નવી દિલ્હી. આજથી ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનો આઇપીઓ (Zomato IPO) રોકાણ માટે ઓપન થઈ ગયો છે. Zomato પોતાના આઇપીઓ (Zomato IPO GMP)ના માધ્યમથી 9,375 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. ફૂડ કંપનીના આઇપીઓ માટે 16 જુલાઈ સુધી અરજી કરી શકાય છે. જો તમે ઝોમેટોના આઇપીઓમાં રોકાણ કરવા માંગો છો તો (How to buy Zomato IPO) અમે આપને તેની સરળ પ્રોસેસ જણાવી રહ્યા છીએ...
આ પ્લેટફોર્મથી કરી શકો છો રોકાણ
જો તમે ઝોમેટોના આઇપીઓમાં રોકાણ કરવા માંગો છો તો Upstox, Zerodha જેવા અનેક બીજા બ્રોકિંગ ફર્મ અને પ્લેટફોર્મના માધ્યમથી IPOમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અહીં ખરીદવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.
>> Upstox એપ્લીકેશન કે વેબસાઇટ પર પોતાના ક્રેડન્શિયલની સાથે લોગ-ઇન કરો. >> તે IPOને સિલેક્ટ કરો, જેમાં તમે રોકાજ્ઞ કરવા માંગો છો અને એક IPO એપ્લિકેશન બનાવો. >> પ્રાઇઝ બેન્ડની અંદર મહત્તમ 3 બિડ એડ કરો. >> પોતાની એપ્લિકેશનને કન્ફર્મ કરો. >> UPI મેન્ડેટને એક્સેપ્ટ કરો અને પોતાની મોબાઇલ UPI પર ફંડ બ્લોક કરો. " isDesktop="true" id="1114154" >
ડિજિટલ બ્રોકરેજ પ્લેટફોર્મ Paytm Money પણ હવે યૂઝર્સને માર્કેટમાં IPO ખોલતાં પહેલા ઇશ્યૂ માટે અરજી કરવાનો વિકલ્પ આપે છે. Zomatoના IPO આ ફીચરની સાથે Paytm Money પર લૉન્ચ થનારો પહેલો IPO છે અને છેલ્લા બે દિવસમાં પ્લેટફોર્મને પહેલા જ હજારો ઓર્ડર મળી ચૂક્યા છે.
Zerodhaના માધ્યમથી Zomato IPOમાં કરો રોકાણ...
>> મોબાઇલ એપમાં લોગ ઇન કરો અને કન્સોલ હેઠળ IPO ઓપ્શન પસંદ કરો. >> તે IPO સિલેક્ટ કરો, જેમાં તમે રોકાણ કરવા માંગો છો. >> BHIM એપથી પોતાનો UPI આઇડી નાખો. >> પોતાની એપ્લિકેશન માટે ઇન્વેસ્ટર ટાઇપ સિલેક્ટ કરો અને કંપની તરફથી જાહેર કરેલા લોટ સાઇઝ એન્ટર કરો. >> શેર અલોટમેન્ટની વધુ શક્યતા માટે કટ-ઓફ-પ્રાઇઝ પર ટિક કરો. >> કન્ફર્મ કરો અને સબમિટ કરો. આપની BHIM UPI એપ પર IPOની સાથે આગળ વધવા માટે મેન્ડેટ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર