Zomato IPO allotment status: જો તમે પણ ઝોમેટોના આઇપીઓ (Zomato IPO)માં પૈસા લગાવ્યા છે તો આ તમારા માટે કામના સમાચાર છે. આજથી તમે કંપનીના શૅરના અલોટમેન્ટ (Zomato IPO share allotment status) ચેક કરી શકો છો. અલોટમેન્ટ સ્ટેટસ ચેક કરતાં જાણવા મળશે કે તમને ઝોમેટોન શેર લાગ્યા છે કે નહીં. જો આપને શૅર નહીં લાગ્યા હોય તો આપની ફ્રીઝ કરવામાં આવેલી રકમ આપને પરત મળી જશે. તમે બે પદ્ધતિ અપનાવી શૅરનું અલોટમેન્ટ ચેક કરી શકો છો.
ઝોમેટોનો ઇશ્યૂ અંતિમ દિવસ સુધી 40.4 ગણો સબ્સક્રાઇબ થયો હતો. આ ભારતનો સૌથી મોટા IPO પૈકીનો એક હતો અને તેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઝોમેટો પોતાના ઇશ્યૂથી 9375 કરોડ રૂપિયા એકત્ર કરી રહી છે.
રજિસ્ટ્રારની વેબસાઇટથી ચેક કરો અલોટમેન્ટ
>> સૌથી પહેલા રજિસ્ટ્રાર વેબસાઇટ https://linkintime.co.in/MIPO/Ipoallotment.htmlની મુલાકાત લો.
>> વેબસાઇટ ખોલ્યા બાદ તેમાં IPO (Zomato) પસંદ કરો.
>> જો તમે એપ્લિકેશન નંબર પસંદ કરો છો તો તમારે NON-ASBA અથવા ASBA પસંદ કરો અને એપ્લિકેશન નંબર દાખલ કરો.
DPID/ ક્લાઇન્ટ ID પસંદ કરવાના કેસમાં NSDL/CDSL પસંદ કરો અને DPID અને ક્લાઇન્ટ ID દાખલ કરે. PAN કાર્ડના કેસમાં ફક્ત પાન કાર્ડ દાખલ કરો.
>> જે બાદમાં આપેલો કેપ્ચા દાખલ કરો. સબમિટ બટન દબાવતા જ તમને શેર ફાળવવામાં આવ્યા છે કે નહીં તેની માહિતી દેખાશે.
નોંધનીય છે કે, કંપની શૅરોનું અલોટમેન્ટ 22 જુલાઈ એટલે આજે કરશે .જો આપના ખાતામાં શૅર નથી આવ્યા તો આપના પૈસા 23 જુલાઈ સુધીમાં ખાતામાં ફ્રીઝથી હટી જશે. અલોટમેન્ટ બાદ જો આપને શૅર લાગ્યા છે તો તે આપના ડીમેટ અકાઉન્ટમાં 26 જુલાઈએ જોવા મળશે. ઝોમેટાના શૅરનું લિસ્ટિંગ 27 જુલાઈના રોજ થવાનું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર