Home /News /business /Zomato ઝટકો, હવે કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ પણ કહ્યું 'Goodbye and GodSpeed'

Zomato ઝટકો, હવે કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ પણ કહ્યું 'Goodbye and GodSpeed'

ઝોમેટોને એક પછી એક મળી રહ્યા છે ઝટકા હવે કો-ફાઉન્ડરે છોડ્યો સાથ

Zomato Co Founder Mohit Gupta Resigns: ઝોમેટોની મુશ્કેલીઓનો અંત ટૂંકમાં આવે તેવી શક્યતા દેખાતી નથી. એક તરફ ડિલિવરી બિઝનેસમાં ઘટાડો તો બીજી તરફ ટોચના મેનેજમેન્ટમાંથી ધડાધડ રાજીનામા પડી રહ્યા છે.

    નવી દિલ્હીઃ ખાણીપીણીના સામાનની ઓનલાઈન ડિલિવરી કરતી કંપની ઝોમેટોને (Zomato) વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કંપનીના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ (Mohit Gupta) કંપનીને ગુડબાય કહ્યું છે. હાલના જ સપ્તાહમાં આ ઝોમેટોમાંથી ત્રીજુ મોટું રાજીનામું છે. ઝોમેટોના ન્યુ ઇનિશિએટિવ હેડ અને પૂર્વ ફૂડ ડિલિવરી રાહુલ ગંજૂએ પણ આ જ સપ્તાહમાં રાજીનામું આપ્યું હતું. આ પહેલા કંપનીના ઇન્ટરસિટી લીજેન્ડ્સ સર્વિસના હેડ સિદ્ધાર્થ ઝાવરે પણ રાજીનામું આપ્યું હતું.

    છેલ્લા સાડા ચાર વર્ષથી કંપની સાથે જોડાયેલા હતા


    મોહિત ગુપ્તા છેલ્લા સાડા ચાર વર્ષથી કંપની સાથે જોડાયેલા હતા. તેઓ વર્ષ 2018માં ફૂડ ડિલિવરી સેગમેન્ટના હેડ તરીકે કંપની સાથે જોડાયેલા હતા. બાદમાં 2021માં તેમને કંપનીમાં કો-ફાઉન્ડરનું પદ મળ્યું હતું અને તેઓ કંપનીના નવા બિઝનેસને જોવા લાગ્યા હતા. તો ગંજૂને ફૂડ ડિલિવરીના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. ઝોમેટોમાં જોડાતા પહેલા મોહિત ગુપ્તા ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ મેકમાયટ્રીપના સીઈઓ હતા.

    વૈશ્વિક સ્તરે ટેક શેર્સમાં ઘટાડા વચ્ચે Zomatoના શેરમાં આ વર્ષે રૂ.162ની ટોચથી 50 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. આ દરમિયાન, કંપનીના વેચાણમાં વધારો થયો છે, પરંતુ તેના ફૂડ ડિલિવરી બિઝનેસનો વિકાસ ધીમો પડી ગયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન Zomatoનું વેચાણ અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 5,410 કરોડની સરખામણીએ માત્ર 22 ટકા વધીને રૂ. 6,631 કરોડ થયું છે. તેનાથી વિપરિત, ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના વેચાણમાં 158 ટકાનો ગ્રોથ નોંધાયો હતો.

    Zomatoનો શેર શુક્રવારે 0.74 ટકા વધીને રૂ. 67.20 ટકા પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 8.30%ની તેજી આવી છે. તો છેલ્લા 6 મહિનામાં કંપનીના શેર 21.41% વધ્યા છે.

    ઝોમેટોએ ફોન નંબર લખેલી બેગનો ઉપયોગ શરું કર્યો


    તાજેતરમાં, Zomato એ ડિલિવરી બેગનો ઉપયોગ શરૂ કર્યો છે જેમાં 'હોટલાઇન ફોન નંબર' લખેલા છે. આ સાથે તેના ડિલિવરી પાર્ટનર્સ દ્વારા ખરાબ ડ્રાઇવિંગના કિસ્સામાં આ નંબરો પર ફરિયાદ કરી શકાય છે. કંપનીના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે તાજેતરમાં આ માહિતી આપી હતી.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Stock market Tips, Zomato

    विज्ञापन
    विज्ञापन