ઇન્ટરનેટ પર વાયરલ ડિલીવરી બોય સોનુની સ્માઇલ પર Lays ફિદા , પેકેટ પર છાપી તસવીર

News18 Gujarati
Updated: March 1, 2020, 2:52 PM IST
ઇન્ટરનેટ પર વાયરલ ડિલીવરી બોય સોનુની સ્માઇલ પર Lays ફિદા , પેકેટ પર છાપી તસવીર
આ હેપી રાઇડર છે

ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને લખ્યું છે કે, 'એક સ્માઇલ કરોડોનું દિલ જીતી શકે છે.

  • Share this:
સ્માઇલનાં કારણે વાયરલ (viral) થઇ રહેલા ડિલીવરી બોય 'સોનૂ' (delivery boy sonu)ઇન્ટરનેટ પર સેન્સેશન બની ગયા છે. દરેક બાજુ ઝોમૈટોનાં (zomato) આ 'હેપ્પી રાઇડર'ની (zomato delivery boy viral video) ચર્ચા થઈ રહ્યી છે. આ તસવીર એક વીડિયોમાંથી લેવામાં આવી છે. આ અંગે કંપનીએ લખ્યું છે કે 'હવે આ એકાઉન્ટ ‘happy rider’ માટે ફેન એકાઉન્ટની જેમ કામ કરશે.' આની સ્માઇલ જોઇને લેઝ ઇન્ડિયાએ (Lays India) પોતાના ચિપ્સનાં પેકેટ પર આની તસવીર છાપી દીધી છે.

ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને લખ્યું છે કે, 'એક સ્માઇલ કરોડોનું દિલ જીતી શકે છે. કેમ ઝોમૈટો?' સાથે લખ્યું છે કે, ‘बस SmileDekeDekho Soukismile’.

આ પણ વાંચો : OMG! મહિલાનો ટેસ્ટ કરતા જ ચોંકી ગયા ડોક્ટરો, યુરીનની જગ્યાએ બનતો હતો દારું

જો તમે વિચારી રહ્યા છો કે આ "હેપી રાઇડર" કોણ છે તો જણાવી દઈએ કે આ વ્યક્તિ ઝોમાટો કંપનીનો ડિલિવરી બૉય છે. જેનું નામ સોનૂ જણાવવામાં આવી રહ્યું છે. હકીકતમાં સોનૂનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને સૌપ્રથમ TikTokના danishansari81 એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. જે બાદમાં આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર, ફેસબુક વગેરેમાં ફરી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા થઇ રહી છે

આ વીડિયોમાં ડિલિવરી બૉયનું સકારાત્મક વલણ અને તેની દીલ જીતી લેતી સ્માઇલના લોકો દીવાના થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. વીડિયોમાં ડિલિવરી બોય સોનૂ દાનિશના અમુક સવાલોના જવાબ પણ આપે છે. જ્યારે દાનિસ સોનૂને તેની કમાણી વિશે પૂછે છે ત્યારે તે જણાવે છે કે તે 12 કલાક કામ કરે છે. આ માટે તેને ઇન્સેન્ટિવ સાથે કુલ 350 રૂપિયા મળે છે. જે બાદમાં ખાવા અંગે પૂછવામાં આવતા સોનૂ કહે છે કે જે ઑર્ડર રદ થઈ જાય છે તે તેના થઈ જાય છે. વધુ સવાલનો જવાબ આપતા સોનૂ કહે છે કે કંપનીથી કોઈ પરેશાની નથી. કંપની બે ટાઇમ પૈસા અને ખાવાનું આપે છે.આ વીડિયો પણ જુઓ : 
First published: March 1, 2020, 2:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading