Home /News /business /તમારા મોબાઈલને કામે લગાવી શરૂ કરો આ બિઝનેસ, જેમ-જેમ સફળ થશો તેમ-તેમ આવક વધશે

તમારા મોબાઈલને કામે લગાવી શરૂ કરો આ બિઝનેસ, જેમ-જેમ સફળ થશો તેમ-તેમ આવક વધશે

નોકરીની સાથે પણ આ બિઝનેસ કરી શકો છો

Business Idea: આ એક એવો બિઝનેસ છે જેને તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ કે તમારી નોકરીની સાથે પણ કરી શકો છો. આ એક ઓછું રોકાણ અને વધારે લાભવાળો બિઝનેસ આઈડિયા છે. જે માટે તમારે વધારે સમયની પણ આવશ્યકતા નહિ હોય. આમાં તમે એકવિટ આવક તો કરશો જ પણ તેની સાથે તમે નિષ્ક્રિય આવક પણ કરી શકશો.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ આ એક એવો બિઝનેસ છે જેને તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ કે તમારી નોકરીની સાથે પણ કરી શકો છો. આ એક ઓછું રોકાણ અને વધારે લાભવાળો બિઝનેસ આઈડિયા છે. જે માટે તમારે વધારે સમયની પણ આવશ્યકતા નહિ હોય. આમાં તમે એકવિટ આવક તો કરશો જ પણ તેની સાથે તમે નિષ્ક્રિય આવક પણ કરી શકશો. અન્ય શબ્દોમાં, તમે આ ક્ષેત્રમાં જેટલા લાંબા સમય સુધી કામ કરશો, તમારી આવક પણ તેટલી જ વધતી રહેશે.

વિવિધ જગ્યાએ ફોટોશૂટ કરો


જ્યારે બજારમાં કોઈ ઘટના ઘટે ત્યારે કેટલાક લોકો મોબાઈલથી તેની તસવીરો અને વીડિયો બનાવવા લાગે છે. તમારે પણ આવું જ કંઈક કરવાનું છે, તમારે પ્રકૃતિ, વનસ્પતિ, ખેતર, બગીચા, તળાવ, નદી, પહાડ જેવી જગ્યાએ ફોટોશૂટ કરવાનું છે. સાથે જ તમે કોઈક નાના બાળકો કે કેટલીક યુવતીઓ જે મોડલિગનો અભ્યાસ કરે છે, તેમને પણ સાથે લઈ શકો છો.

આ પણ વાંચોઃ IPO News: 400 રૂપિયાની પાર થઈ શકે છે આ IPOનું લિસ્ટિંગ, 14 ડિસેમ્બર સુધી દાવ લગાવવાનો મોકો

શરૂઆત મોબાઈલ ફોનનો ઉપયોગ કરો


આ બિઝનેસની શરૂઆત તમે તમારા મોબાઈલ ફોનથી કરશો. જ્યારે તમને સફળતા મળે ત્યારે એક નવો કેમેરો ખરીદી લો અને ફોટોગ્રાફી કરાવાનું શીખી લો. જેનાથી તમે સારી ગુણવત્તાવાળા ફોટો લઈ શકશો. અહીં અમે તમને કેટલીક આવી જ વેબસાઈટ વિશે જણાવીશું, જેના પર તમે આ ફોટો વેચી શકો છો. અહીં તમે એક ફોટોને 1 ડલરથી લઈને 1000 ડોલર સુધી વેચી શકો છો.

આ પણ વાંચોઃ આરોગ્ય વીમો લેવો કેમ જરૂરી? આ કારણો જાણશો તો ચોંકી જશો

કંપનીઓને ફોટા વેચો


એવા હજારો બિઝનેસ છે જે પ્રતિદિન મોટી સંખ્યામાં ઈન્ટરનેટ પરથી ફોટો ખરીદે છે. જેમ આપણે ગૂગલ પરથી કોપિરાઈટ ફ્રી ફોટોનો ઉપયોગ કરે છે, આ કંપનીઓ તેવુ નથી કરતી. તેમને સારી ગુણવત્તાવાલા અને હાઈ રિઝોલ્યુશન ફોટોની જરૂર હોય છે. અને આ કંપનીઓ કોઈ પણ કાયદાકીય લડાઈમાં પડવા માંગતી નથી, એટલા માટે ફોટો ખરીદે છે. ફ્રી ફોટોનો ઉપયોગ કરતી નથી. તો આજે તમે તમારા મોબાઈલને કામ પર લગાવી લો અને ફોટોગ્રાફી શરૂ કરી દો. ઈન્ટરનેટ પર Adobe Stock, iStock, Dreamstime ,Crestock, Depositphotos ,Canva ,Fotolia ,Freepik ,Getty Images અને Image Vortex જેવી કેટલીક કંપનીઓ છે જ્યાં તમે તમારા ફોટા વેચીને કમાણી કરી શકો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business idea, Business news, Photography