Home /News /business /ઝિમ્બાબ્વે વિશ્વનો સૌથી કંગાળ દેશ, શ્રીલંકા-પાકિસ્તાનની પણ હાલત ખરાબ, જાણો ભારત કેટલામાં ક્રમે

ઝિમ્બાબ્વે વિશ્વનો સૌથી કંગાળ દેશ, શ્રીલંકા-પાકિસ્તાનની પણ હાલત ખરાબ, જાણો ભારત કેટલામાં ક્રમે

દક્ષિણ આફ્રિકાના દેશ ઝિમ્બાબ્વેને વિશ્વના સૌથી કંગાળ દેશોની યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

World Most Miserable Countries: હૈંકેના રિપોર્ટના આધારે આર્થિક સ્થિતિના આધારે નિર્ણય લેવામાં આવે છે. આ રેન્કિંગમાં 157 દેશોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. હેન્કેના એન્યુઅલ મિસરી ઈન્ડેક્સ (HAMI) અનુસાર, ઝિમ્બાબ્વે વિશ્વનો સૌથી કંગાળ દેશ છે.

વધુ જુઓ ...
દક્ષિણ આફ્રિકાના દેશ ઝિમ્બાબ્વેને વિશ્વના સૌથી કંગાળ દેશોની યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી સ્ટીવ હેન્કના એન્યુઅલ મિઝરી ઈન્ડેક્સ (HAMI) અનુસાર, ઝિમ્બાબ્વે આર્થિક રીતે વિશ્વનો સૌથી ખરાબ દેશ છે, જ્યાં મોટાભાગના લોકો નાખુશ છે. ઝિમ્બાબ્વેની હાલત યુદ્ધગ્રસ્ત યુક્રેન, સીરિયા અને સુદાન કરતાં પણ ખરાબ છે.

ઝિમ્બાબ્વે ગગનચુંબી ફુગાવાથી ત્રસ્ત છે, જે ગયા વર્ષે 243.8 ટકા સુધી પહોંચ્યો હતો. સ્ટીવ હેન્કે પણ દેશની દુર્દશા માટે રાષ્ટ્રપતિ Emmerson Mnangagwa અને શાસક પક્ષ ZANU-PFની નીતિઓને જવાબદાર ઠેરવી છે.

આ પણ વાંચો: ભારતીય મૂળના ટોચના અધિકારીઓને Metaએ દેખાડ્યો બહારનો રસ્તો, હજુ પણ છટણી અટકવાનું નામ નથી લઇ રહીં 

2022 રેન્કિંગના પરિમાણો


હૈંકેના રિપોર્ટના આધારે આર્થિક સ્થિતિના આધારે નિર્ણય લેવામાં આવે છે. આ રેન્કિંગમાં 157 દેશોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. હેન્કે બેરોજગારી, ફુગાવો, બેંક-ધિરાણના દરો અને GDPમાં ટકાવારીના ફેરફારો જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને હેન્કેના વાર્ષિક મિજરી સૂચકાંકના 2022 રેન્કિંગની ગણતરી કરી હતી.

ઈન્ડેક્સમાં ભારત 103માં સ્થાને છે.


આ પણ વાંચો: ITR-1 અને ITR-4 ફોર્મ પ્રીફિલ્ડ ડેટા સાથે ઉપલબ્ધ, તમે સરળતાથી કરી શકો છો ઓનલાઇન ફાઇલીંગ

TOP-15 સૌથી ખરાબ દેશો


ઝિમ્બાબ્વે પછી વેનેઝુએલા, સીરિયા, લેબનાન, સુડાન, આર્જેન્ટિના, યમન, યુક્રેન, ક્યુબા, તુર્કી, શ્રીલંકા, હૈતી, અંગોલા, ટોંગા અને ઘાનાનું નામ ઈન્ડેક્સમાં ટોપ-15માં સામેલ છે.

 

ભારત 103મા સ્થાને છે


આ ઈન્ડેક્સમાં ભારતનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. ઈન્ડેક્સમાં ભારત 103માં સ્થાને છે. ભારતે બ્રાઝિલ (રેન્ક 27), પાકિસ્તાન (રેન્ક 35), નેપાળ (રેન્ક 63) અને સ્વીડન (રેન્ક 88) જેવા દેશો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.
First published:

Tags: Business news, Economic Crisis, Inflation, Money18