મુંબઈ. જો તમે આ મહિને શેરબજારમાં રોકાણ (Stock Market Investment) કરવાનું વિચારી રહ્યા છો, તો તમને ટૂંક સમયમાં ખાસ તક મળી શકે છે. જેનાથી તમે ઊંચું વળતર (Stock Return) મેળવી શકો છો. ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો (Zomato) ચાલુ મહિને IPO લાવી શકે છે. માર્કેટ રેગ્યુલટર સેબી (SEBI)એ Zomato IPOને ગયા અઠવાડિયે જ લીલીઝંડી આપી હતી. ઝોમાટો 8.7 અબજ ડોલરના લિસ્ટિંગ વેલ્યુએશનની આશા રાખે છે.
ઇકોનોમીક ટાઈમ્સના સમાચાર મુજબ, કંપનીનો IPO સબસ્ક્રિપ્શન માટે 19 જુલાઈએ ખુલે તેવી શકયતા છે. જે 22 જુલાઈ સુધી ખુલ્લો રહેશે. IPOમાં શેરની કિંમત 70થી 72 રૂપિયાની હોઈ શકે છે.
19થી 22 જુલાઈ સુધી રહી શકે ઓપન
સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, 21મી જુલાઈએ બકરી ઈદના કારણે બજાર બંધ રહેશે તેથી ઝોમેટોએ આ ઈશ્યુની યોજના 19થી 22 જુલાઈ સુધી ઘડી છે. આ ઓફર કંપનીના સૌથી મોટા શેરધારકોમાંથી એક ઇન્ફો એજના ટકા ઇસ્યુ (9 હજાર કરોડ) અને ઓફર ફોર સેલ(375 કરોડ)નું મિશ્રણ રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ IPO માટે ફ્રેશ ઈશ્યુને વધારીને 1.2 અરબ ડોલર કરી દેવાયું છે. બીજી તરફ ઓફર સેલ પોર્શનને 50 ટકાથી ઘટાડીને 50 અરબ ડોલર કરવામાં આવી છે. ઝોમેટો તરફથી જાહેર ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ(DRHP) મુજબ કંપની 7875 કરોડ રૂપિયા એકઠા કરવા ઈશ્યુ જાહેર કરશે. જેમાંથી 7500 કરોડ ફ્રેશ ઈશ્યુ હશે. બાકીના 385 કરોડ વર્તમાન રોકાણકાર કંપની ઇન્ફો એજ વેચશે.
કંપનીએ ઓફર સેલ ઘટાડયો
કંપનીના સૌથી મોટા રોકાણકાર ઈન્ફો એજે વેચાણ માટેની ઓફર ઘટાડીને અડધી કરી દીધી છે. કંપની અગાઉ ઝોમાટોના ઇશ્યૂમાં 750 કરોડ રૂપિયાના વેચાણ માટેની ઓફર લાવવાની હતી. જોકે, હવે કંપનીએ તેને ઘટાડીને 375 કરોડ કરી દીધી છે.
નાણાંકીય વર્ષ 2020માં ઝોમેટોની આવક 2,486 કરોડ રૂપિયા હતી. કોરોનાને કારણે તેની ખોટ વધીને રૂ. 2,451 કરોડ થઈ છે. ફૂડ ડિલિવરી અને રેસ્ટોરેન્ટ એગ્રીગેટર પ્લેટફોર્મની સ્થાપના ગોયલ અને પંકજ ચડડાએ 2008માં ફૂડિબે તરીકે કરી હતી. ત્યારબાદ 18 જાન્યુઆરી 2010ના રોજ તેનું નામ ઝોમેટો રાખવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર