Home /News /business /મેડિકલનો અભ્યાસ છોડીને બન્યો YouTuber, માત્ર 29 વર્ષની ઉંમરમાં આ યુવક બન્યો કરોડપતિ
મેડિકલનો અભ્યાસ છોડીને બન્યો YouTuber, માત્ર 29 વર્ષની ઉંમરમાં આ યુવક બન્યો કરોડપતિ
કોરોના કાળ દરમિયાન યૂટ્યૂબ પર વીડિયો બનાવીને આ યુવક બન્યો કરોડપતિ
Charlie Chang success story: યૂટ્યૂબર ચાર્લી ચાંગની કહાની એકદમ ફિલ્મી છે. મેડિકલ શિક્ષણમાં નિષ્ફળ થયા બાદ ઘણા પ્રકારના બિઝનેસ કર્યા પરંતુ સફળતા ન મળી. પછી ચાર્લીએ યૂટ્યૂબ પર તેના વીડિયો શેર કરવાનું શરૂ કર્યું અને તેના વીડિયોને સારા વ્યૂઝ મળવા લાગ્યા
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના મહામારીએ છેલ્લા બે વર્ષમાં ભારે વિનાશ સર્જયો છે. આ દરમિયાન લગભગ અનેક લોકોએ નોકરી ઘુમાવી અને ધંધો પડી ભાંગ્યો. પરંતુ, આ મહામારીએ ધણા લોકોના જિંદગી બદલી દીધી છે. અમેરિકામાં એક યુવક કોરોનાના સમયમાં માત્ર 29 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની ગયો. ચાર્લી ચાંગ નામના યૂટ્યૂબરના વીડિયો એટલા લોકપ્રિય થયા કે તેનાથી તેને કરોડોની કમાણી થઈ.
યૂટ્યૂબર ચાર્લી ચાંગની કહાની એકદમ ફિલ્મી
યૂટ્યૂબર ચાર્લી ચાંગની કહાની એકદમ ફિલ્મી છે. મેડિકલ શિક્ષણમાં નિષ્ફળ થયા બાદ ઘણા પ્રકારના બિઝનેસ કર્યા પરંતુ સફળતા ન મળી. પછી ચાર્લીએ યૂટ્યૂબ પર તેના વીડિયો શેર કરવાનું શરૂ કર્યું અને તેના વીડિયોને સારા વ્યૂઝ મળવા લાગ્યા.
ચાર્લી ડૉક્ટર તરીકે તેમનું કરિયર બનાવવા માંગતો હતો, પરંતુ 15થી વધારે મેડિકલ કોલેજમાં તેને એડમિશન ન મળ્યું. ત્યારબાદ 2014માં ચાર્લીએ કોલેજ છોડી દીધી. કેલિફોર્નિયાના રહેનારા ચાંગે ફરી 5 વર્ષ સુધી આસપાસના વિસ્તારમાં ટ્યૂશન આપવાનુ શરૂ કર્યુ.
કમાણીથી સંતુષ્ટ ન થતા YouTube પર ધ્યાન લગાવ્યુ
પરંતુ ચાર્લી આ બધાથી થવા વાળી કમાણી પર સંતુષ્ટ ન હતો અને તેણે તેનું ધ્યાન YouTube પર લગાવ્યુ અને અહીંથી ચાર્લીના કરોડપતિ બનવાની સફરની શરૂઆત થઈ. તે દરરેજ યૂટ્યૂબ પર વીડિયો પોસ્ટ કરવા લાગ્યો અને તેના પર તેને સારા વ્યૂજ મળવા લાગ્યા.
કોરોના મહામારી દરમિયાન ચાર્લીના વીડિયો વાયરલ થયા હતા
2020માં કોરોના મહામારીનો ભોગ બન્યા બાદ અમેરિકમાં ચાર્લીના વીડિયો અને વિચારોએ ધૂમ મચાવી દીધી, કારણકે યૂઝર્સ તેના આર્થિક સંબંધિત સામગ્રી પર બનેલા વીડિયો જોવાનું પસંદ કરવા લાગ્યા.
હવે જીવે છે વૈભવી જીવન
ચાર્લી ચાંગે સીએનબીસીને જણાવ્યુ કે, ‘જ્યારે મારા વીડિયો વાયરલ થયા, ત્યારે મે મારા ચેનલને વધારે કમાણી કરવા માટે યૂટ્યૂબ એડસેન્સ માટે નોંધાવી અને અહીથી મારા સફળતાના સફરની શરૂઆત થઈ. 2021માં મે 15 લાખ ડોલરની કમાણી કરી.’ હાલ YouTube પર ચાર્લી ચાંગના 820,000 સબસ્ક્રાઈબર છે અને હવે તે વૈભવી જીવન જીવી રહ્યો છે. ચાર્લી ચાંગની પાસે ઘણી લકઝરી કાર છે, જેમાં BMW અને ફરારી જેવા નામ સામેલ છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર