Home /News /business /

Zomatoના કો-ફાઉન્ડર ગૌરવ ગુપ્તાએ અચાનક આપ્યું રાજીનામું, કારણનો ખુલાસો નહીં

Zomatoના કો-ફાઉન્ડર ગૌરવ ગુપ્તાએ અચાનક આપ્યું રાજીનામું, કારણનો ખુલાસો નહીં

ગૌરવ ગુપ્તા (ફાઇલ તસવીર)

Gaurav Gupta resignation: ગૌરવ ગુપ્તાને 2018માં પ્રમોશન આપીને ચીફ ઓપરેટિંગ ઓફિસર (Zomato Chief operating officer) બનાવાયા હતા. વર્ષ 2019માં તેમને ઝેમેટોના ફાઉન્ડર (Zomato founder)નું સ્થાન આપવામાં આવ્યું હતું.

નવી દિલ્હી: ફૂડ ટેક કંપની ઝોમેટોમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના સૌથી મોટા અધિકારીઓ પૈકી એક ગૌરવ ગુપ્તાએ રાજીનામું (Gaurav Gupta resignation) આપી દીધું છે. તેમણે કંપની છોડ્યા હોવાની જાણકારી સૂત્રો દ્વારા સામે આવી છે. ગૌરવે વર્ષ 2015માં ઝોમેટો જોઇન કર્યુ હતું. ત્યાર બાદ વર્ષ 2018માં તેમને પ્રમોશન આપીને ચીફ ઓપરેટિંગ ઓફિસર (Zomato Chief operating officer) બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2019માં તેમને ઝેમેટોના ફાઉન્ડર (Zomato founder)નું સ્થાન આપવામાં આવ્યું હતું. Zomatoનો શેર સોમવારે NSE પર 0.95 રૂપિયાના વધારા સાથે 144.10 રૂપિયા પર અને BSE પર 0.90 રૂપિયાના વધારા સાથે 144.10 રૂપિયા પર બંધ રહ્યો હતો. એટલે કે રાજીનામાની કોઈ જ અસર કંપનીના શેર પર જોવા મળી નથી.

ઝોમેટો આ વર્ષે જ માર્કેટમાં લિસ્ટ થઇ છે. કંપનીનો IPO લોન્ચ કરવામાં ગૌરવે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. તેવામાં અચાનક ગુપ્તાના રાજીનામાંથી રોકાણકારો અને મીડિયામાં ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. થોડા દિવસ પહેલા જ ઝોમેટોએ ગ્રોસરી અને ન્યૂટ્રાસેટિકલ બિઝનેસથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ગૌરવના રાજીનામાના સમાચાર સામે આવ્યા.

ઝોમેટોના કો-ફાઉન્ડર દિપેન્દ્ર ગોયલે (Deepinder Goyal - Founder & CEO - Zomato)  જણાવ્યું કે, “હજુ ખૂબ લાંબો સફર પસાર કરવાનો બાકી છે અને હું આભારી છું કે આપણને આગળ લઇ જવા માટે આપણી પાસે એક શ્રેષ્ઠ ટીમ છે.”

આ પણ વાંચો: Zomato Food Delivery: ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી ડિલિવરીની સુવિધા આપે છે Zomato, આવી રીતે લો લાભ

દિપેન્દ્ર ગોયલ અને ગૌરવ ગુપ્તા વચ્ચે વિવાદ

મની કન્ટ્રોલને સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, ફાઉન્ડર દિપેન્દ્ર ગોયલ અને કો-ફાઉન્ડર ગૌરવ ગુપ્તા વચ્ચે થોડા સમય પહેલા વિવાદ સર્જાયો હતો. ગૌરવે શરૂ કરેલા તમામ બિઝનેસ લગભગ બંધ થઇ ચૂક્યા છે. તેની પાછળનું કારણ ગૌરવ ગુપ્તાએ શરૂ કરેલ બિઝનેસ સારૂ પ્રદર્શન ન કરી રહ્યા હોવાનું જણાવાય છે.

ગુપ્તાએ પોતાના ઇન્ટર્નલ મેઇલમાં કહ્યું કે, છેલ્લા 6 વર્ષ બાદ તે ઝોમેટોમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઇ રહ્યા છે. કંપનીના બ્લોગમાં જણાવ્યા અનુસાર ગુપ્તાએ મેઇલમાં ઝોમેટોના એક્ઝિક્યુટિવને કહ્યું કે, ‘ઝોમેટોને આગળ ધપાવવા હવે આપણી પાસે એક શ્રેષ્ઠ ટીમ છે અને મારા માટે એક નવો વૈકલ્પિક રસ્તો અપનાવવાનો સમય આવી ગયો છે. આ લખતી સમયે હું ખૂબ ભાવુક છું અને મને નથા લાગતું કે હું શબ્દોમાં જણાવી શકું કે હાલ હું કેવું અનુભવી રહ્યો છું.’

ગત વર્ષે કંપની ન્યૂટ્રાસ્યૂટિકલ બિઝનેસમાં આવી હતી

ઝોમેટો ગત વર્ષે જ ન્યૂટ્રાસ્યૂટિકલ બિઝનેસમાં દાખલ થઇ હતી. આ અંતર્ગત કંપનીએ હેલ્થ અને ફિટનેસ પ્રોડક્ટ લોન્ચ કર્યા હતા. કંપનીએ એવા સમયે પોતાનો બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે સરકાર પ્રાઇવેટ લેબલ નિયમોને વધુ કડક બનાવી રહી છે.

મની કંટ્રોલે 10 નવેમ્બર, 2020માં જ આ પગલા અંગે અહેવાલ આપ્યો હતો. ન્યૂટ્રાસ્યૂટિકલ ખોરાક સંબંધિત પ્રોડક્ટને કહેવામાં આવે છે, જે મેડિકલ અથવા સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ આપે છે. તે ખોરાકથી માંડીને પીણા અથવા રોગને અટકાવવા અને સારવાર માટેની ગોળીઓપ પણ હોઇ શકે છે. કોવિડ-19 મહામારીના કારણે ભારતમાં લોકો હેલ્થી ખોરાક પ્રત્યે વધુ જાગૃત બન્યા છે.

આ પણ વાંચો: Yes Bank શેર: છેલ્લા 9 મહિનામાં શેર 46% તૂટ્યો, રોકાણકારોએ શું કરવું? શું શેરમાં ફરીથી તેજી આવશે?

જુલાઇમાં લિસ્ટેડ થયેલી ઝોમેટોએ 30 જૂન, 2021ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 356 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન 99.8 કરોડ રૂપિયા હતી. રિવ્યૂ હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક રૂ.916 કરોડ હતી. એક વર્ષના અગાઉના સમયગાળામાં નોંધાયેલા રૂ. 283.5 કરોડની આવકમાંથી આ મોટો ઉછાળો હતો. જોકે, આ રાજીનામાની કંપનીના શેરોની કિંમત પર કોઇ ખાસ અસર જોવા મળી રહી ન નથી.

(બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Gaurav Gupta, IPO, Zomato

આગામી સમાચાર