હવે તમે Bitcoin સહીત અન્ય ક્રીપ્ટોકરન્સીમાં FDની જેમ કરી શકશો રોકાણ, થશે તગડી કમાણી, જાણો કેવી રીતે?

હવે તમે Bitcoin સહીત અન્ય ક્રીપ્ટોકરન્સીમાં FDની જેમ કરી શકશો રોકાણ, થશે તગડી કમાણી, જાણો કેવી રીતે?
બીટકોઈનની એફડીના સારા સમાચારોથી નિવેશકો ખુશીમાં

ક્રિપ્ટોકરન્સીના આ વધતા જતા ક્રેઝની વચ્ચે હવે ભારતીય રોકાણકારો માટે રોકાણની નવી પદ્ધતિ ઘડાઈ છે. જેને દેશના ક્રિપ્ટો એસેટ એક્સચેન્જમાંથી એક ઝેબપે(ZebPay) દ્વારા કરવામાં આવી છે.

 • Share this:
  ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલમાં ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) ની બોલબાલા છે. ક્રિપ્ટો માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે. ક્રિપ્ટોકરન્સી ટૂંકા ગાળામાં જ રોકાણકારોને ભારે નફો આપી રહી છે અને ઘણા રોકાણકારોને અબજોપતિ છે. આ જ કારણ છે કે આ સમયે મોટાભાગના રોકાણકારોમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું વલણ ઝડપથી વધી રહ્યું છે. ક્રિપ્ટોકરન્સીના આ વધતા જતા ક્રેઝની વચ્ચે હવે ભારતીય રોકાણકારો માટે રોકાણની નવી પદ્ધતિ ઘડાઈ છે. જેને દેશના ક્રિપ્ટો એસેટ એક્સચેન્જમાંથી એક ઝેબપે(ZebPay) દ્વારા કરવામાં આવી છે. ઝેબપે એ ભારતનું સૌથી મોટો ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ છે. હવે ક્રિપ્ટોકરન્સીને પણ અહીં એફડીની જેમ રોકાણ કરી શકાય છે. અહીં આપણે તેના વિશે બધું જાણીશું.

  આ પણ વાંચો :  IPOએ વર્ષ 2021ની શરૂઆતમાં ભુક્કા બોલાવ્યા, એપ્રિલ સુધીમાં ગત વર્ષ કરતા 133 વધુ કલેક્શન  ઝેબેપે લેન્ડિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું

  ક્રિપ્ટો એસેટ એક્સચેન્જ ઝેબપેએ ગુરુવારે ઝેબપે લેન્ડિંગ પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત કરી, જે ભારતમાં તેના પ્રકારની પ્રથમ ક્રિપ્ટો લેન્ડિંગ મોડેલ છે. એક્સચેન્જે તેના નિવેદનમાં કહ્યું છે કે કંપનીની આ નવી યોજના દ્વારા યુઝર્સ ઝેબપે પાસે તેમના સિક્કા ઉધાર રાખી શકશે, બદલામાં તેમને ઉત્તમ વળતર આપવામાં આવશે. આ લોન નિશ્ચિત સમયગાળા માટે આપવામાં આવશે. એટલે કે હવે કોઈપણ રોકાણકાર બિટકોઇન સહીત અન્ય ક્રીપ્ટોકરંસીમાં FDની જેમ રોકાણ કરીને નફો કમાઈ શકે છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમાં બિટકોઇન (BTC), ઇથેરિયમ (ETH), ટેથર (USDT), ડાય (DAI) જેવા ક્રિપ્ટોકરન્સીઝનું રોકાણ કરી શકાય છે.  કેટલા ટકા રિટર્ન મળશે? 

  ઝેબપેએ જણાવ્યું હતું કે, તે નિયત-અવધિના રોકાણકારોને 7 દિવસ, 30 દિવસ, 60 દિવસ અને 90-દિવસના સમયગાળા માટે પોતાના ક્રિપ્ટો ઉધાર આપવાની મંજૂરી આપશે. વળતરનો દર દરેક માટે અલગ હશે. સાથે જ કહેવામાં આવ્યું છે કે અચાનક તેમાંથી કોઈ નિર્ધારિત સમય પહેલાં બહાર નીકળી શકતું નથી. ઉલ્લેખનીય છે કે થાપણના સમયગાળાના આધારે ગ્રાહકો તેમના બિટકોઇન્સ પર 3%, ઇથેરિયમ અને ડાય પર 7% અને ટેથર પર 12% સુધી રિટર્ન મળશે. એટલે કે કોઈપણ વ્યક્તિ સારા વળતર મેળવવા માટે 7 દિવસ, 30 દિવસ, 60 દિવસ અને 90 દિવસ માટે એફડી કરાવી શકશે.

  ઓછા સમયમાં મળશે મોટો નફો

  ઝેબપેના કો-સીઇઓ અવિનાશ શેખરે કહ્યું કે, "ઝેબપી ક્રિપ્ટોકરન્સી રોકાણકારોને લાંબા સમય સુધી રોકાણ માટે પ્રોત્સાહિત કરે છે. કંપની આ પ્રક્રિયા દ્વારા તેમને વધુ નફો આપવા માંગે છે. ભૂતકાળમાં ક્રિપ્ટોકરન્સી વિશે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેનું મોટું કારણ ટૂંકા સમયમાં મોટો નફો છે. રોકાણ કરવા માટે તમારે પહેલા ઝેબપે એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની જરૂર છે. જેમની પાસે આ એપ્લિકેશન પહેલેથી જ છે, તેઓએ એકવાર અપડેટ કરવું પડશે. આ પછી અહીં lending option આપમેળે દેખાશે.
  Published by:News18 Gujarati
  First published:May 29, 2021, 13:58 IST

  ટૉપ ન્યૂઝ