price)થી લગભગ 30 ટકા પ્રીમિયમ પર ઝોમેટાના શૅર લિસ્ટ થવાની આશા છે. નોંધનીય છે કે, કંપનીના શૅરની ઇશ્યૂ પ્રાઇઝ 76 રૂપિયા છે.

    ગ્રે-માર્કેટમાં વધ્યું છે પ્રીમિયમ

    ઝોમેટોના શૅરની લિસ્ટિંગમાં ઓછામાં ઓછા 15 ટકા પ્રીમિયમની આશા છે. કંપનીના વધુ વેલ્યૂએશન છતાંય છેલ્લા કેટલાક દિવસોથી ગ્રે-માર્કેટમાં પ્રીમિયમ વધ્યું છે. ફિસ્કલ યર 2021ના પહેલા ક્વાર્ટરમાં જુલિયેન્ટના પરિણામ શાનદાર રહ્યા છે, જેનાથી જાણી શકાય છે કે આ સેક્ટરનું સેન્ટીમેન્ટ મજબૂત છે. તેની સાથે જ ઝોમેટો લિસ્ટ થનારી પહેલી ફૂડ ડિલીવરી કંપની છે. ઝોમેટોના શૅરનું લિસ્ટિંગ પહેલા 27 જુલાઈએ થવાનું હતું, પરંતુ હવે તેને વહેલા સૂચિબદ્ધ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે કંપનીના શૅરનું લિસ્ટિંગ 23 જુલાઈએ થઈ શકે છે.

    આ પણ વાંચો, ખુશખબર! હવે સસ્તામાં ભરાવો પેટ્રોલ-ડીઝલ, મળશે 150 રૂપિયાનું કેશબેક, આ રીતે કરો પેમેન્ટ

    માર્કેટ સેન્ટીમેન્ટમાં થયો છે મોટો સુધાર

    લિસ્ટિંગને લઈને ઝોમેટો તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન નથી આવ્યું. કેપિટલ વાયા ગ્લોબલ (CapitalVia Global)ના હેડ રિસર્ચ ગૌરવ ગર્ગે કહ્યું કે, અમારું માનવું છે કે, માર્કેટ સેન્ટીમેન્ટમાં ઘણો સુધાર થયો છે. તેની જાણ પહેલા ક્વાર્ટરના જુલિયન્ટના પરિણામોથી થાય છે. તેમનું માનવું છે કે ગ્રે-માર્કેટથી જે સંકેત મળી રહ્યા છે, તે મુજબ, ઝોમેટોના શૅરનું લિસ્ટિંગ 100 રૂપિયા પ્રતિ શૅરના હિસાબથી થઈ શકે છે, જે યોગ્ય પણ છે.

    આ પણ વાંચો, OMG: 6 મહિનાથી ટીચરને પગાર નહોતો ચૂકવ્યો, ઉઘરાણી કરી તો ઘોડો સોંપી દીધો!



    Zomato કંપની શું કરે છે?

    Zomato કંપની એક Online ફૂડ ડિલિવરી અને રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે. તેનું કાર્ય રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકોને ખોરાક પહોંચાડવાનું છે. આ કંપની સાથે લાખો ફૂડ ડિલિવરી બોય પણ સંકળાયેલા છે. જે એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા કાર્યરત છે. આ ડિલિવરી બોય ગ્રાહકોને માલ પહોંચાડે છે. કંપની તેની એપ્લિકેશન પર રેસ્ટોરન્ટ સમીક્ષા પણ આપે છે. તેમના માટે માર્કેટિંગ પણ કરે છે. નાણાકીય વર્ષ 2018માં કંપનીએ કુલ 487 કરોડની આવક મેળવી હતી. 2020-21માં આવક વધીને 2743 કરોડ થઈ ગઈ છે. પરંતુ, ઓવરઓલ કોરોના કાળને કારણે કંપનીને કુલ રૂ. 2385 કરોડનું નુકસાન થયું છે.
    Published by:Mrunal Bhojak
    First published: