Home /News /business /Zomatoની ખાસ ઓફર, નવા PMનું નામ બતાવો અને મેળવો કેશબેક
Zomatoની ખાસ ઓફર, નવા PMનું નામ બતાવો અને મેળવો કેશબેક
'ઝોમેટો ઇલેકશન લીગ' ની આ ઓફરમાં આગામી વડાપ્રધાનના નામની આગાહી કરનારને કેશબેક મળશે.
ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ જણાવ્યું હતું કે દરેક ઓર્ડર પર ગ્રાહકોને 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને જો તેમની આગાહી સાચી હશે, તો તેમને 30 ટકા કેશબેક મળશે.
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભાની ચૂંટણી 2019ના પરિણામો 23 મેના રોજ જાહેર થશે. આ એક્ઝિટ પોલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં એનડીએ સરકાર રચવામાં આવશે. પરંતુ, વિરોધી રાજકીય પક્ષ પણ આ ગણિતમાં સામેલ છે. આ દરમિયાન ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ જાહેર જનતાને આગાહી માટે 'ઇનામ' જાહેર કર્યું છે.
નવી ઓફરમાં ઝોમેટો તરફથી ગ્રાહકોને 23 મે ના આવરનાર પરિણામ પહેલા દેશના આગામી વડાપ્રધાનની આગાહી કરવાની અને ફૂડ ઓર્ડર કરવા પર કેશબેક જીતવાની તક આપવામાં આવી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે 'ઝોમેટો ઇલેકશન લીગ' ની આ ઓફરમાં આગામી વડાપ્રધાનના નામની આગાહી કરનારને કેશબેક મળશે.
કંપનીએ આ પહેલા ઝોમેટો પ્રિમીયર લીગ (ઝેડીપીએલ) ના માધ્યમથી ગ્રાહકોને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની વિજેતા ટીમની આગાહી કરનારને કેશબેક આપ્યું હતુ. જો કે, @ @iN3IL નામના ટ્વીટર હેન્ડલે ઝોમેટોની આ ઓફર પર ખુશી જાહેર કરતા તેમની આગાહી ટ્વીટ કરી.
કંપનીએ જણાવ્યું છે કે ગ્રાહકોને દરેક ઓર્ડર પર 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને જો તેમની આગાહી સાચી સાબિત થાય, તો તેમને 30% કેશબેક મળશે. 22 મી મે સુધી તમે આ ઓફરનો લાભ લઈ શકો છો અને ઓર્ડર કરવા પર દરેક સાચી આગાહી માટે કેશબેક મેળવી શકાય છે. કંપનીએ જણાવ્યું હતું કે દેશમાં નવા વડાપ્રધાનની પસંદગી થશે ત્યારે ગ્રાહકોના વૉલેટમાં ઓટોમેટિક કેશબેક આવી જશે. કંપનીએ કહ્યું કે અત્યાર સુધીમાં 250 શહેરોમાંથી 3,20,000 લોકોએ આ કેશબેક ઓફરમાં ભાગ લીધો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર