Zoho CEO Sridhar Vembu unique office: આ ઑફિસને બ્લૂ અને યલો રંગથી રંગવામાં આવી છે. આ એવા રંગ છે જે તમારી આંખમાં ખૂંચતા નથી. આ ઓફિસને બનાવવામાં કોઈ જ સિન્થેટિક મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
નવી દિલ્હી: દિમાગમાં ઑફિસ (Office)ની વાત આવે તો કાચની કેબિન, મોંઘીદાટ ખુરશીઓ, ચકાચક સફેદ દીવાલો અને રાચ-રચીલા ફર્નિચરનો વિચાર દિમાગમાં સૌથી પહેલા આવે. પરંતુ આજે અમે તમને એક હટકે ઑફિસની વાત કરી રહ્યા છીએ. આ ઑફિસ ઝોહો (Zoho)ના અબજોપતિ સીઈઓ શ્રીધર વેમ્બૂની છે. ઝોહો તરફથી તાજેતરમાં નવી ઓફિસ બનાવવામાં આવી છે. આ ઑફિસની વિશેષતા એ છે કે તેને છાણ-માટી અને ઘાંસનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. ઝોહોના અબજોપતિ સીઈઓ શ્રીધર વેમ્બૂ (Sridhar Vembu) પોતાની સાદગી માટે પહેલાથી જ જાણીતા છે. તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે.
આ ઑફિસને બ્લૂ અને યલો રંગથી રંગવામાં આવી છે. આ એવા રંગ છે જે તમારી આંખમાં ખૂંચતા નથી. આ ઓફિસને બનાવવામાં કોઈ જ સિન્થેટિક મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઑફિસને તૈયાર કરવા માટે લાકડું, ચૂનાના પથ્થરો, ઘાંસ, અને છાણનો ઉપયોગ કરાયો છે.
આ ઑફિસની તસવીરો શ્રીધરે પોતાના ટ્વિટર પર શેર કરી છે. સાથે સંદેશ લખ્યો છે કે, "નવો કોન્ફરન્સ રૂમ અને ઓફિસ. આને તૈયાર કરવા માટે ચૂનાના પથ્થરો, છાણ, અને ઊંચા ઘાંસનો ઉપયોગ કરાયો છે. ઉપરની બાજુએ પામના પત્તાનો ઉપયોગ કરાયો છે. અહીં તમને ગરમીમાં પણ ઠંડક મળે છે. મને આ ખૂબ પસંદ છે. મેં આને મારી ઓફિસ બનાવી દીધી છે."
New conference room and small offices, built with mud/straw and limestone cover, upstairs covered by thatched palm leaf. Comfortable even on a hot day.
શ્રીધર વેમ્બૂના આ ટ્વીટને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. લોકો આ ટ્વીટ પર અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.
એક યૂઝરે લખ્યું છે કે, ભારતીય ઓફિસો આવી જ હોવી જોઈએ. અમુક લોકો આ ઓફિસ માટે શ્રીધર વેમ્બૂને ટ્રેન્ડસેટર ગણાવી રહ્યા છે.
You you are a trendsetter @svembu Sir 🙏 in so many ways, and this is yet one another way, thanks sir for all the commitment and inspiration. You are a Pioneer in Made in #Bharat, Bharat style and for the World #zohohttps://t.co/Fbolpf1W4T
શ્રીધર વેમ્બૂનો જન્મ તામિલનાડુના તંજાવુર જિલ્લાના એક ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. શ્રીધરને 1994માં ક્વાલકોમથી નોકરીની શરૂઆત કરી હતી. બે વર્ષ સુધી નોકરી કર્યાં બાદ મન ન માનતા તેઓ નોકરી છોડીને ભારત પરત આવી ગયા હતા.
ઝોહોના શ્રીધરે દશમાં સુધીનો અભ્યાસ સરકારી સ્કૂલમાં કર્યો છે. બાદમાં આઈઆઈટી મદ્રાસમાં પ્રવેશ મેળવ્યો હતો. જે બાદમાં 1989માં તેમણે પ્રિન્સ્ટલ યુનિવર્સિટીથી ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગની ડિગ્રી મેળવી હતી.
શ્રીધરે વર્ષ 1996માં ઝોહોની સ્થાપના કરી હતી. શ્રીધરની કંપની ઝોહોના છ કરોડથી વધારે યૂઝર્સ છે. ગ્રાહકોની યાદીમાં લિવાઇસ, અમેઝોન, ફિલિપ્સ, ઓલા, શાઓમી અને ઝોમાટો પણ સામેલ છે. આશરે 18,000 કરોડની કંપનીના માલિક શ્રીધર સાઇકલ ચલાવે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર