Home /News /business /Zomato Insta: હવે 30 નહીં, ફક્ત 10 મિનિટમાં તમારા ઘરના દરવાજા સુધી જમવાનું પહોંચાડશે ઝોમાટો!

Zomato Insta: હવે 30 નહીં, ફક્ત 10 મિનિટમાં તમારા ઘરના દરવાજા સુધી જમવાનું પહોંચાડશે ઝોમાટો!

ઝોમાટો શેર

Zomato Insta: ઝોમાટોના સ્થાપક દીપિન્દર ગોયલના જણાવ્યા પ્રમાણે, તેમની ફટાફટ ડિલિવરીનું વચન ફિનિશિંગ સ્ટેશનો પર નિર્ભર કરે છે, જે વધારે માંગ વાળા ગ્રાહકોના એરિયાની નજીક આવેલા છે.

  નવી દિલ્હી: ઓનલાઈન ફૂડ ડિલિવરી (Food delivery service)સર્વિસ પ્રોવાઇડર Zomato કરિયાણા ડિલિવરી કંપનીઓના પગલે ચાલવાનો પ્રયાસ કરી રહી છે. આ જ કારણ છે કે કંપનીએ હવે તેના ગ્રાહકોને ફક્ત 10 મિનિટમાં ડિલિવરી કરવાની યોજના બનાવી છે. કંપનીના સ્થાપક દીપિન્દર ગોયલે (Zomato CEO Deepinder Goyal) 21 માર્ચના રોજ એક બ્લોગમાં આ માહિતી આપી છે. ગોયલે કહ્યુ કે, "મને લાગે છે કે Zomatoનો 30 મિનિટનો સરેરાશ ડિલિવરીનો સમય ખૂબ વધારે છે. અમે બહુ ઝડપથી આ પ્રથામાંથી બહાર નીકળી જઈશું. જો અમે તેને નહીં બદલીએ તો અન્ય કોઈ વ્યક્તિ કરશે."

  ગોયલે કહ્યુ કે, "ટેક્નોલોજી ઉદ્યોગમાં ટકી રહેવા માટે એકમાત્ર રીત નવીનવતા લાવવી અને આગળ વધવું છે. આથી અમે હવે અમારી 10 મિનિટની ફૂડ ડિલિવરી ઑફરિંગ- Zomato Insta સાથે આવી રહ્યા છીએ."

  10 મિનિટના મૉડલમાં કિંમત પણ ઓછી હશે


  દીપિન્દર ગોયલના જણાવ્યા પ્રમાણે, તેમની ફટાફટ ડિલિવરીનું વચન ફિનિશિંગ સ્ટેશનો પર નિર્ભર કરે છે, જે વધારે માંગ વાળા ગ્રાહકોના એરિયાની નજીક આવેલા છે.

  કંપની આ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ડિશ-લેવલ ડિમાન્ડ પ્રિડિક્શન અલ્ગોરિધમ અને ઇન-સ્ટેશન રોબોટિક્સ પર નિર્ભર રહેશે. જેનાથી એવું સુનિશ્ચિત કરી શકાય કે ડિલિવરી પાર્ટનર તરફથી પસંદગી પામવા પર ખાવાનું તાજું અને ગરમ હોય.

  ઝોમાટો બેસ્ટસેલર આઈટમ પોતાના ફિનિશિંગ સ્ટેશનો પર લગભગ 20-30 ડિશ પાર્ટનર્સ રેસ્ટોરન્ટ્સ પાસે પૂર્વાનુમાન પ્રમાણે રાખશે. ઝોમાટોએ એવો પણ દાવો કર્યો છે કે 10 મિનિટના મૉડલનું પાલન કરવાથી વસ્તુઓની કિંમત પણ ઓછી થઈ જશે.

  ગોયલે કહ્યુ કે, "હાઈપરલોકલ સ્તર પર માંગની ભવિષ્યવાણીને પગલે અમે આશા રાખીએ છીએ કે ગ્રાહકો માટે કિંમતમાં ખૂબ ઘટાડો થશે. જ્યારે અમારી પાર્ટનર રેસ્ટોરન્ટ્સની સાથે સાથે અમારા ડિલિવરી પાર્ટનર્સ માટે માર્જિન અને કમાણી પહેલાની જેમ રહેશે." ઝોમાટો એપ્રિલ મહિનાથી ગુરુગ્રામમાં ચાર સ્ટેશનો સાથે આ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરશે.

  આ પણ વાંચો: Blinkit સાથે સંભવિત મર્જરના સમાચારથી ઝોમાટોના શેરમાં ઉછાળો

  ઝોમાટોનું રોકાણ


  આ જાણકારી એવા સમયે આવી છે જ્યારે ઝોમાટો ફૂડ ટેક અને રોબોટિક્સ સ્ટાર્ટઅપ્સમાં મોટું રોકાણ કરી રહી છે. ગત અઠવાડિયે ઝોમાટોએ રોબોટિક્સ કંપની મુકુંદ ફૂડ્સમાં પાંચ મિલિયન ડૉલરના રોકાણની જાહેરાત કરી છે, જે રેસ્ટોરન્ટ માટે ભોજન તૈયાર કરવા માટે સ્માર્ટ રોબોટિક ડિવાઇસ ડિઝાઇન અને ઉત્પાદન કરે છે. આ પહેલા ઝોમાટોએ એડ ટેક ફર્મ એન્ડોમો અને B2B સૉફ્ટવેર પ્લેટફોર્મ અર્બપાઇપર ટેક્નૉલોજીમાં રોકાણ કર્યું હતું.

  આ પણ વાંચો: Paytm, Zomato અને અન્ય IPOમાંથી મળેલા આ પાઠ યાદ રાખો

  ઝોમાટો શેર


  સોમવારે ઝોમાટોનો શેર NSE પર 0.65 રૂપિયા (0.80%) ઘટીને 80.20 રૂપિયા પર બંધ રહ્યો હતો. ન્યૂ એજ ટેક્નોલોજી કંપનીઓના શેર છેલ્લા થોડા મહિનાઓથી દબાણ હેઠળ છે. જે અંતર્ગત ઝોમાટો શેરની કિંમતમાં પણ ઘટાડો થયો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Share market, Stock market, Zomato, ખોરાક

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन