Home /News /business /Zomato IPO Subscription: કંપનીનો IPO પ્રથમ દિવસે જ ભરાઈ ગયો, રિટેલ હિસ્સો 2.69 ગણો ભરાયો

Zomato IPO Subscription: કંપનીનો IPO પ્રથમ દિવસે જ ભરાઈ ગયો, રિટેલ હિસ્સો 2.69 ગણો ભરાયો

પ્રતીકાત્મક તસવીર

Zomato IPO Subscription Day 1: નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો પણ 13 ટકા ભરાયો છે. જ્યાકે ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સનો હિસ્સો 98 ટકા ભરાયો છે.

Zomato IPO Subscription: ઝોમાટોના IPO રોકાણકારો તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે. કંપનીનો ઇશ્યૂ પ્રથમ દિવસે જ સંપૂર્ણ ભરાય ગયો છે. 14 જુલાઈના રોજ પ્રથમ દિવસે ઝોમાટોનો ઇસ્યૂ (Zomato IPO fully subscribed) 1.05 ગણો ભરાયો છે. કંપનીના 71.92 કરોડ ઇક્વિટી સામે 75.60 કરોડ ઇક્વિટી શેરની બોલી લગાવવામાં આવી છે. રિટેલ રોકાણકારો (Retail investors) માટે અનામત હિસ્સો 2.69 ગણો ભરાયો છે. ઇશ્યૂ શરૂ થતાની સાથે જ રિટેલ હિસ્સો ગણતરીની મિનિટોમાં ભરાઈ ગયો હતો.

નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો પણ 13 ટકા ભરાયો છે. જ્યાકે ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સનો હિસ્સો 98 ટકા ભરાયો છે. જ્યારે કંપનીના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 18 ટકા ભરાયો છે. ઝોમાટોએ રિટેલ રોકાણકારો માટે 10 ટકા હિસ્સો અનામત રાખ્યો છે. કંપનીની ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ 72-76 રૂપિયા છે. ઝોમાટોએ 13 જુલાઈના રોજ 186 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 4196.51ક રોડ રૂપિયા એકઠા કરી લીધા છે. કંપની બાકીની રકમ IPO મારફતે મેળવશે. કંપનીનો IPO 14 જુલાઈનો રોજ ખુલ્યો છે અને 16 જુલાઈના રોજ બંધ થશે. કંપનીએ 9,375 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ જાહેર કર્યો છે. જેમાં કંપની 375 કરોડ રૂપિયા ઑફર ફૉર સેલના માધ્યમથી એકઠા કરશે.

આ પણ વાંચો:  બાબા રામદેવની મોટી જાહેરાત! બહુ ઝડપથી લાવીશું પતંજલિનો IPO

Zomato IPO ભરવો કે નહીં?

ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેટ પર આધારિક બિઝનેસ ધરાવતી કંપનીનો આ પ્રથમ આઈપીઓ છે. ઝોમાટો દેશની સૌથી મોટી ફૂડ ડિલીવરી કંપની છે. ઝોમાટો પર 3.5 લાખ રેસ્ટોરન્ટ નોંધાયેલી છે. વર્ષ 2008માં Foodie Bay નામ કંપની શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2010માં તેનું નામ બદલીને Zomato કરવામાં આવ્યું હતું. કંપનીના દર મહિને 4.15 કરોડ સક્રિય ગ્રાહક છે. ફૂડ ડિલીવરીથી કંપનીને 85-90% આવક થાય છે. કંપની રેસ્ટોરન્ટ પાસેથી કમીશન અને ગ્રાહક પાસેથી ડિલીવરી ચાર્જ વસૂલ કરે છે. IPO પછી કંપની પાસે 15,000 કરોડ રૂપિયાની કેશ હશે.

આશીષ વર્માનું કહેવું છે કે ZOMATO દેશની દિગ્ગજ ફૂડ ડિલીવરી કંપની છે. નાણાકીય વર્ષ 2020-21ના અંતમાં તેની સાથે 3.9 લાખ એક્ટિવ રેસ્ટોરન્ટ નોંધાયેલી હતી. નાણાકીય વર્ષ 21ના અંતમાં 1.7 લાખ એક્ટિવ ડિલીવરી પાર્ટનર હતા. દેશની ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં તેની ભાગીદારી 45 ટકા છે. કંપનીનું નુકસાન 2400 કરોડ રૂપિયાથી ઓછું થઈને 490 કરોડ રૂપિયા થયું છે. કંપનીની ફૂડ ડિલીવરી બિઝનેસ નફામાં ચાલી રહ્યો છે. ફૂડ એગ્રીગ્રેટરની GoV 24 ટકા વધવાની આશા છે. ઝોમાટોનું વેલ્યુએશન વધારે છે પરંતુ ટકાઉ છે. સારી માર્કેટ પોઝિશન અને પ્લેટફૉર્મને કારણે કંપની ખાસ બની રહી છે.

આ પણ વાંચો: કમાણી કરવાનો ગોલ્ડન ચાન્સ, 16 જુલાઇએ ઓપન થઈ રહ્યો છે આ ફાર્મા કંપનીનો IPO

નીરજ બાજપેયીનું કહેવું છે કે, કંપની IPOથી થોડા સમય પહેલા નુકસાનમાં રહી છે. કંપનીએ 9M FY21માં નફો કર્યો છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં અનેક એન્ટ્રી બેરિયર છે. કર્મચારી, માર્કેટિંગ ખર્ચ ખૂબ વધારે છે. ગ્રાહક કોઈ પણ પ્લેટફોર્મમાં સ્વિચ કરી શકે છે. ડિલીવરી પાર્ટનર પર સ્વિચ કરી શકે છે. સરકાર ડિલીવરી પાર્ટનરને સોશિયલ સિક્યુરિટી આપવાનું કહી શકે છે. આ ઉપરાંત કંપનીએ મજબૂત પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવાનો છે. ગ્રાહકોની સરખામણીમાં Swiggy તેની બરાબર છે. Amazon તરફથી પણ સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત એમેઝોન પ્રાઇમ મેમ્બર્સને ફ્રી ડિલીવરી આપી રહ્યું છે. દેશમાં એમેઝોનના એક કરોડ પ્રાઇમ મેમ્બર્સ છે.

આ પણ વાંચો: ભરતસિંહ સોલંકીની નોટિસનો પત્ની રેશ્મા પટેલે આપ્યો જવાબ, 'આજે પણ એક સારી પત્ની તરીકે રહેવા તૈયાર'

HEM SECURITIESના આસ્થા જૈન કહે છે કે આઈપીઓમાં પૈસા લગાવી શકાય છે. કંપની પાસે મજબૂત ડિલીવરી નેટવર્ક છે. ફૂડ ડિલીવરીમાં સૌથી મોટો માર્કેટ શેર છે. ચાર વર્ષથી માર્કેટ શેર સતત વધી રહ્યો છે. કંપની બહુ ઝડપથી નફામાં આવી શકે છે. કંપનીની ભવિષ્ય ઉજ્જવળ લાગી રહ્યું છે.

MOTILAL OSWAL અને KR CHOKSEY તરફથી લિસ્ટિંગ ગેન માટે આઈપીઓ ભરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે CHOICE BROKINGનો મત છે કે સતર્કતા સાથે પૈસા લગાવવા. અરિહંત કેપિટલ, આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ અને હેમ સિક્યોરિટીઝે આઈપીઓ ભરવાની સલાહ આપી છે.
(Disclaimer: માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ બજાર રિસ્ક જોખમોને આધિન છે. રોકાણકારો નાણા રોકતાં પહેલા એક્સપર્ટની સલાહ લે. News18 ગુજરાતી તરફથી કોઈને પણ નાણા રોકવાની સલાહ નથી આપવામાં આવતી.)
First published:

Tags: BSE, IPO, Market, NSE, Zomato