1 ફેબ્રુઆરીથી ટીવી જોવાનો ખર્ચ ઓછો થઈ જશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના નવા નિયમ અનુસાર, દર્શક 153 રૂપિયા (જીએસટી સહિત)ના ખર્ચમાં પૂરો મહિનો 100 ચેનલ જોઈ શકશે. (TRAI)ના આદેશ અનુસાર, 31 જાન્યુઆરી પહેલા આ 100 ચેનલ્સની પસંદગી કરવા માટે કહેવામાં આવ્યું છે. 100 ચેનલ સિવાય તમે જે ચેનલ પસંદ કરશો, તેના માટે અલગથી પૈસા આપવા પડશે. કેટલીક કંપનીઓએ પોતાના ચેનલના ભાવ સાર્વજનિક કરી દીધા છે. તો જઈએ તમારે કઈ ચેનલ જોવા માટે કેટલો ખર્ચ કરવો પડશે.
તમને જણાવી દઈએ કે, 153 રૂપિયા 100 ચેનલ્સના સ્લોટ માટે નેટવર્ક કેપેસિટી ફી તરીકે આપવાના છે. જો તમે માત્ર ફ્રી ટૂ એયર ચેનલ્સ પસંદ કરો છો તો, તમારે કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ નથી આપવાનો. જોકે, પેડ ચેનલ્સ માટે, દરેક ચેનલ્સ અથવા બુકે માટે નિર્ધારિત ખર્ચ કરવો પડશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર