Zomato Food Delivery: ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી ડિલિવરીની સુવિધા આપે છે Zomato, આવી રીતે લો લાભ

પ્રતિકાત્મક તસવીર

Zomato Food Delivery: ફૂડ ડિલિવરી કંપની Zomato તેના કેટલાક ખાસ યુઝર્સ માટે Zomato Pro Plus મેમ્બરશિપ લોન્ચ કરવા જઈ રહી છે. Zomato Pro Plusની મેમ્બરશિપ સિલેકટેડ યુઝર્સને ઇનવાઈટના માધ્યમથી મોકલવામાં આવશે. આ જાણવા માટે યુઝર્સએ એપ ખોલીને તપાસ કરવી પડશે.

  • Share this:
Zomato દ્વારા ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી ડિલિવરીનો વિકલ્પ આપતો લિમિટેડ એડિશન પ્લાન લોન્ચ કરાયો છે. આ પ્લાન અંગે Zomatoના કો-ફાઉન્ડર દિપિંદર ગોયલે ટ્વિટ કરી જાણકારી આપી હતી. તેમણે ગ્રાહકોને Zomato Pro Plus મેમ્બરશીપ લેવાનો આગ્રહ કર્યો હતો. દિપિંદર ગોયલે લખ્યું હતું કે, આ સુવિધા યુઝર્સ માટે શાનદાર ફાયદા લઈને આવશે. તો ચાલો, Zomatoની આ ઓફર અંગે જાણીએ

Zomatoના દિપિંદર ગોયલે ટ્વિટર પર કહ્યું હતું કે, અમારી પાસે 1.8 મિલિયન Zomato pro સભ્યો છે. અમારા ગ્રાહકોએ અનલિમિટેડ ફ્રી ડિલિવરીની માંગ કરી હતી. જેથી થોડી કલાકોમાં જ અમે સિલેકટેડ ગ્રાહકો માટે અમારી લિમિટેડ એડિશન પ્રો પ્લસ મેમ્બરશીપ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.

આવી રીતે લઈ શકો છો અનલિમિટેડ ફ્રી ડિલિવરીનો લાભ
ફૂડ ડિલિવરી કંપની Zomato તેના કેટલાક ખાસ યુઝર્સ માટે Zomato Pro Plus મેમ્બરશિપ લોન્ચ કરવા જઈ રહી છે. Zomato Pro Plusની મેમ્બરશિપ સિલેકટેડ યુઝર્સને ઇનવાઈટના માધ્યમથી મોકલવામાં આવશે. આ જાણવા માટે યુઝર્સએ એપ ખોલીને તપાસ કરવી પડશે.

આ પણ વાંચોઃ-BSNLની દમદાર બ્રોડબેન્ડ સર્વિસઃ માત્ર રૂ.299માં મળશે 100GB ડેટા, જાણો કેવી રીતે મળશે ફાયદો

41 શહેરમાં શરૂ કરાઈ સેવા
Zomato એડિશન બ્લેક ક્રેડિટ કાર્ડ હોલ્ડરને આપોઆપ Zomato Pro Plusમાં અપગ્રેડ કરવામાં આવશે. સામાન્ય યુઝર્સને Zomato એપથી Pro Plus અપગ્રેડ ખરીદવું પડશે. Zomato પ્રો પ્લસ મેમ્બરશીપ Zomato પ્રો મેમ્બરશીપની સુવિધા આપે છે, જે દેશના 41 શહેરોમાં ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃ-Googleનો મોટો ફેરફાર! 27 સપ્ટેમ્બર બાદ આ એન્ડ્રોઈડ સ્માર્ટફોન ઉપર નહીં ચાલે Youtube, Gmail

શું છે Zomato Pro અને કેટલું મળશે ડિસ્કાઉન્ટ?
Zomato Pro પેકેજને 2020માં લોન્ચ કરાયું હતું. જેના માધ્યમથી રેસ્ટોરેન્ટમાં ભોજન અને ડિલિવરી પર ડિસ્કાઉન્ટ મળે છે. આ મહિનાના પ્રારંભે Zomato ગોલ્ડને Zomato પ્રોમાં અપગ્રેડ કરાયું હતું. જેમાં ડિલિવરી સાથે ડાઇનિંગ પર પણ છૂટ મળે છે. Zomato Pro યુઝર્સને એકસ્ટ્રા છૂટ સાથે ખાવા માટે વધુ 40 ટકાની છૂટ મળે છે.


આ ઓફર હેઠળ 20 ટકા વધુ ઝડપી ડિલિવરી થાય છે. અત્યારે 1.8 મિલિયન Zomato pro મેમ્બર છે. Zomato Proની મેમ્બરશીપ મેળવવા અત્યારે દર 3 મહિને 200 રૂપિયા જ્યારે 12 મહિના માટે રૂ. 750નો ચાર્જ ચૂકવવો પડે છે. Zomato Proના ઉપયોગ માટે કોઈ ડેઇલી, વિકલી કે મંથલી લિમિટ નથી.
Published by:ankit patel
First published: