નવી દિલ્હી : જો તમે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના ઇનિશ્યલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઇપીઓથી કમાણી કરવા માંગો છો તો તમારી પાસે શાનદાર અવસર છે. ઝોમેટો આઇપીઓ 14 જુલાઇએ ખુલશે અને 16 જુલાઇએ બંધ થશે. કંપનીના ઇશ્યૂની પ્રાઇઝ બેંડ 72-76 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ દરમિયાન કંપની 9000 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ જાહેર કરશે. જ્યારે 375 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલમાં વેચવામાં આવશે. કંપનીની સૌથી મોટી ઇન્વેસ્ટર ઇંફો એજ છે, જે ઓફર ફોર સેલમાં પોતાના ભાગના સ્ટોક વેચી રહી છે.
ઇંફો એજ પહેલા 750 કરોડ રૂપિયાના શેર વેચવાની હતી, પરંતુ બાદમાં તેણે તેને 50 ટકા ઘટાડીને 375 કરોડ રૂપિયા કરી દીધા છે. સાથે જ કંપનીના કર્મચારીઓ માટે 65 લાખ શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે. ઝોમેટોનો વેપાર ઝડપથી વધી રહ્યો છે. ફિસ્કલ યર 2018માં કંપનીનો ઓર્ડર 3.06 કરોડ હતો, જે ફિસ્કલ યર 2020માં વધીને 40.31 કરોડ સુધી પહોંચી ગયો છે.
કંપનીની સરેરાશ વેલ્યૂ ફિસ્કલ યર 2020માં 279 રૂપિયા હતી, જે ફિસ્કલ યર 2021ના 9 મહીનામાં 398 રૂપિયા થઇ છે. જોકે, આ દરમિયાન ડિસ્કાઉન્ટ 21.7 રૂપિયાથી ઘટીને 7.3 રૂપિયા પર આવી ગયું છે. ગત થોડા મહિનામાં ઝોમેટોની કમાણી સતત વધી રહી છે. ફિસ્કલ યર 2021ની પહેલા 3 મહીનામાં તેની કમાણી 1367 કરોડ રૂપિયા રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર