Zomato IPO: શું તમને ઝોમાટોના શેર નથી મળ્યાં? તો અત્યારે પણ કરી શકો રોકાણ, જાણો કેવી રીતે

Zomato કંપની એક Online ફૂડ ડિલિવરી અને રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે. તેનું કાર્ય રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકોને ખોરાક પહોંચાડવાનું છે.

Zomato કંપની એક Online ફૂડ ડિલિવરી અને રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે. તેનું કાર્ય રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકોને ખોરાક પહોંચાડવાનું છે.

 • Share this:
  નવી દિલ્હી: જો તમને ઝોમેટો આઇપીઓમાં (Zomato IPO) શેર્સ નથી મળ્યા તો નિરાશ થવાની જરૂર નથી. તમે હાલના સ્તરે પણ આ સ્ટોકમાં રોકાણ (Investment in shares) કરી શકો છો. અથવા જો તમને કોઈ ડીપમાં તક મળે તો આ શેરમાં રોકાણ કરી શકો છો. આગળ, આમાં 15-20 ટકાનો ઉછાળો જોઇ શકાય છે.

  મનીકોન્ટ્રોલ સાથેની વાતચીતમાં મોતીલાલ ઓસ્વાલના સ્નેહા પોદ્દારના (Sneha Poddar) જણાવ્યા અનુસાર, શુક્રવારે ઝોમાટો આઇપીઓનાં એક્સચેન્જ પર 53 ટકાના જબરદસ્ત પ્રીમિયમ સાથે રૂ .166 માં લિસ્ટેડ હતો. ઇન્ટ્રાડેમાં, તે રૂ .138 હાઇ સપાટી પર ગયો અને કારોબારના અંતે રૂ. 125ની આસપાસ બંધ થયો હતો.

  આગામી દિવસોમાં પણ સારું પ્રદર્શન દેખાશે

  જોમાટોનું આ શાનદાર પ્રદર્શન ચાલુ રહી શકે છે કારણ કે, તે ભારતમાં તેનો એક ખાસ વ્યવસાય છે. કંપની પાસે માત્ર એક જ મજબૂત હરીફ છે. આ સિવાય દેશમાં આવા ધંધાનો વિકાસ થવાની વિશાળ સંભાવના છે, જેનો ફાયદો કંપનીને આગળ જતા થશે. આ વાતચીતમાં, તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા એક વર્ષમા, ઝોમાટોએ ભારતમાં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી ફૂડ એન્ડ ડ્રિંક એપ્લિકેશન છે.

  જો વેક્સીનેશન સર્ટીફિકેટમાં ભૂલ છે તો CoWin Portal પર જાતે જ સુધારી શકાય છે, એકદમ સરળ છે રીત

  આઈપીઓ માર્કેટમાં બ્રોડ ગ્રોથ સંભવિત

  કંપની ઘણી સંભાવના સાથે બજારમાં કારોબાર કરી રહી છે. ચાલો તમને જણાવીએ કે, ભારતના કુલ ફૂડમાંથી માત્ર 8-9 ટકા રેસ્ટોરાંમાંથી આવે છે અને આમાંથી માત્ર 8 ટકા લોકો ઓનલાઈન ફૂડ ડિલિવરી પસંદ કરે છે. આ રીતે, અત્યારે આ બજારમાં વિશાળ વિકાસની વિશાળ સંભાવના છે. તેમણે વધુમાં કહ્યું કે, પહેલ કરવાનો ફાયદો ઝોમેટોને છે. આ સિવાય વધતા ધંધા સાથે કંપનીનું નુકસાન ઘટતું જણાય છે. જોકે આ સમયે કંપનીના ભાવિ વિકાસ વિશે કંઇ પણ કહેવું મુશ્કેલ છે, પરંતુ લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી, તે સારો શેર સાબિત થઈ શકે છે.

  વડોદરા PIની પત્ની સ્વિટી પટેલની હત્યાનો કેસ ક્રાઇમ બ્રાંચે આ રીતે ઉકેલ્યો, જાણો તમામ વિગતો  નોંધનીય છે કે, Zomato કંપની એક Online ફૂડ ડિલિવરી અને રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે. તેનું કાર્ય રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકોને ખોરાક પહોંચાડવાનું છે. આ કંપની સાથે લાખો ફૂડ ડિલિવરી બોય પણ સંકળાયેલા છે. જે એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા કાર્યરત છે. આ ડિલિવરી બોય ગ્રાહકોને માલ પહોંચાડે છે. કંપની તેની એપ્લિકેશન પર રેસ્ટોરન્ટ સમીક્ષા પણ આપે છે. તેમના માટે માર્કેટિંગ પણ કરે છે. નાણાકીય વર્ષ 2018માં કંપનીએ કુલ 487 કરોડની આવક મેળવી હતી. 2020-21માં આવક વધીને 2743 કરોડ થઈ ગઈ છે. પરંતુ, ઓવરઓલ કોરોના કાળને કારણે કંપનીને કુલ રૂ. 2385 કરોડનું નુકસાન થયું છે.
  Published by:Kaushal Pancholi
  First published: