Home /News /business /રોકાણ કરતા પહેલા જાણી લો નીતિન કામથની આ સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ, ફાયદામાં રહેશો

રોકાણ કરતા પહેલા જાણી લો નીતિન કામથની આ સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ, ફાયદામાં રહેશો

રોકાણ શરૂ કરો અને તેને આદત બનાવો

Investment Tips: જો તમે 18 વર્ષના થયા હોવ અને 'બાળક' તરીકે ટૅગ થવાના થ્રેશોલ્ડને પાર કરી ગયા હોવ તો કામથ પાસે તમારા માટે કેટલીક ટીપ્સ છે. બેંક ખાતું હોવું અને સેવિંગ્સ રાખવી સારી બાબત છે પણ બેન્ક ખાતામાં રૂપિયા પડી રહેવા કરતા તેનો સ્માર્ટ ઉપયોગ કરવાની કેટલીક ટીપ્સ આપે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ઝીરોધા (Zerodha)ના સ્થાપક અને સીઇઓ નીતિન કામથ કહે છે, “જ્યારે હું 21 વર્ષનો હતો ત્યારે મેં દેવાળું કર્યું હતું અને મને લાગે છે કે મેં જે ઉધાર લીધું હતું, તેમાંથી બહાર આવવાથી મને જીવનના ઘણા પાઠ શીખવા મળ્યા હતા.”

  મારવાડી સમાજમાં રહેવું અને તેમની સાથેની મિત્રતા એ જ ભારતના સૌથી મોટા સ્ટોક બ્રોકિંગ હાઉસ - ઝીરોધાના સ્થાપકને સ્ટોક માર્કેટ ટ્રેડિંગનો ખ્યાલ આપ્યો. નિતિન કામથ કહે છે, “પછી મને આ ગમી ગયું હતું. મારા પિતા એક બેંકમાં કામ કરતા હતા અને તે સમયના તમામ લોકપ્રિય IPOમાં રોકાણ કરતા હતા.

  તેમના પિતા ખુબ સક્રિય રોકાણકાર ન હોવા છતાં, તેઓ ઘરે તેમના રોકાણ વિશે વાત કરતા હતા અને ઘરમાં થતી શેરબજારની વાતચીત તેમને રોકાણ અને ટ્રેડિંગ અંતે પરોક્ષ રીતે ઉત્સાહિત કરતી હતી.

  કામથ જ્યારે 17 વર્ષના હતા, ત્યારે શેરબજારમાં સક્રિયપણે રોકાણ કરવાનું શરૂ કર્યું. 21 વર્ષની ઉંમર સુધી તે સારી રીતે તૈયાર થઈ ગયા. તે સમયે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્રેશ (Y2K)ના કારણે તેઓ દેવાદાર બની ગયા હતા અને તેમણે પોતાના તમામ નાણાં ગુમાવ્યા હતા.

  આ પણ વાંચોઃ વધતા વ્યાજ દરનો મળશે સંપૂર્ણ લાભ, બસ બેંક FDમાં આ રીતે કરો રોકાણ; સમજો આ 3 સરળ સ્ટેપ્સમાં

  તેઓ કહે છે, "મને લાગે છે કે, મેં બજારમાં ટ્રેડિંગ કરતાં કરતાં બ્લો-અપમાંથી વધુ શીખ્યું."

  જ્યાં તેમણે લાંબા ગાળે મોંઘવારીને હરાવવા નાની ઉંમરે ઇક્વિટીમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું, ત્યાં તે સ્કિલ્સમાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે તેમ ભારપૂર્વક જણાવે છે. ઇક્વિટીમાં રોકાણ કરતાં વધુ અભ્યાસ અને નવી કુશળતા પ્રાપ્ત કરવા માટે સમય રોકવો વધુ ફાયદાકારક છે.

  જો તમે 18 વર્ષના થયા હોવ અને 'બાળક' તરીકે ટૅગ થવાના થ્રેશોલ્ડને પાર કરી ગયા હોવ તો કામથ પાસે તમારા માટે કેટલીક ટીપ્સ છે. બેંક ખાતું હોવું અને સેવિંગ્સ રાખવી સારી બાબત છે પણ બેન્ક ખાતામાં રૂપિયા પડી રહેવા કરતા તેનો સ્માર્ટ ઉપયોગ કરવાની કેટલીક ટીપ્સ આપે છે.

  મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં યુવાનો માટે ધ્યાનમાં રાખવા જેવા પાંચ મુદ્દાઓની તે વાત કરે છે.

  1. રોકાણ શરૂ કરો અને તેને આદત બનાવો


  તમારી યુવાનીનો આનંદ માણવો અને સારી રીતે જીવવું મહત્વપૂર્ણ છે, પરંતુ તમારા પોકેટ મનીના નાના ભાગને બચાવવાની આદત કેળવવી પણ મહત્વપૂર્ણ છે. જો તમે તે સહજતાથી કરી શકતા નથી તો પોતાની જાત પર જબરદસ્તી કરવી નકામી છે. નાની ઉંમરથી શરૂઆત કરશો તો તમને આદતને વળગી રહેવામાં મદદ મળશે. શરૂઆતના વર્ષોમાં બચત અને રોકાણ કરવાની આદત કેળવવાનું શરૂ કરવું જોઈએ.

  2. અનુભવોમાં રોકાણ કરો અને ભૌતિક વસ્તુઓમાં નહીં


  જ્યારે તમે યુવાન હોવ, ત્યારે અનુભવોમાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમને કુશળતા આપે છે અને તમારો વિકાસ કરે છે. તેથી જો તમને બાસ્કેટબોલ ગમે છે, તો બાસ્કેટબોલ ટુર્નામેન્ટ જોવા માટે ટિકિટ ખરીદવી એ એવી વસ્તુ છે, જેમાં તમારે રોકાણ કરવું જોઈએ.

  “પણ જે વ્યક્તિ હજુ કોલેજમાં છે, તેણે પોતાના પોકેટ મનીનો ઉપયોગ iPhone ખરીદવા માટે કરવો જોઈએ એમ મને નથી લાગતું. મને નથી લાગતું કે તે કોઈપણ રીતે જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે.”

  આ પણ વાંચોઃ હવે કેનેડામાં મળી શકે છે એક્સપ્રેસ એન્ટ્રી, આ 16 વ્યવસાયમાં સીધી જ મળી જશે નોકરી

  3. ઈન્ડેક્સ ફંડમાં રોકાણ કરો


  મ્યુચ્યુઅલ ફંડમાં નાની રકમનું રોકાણ કરવું એ નાણાંકીય શિસ્ત બનાવવાનો સારો માર્ગ છે. ન્યુઝ ટ્રેક કરવાની સાથે ઈન્ડેક્સ ફંડમાં રોકાણ કરવાથી તમને બજારની ગતિશીલતા સમજવામાં મદદ મળે છે.

  આ તમને લાંબા ગાળા માટે સંપત્તિ ભેગી કરવામાં પણ મદદ કરે છે, કારણ કે ભવિષ્યમાં કોઈપણ ફંડ મેનેજર ઇન્ડેક્સને હરાવી શકશે તેવી શક્યતા નથી.

  એકવાર તમે તમારી જાતને બજારની ગતિવિધિઓ અને ઉદ્યોગની ગતિશીલતા સાથે સાંકળી લો છો, પછી ડાયરેક્ટ શેરોમાં રોકાણ કરી શકો છો.

  4. ઉધાર લીધેલા પૈસા પર ક્યારેય રોકાણ ન કરો


  જો કે વિવિધ વસ્તુઓનો પ્રયાસ કરવો અને પ્રયોગ કરવો મહત્વપૂર્ણ છે, છતાં તે સમજવું જરૂરી છે કે તે ઉધાર લીધેલા પૈસાથી રોકાણ ન કરવું જોઈએ.

  કામથ કહે છે, "હું 21 વર્ષનો હતો, ત્યારે હું દેવાદાર બની ગયો હતો, અને મને લાગે છે કે, મેં જે ઉધાર લીધું હતું તેમાંથી બહાર નીકળીને ફરીથી તે પૈસા મેળવવાની તાજવીજે મને ઘણા ઉપયોગી પાઠ શીખવ્યા. મેં શેરબજારમાં રોકાણ કરવા માટે ઉછીના લીધેલા પૈસા પાછા ચૂકવવામાં મને થોડા વર્ષો લાગ્યા. ત્યારથી મેં ક્યારેય ઉધાર લીધું નથી. મેં મારા વ્યવસાયમાં સમાન સિદ્ધાંતોનું પાલન કર્યું છે. અમે નાણાં ઉધાર લઈને ઝડપથી વૃદ્ધિ કરી શક્યા હોત, પરંતુ અમે તે કર્યું નથી.

  તે એમ પણ ઉમેરે છે કે જ્યારે લાંબા ગાળા માટે વેલ્થ ક્રિએશનની વાત આવે છે, ત્યારે વ્યક્તિએ જેની સમજ હોય તેવા રોકાણ સાથે જ વળગી રહેવું જોઈએ.

  5. કુશળતા વિકસાવવા પર ધ્યાન આપો


  કામથ કહે છે કે જિજ્ઞાસા એ સૌપ્રથમ અને મુખ્ય કૌશલ્ય છે, જે વ્યક્તિએ કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામ કરવા માટે વિકસાવવાની જરૂર છે.  તે જ હું મારા છ વર્ષના પુત્રને કહેવા માંગુ છું. ઘણા લોકો પૈસા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની મોટી ભૂલ કરે છે. માત્ર ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશો નહીં. તેના બદલે કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારામાં રોકાણ કરો. યોગ્ય કુશળતા શીખવી એકદમ જરૂરી છે. જો તમે કોઈ બાબતમાં સારા છો, તો પૈસા આખરે આવશે. તે ઉમેરે છે કે, નાણાંકીય સ્વતંત્રતા એ જેટલી સ્કિલ ડેવલપમેન્ટ કરવા વિશે છે, તેટલી જ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વિશે પણ છે.
  First published:

  Tags: Business news, Expert opinion, Investment tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन