નવી દિલ્હી. કેન્દ્ર સરકાર (Central Government) તરફથી નાણાકીય વર્ષ 2019-20 માટે પીએફ ખાતાધારકો (PF Account Holders)ના ખાતામાં વ્યાજના નાણા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લાખો ખાતાધારકોને વ્યાજની રકમ મળવા પણ લાગી છે. બીજી તરફ 40 લાખ ખાતાધારકોના ખાતામાં હજુ સુધી વ્યાજ જમા નથી થયું. શું આપના પીએફ ખાતામાં પણ હજુ સુધી વ્યાજની રકમ ટ્રાન્સફર નથી થઈ? જો આવું છે તો તમે ફટાફટ પોતાની કેવાયસી વિગતોને (KYC Details) અપડેટ કરી લો. મળતી જાણકારી મુજબ, આ તમામ ખાતાધારકોના કેવાયસીમાં ગડબડ છે, જેના કારણે આવું થયું છે.
આવી રીતે અપડેટ કરો KYC
UANમાં KYC કરાવવા માટે આપને ક્યાંય જવાની જરૂર નથી, પરંતુ UAN પોર્ટલથી જ તમે તે કાર્યવાહી કરી શકો છો. સૌથી પહેલા પોર્ટલ પર જાઓ અને અહીં KYCનું ઓપ્શન ક્લિક કરો. હવે આપની સામે જે વિન્ડો ખુલે છે, તેમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી રહ્યા હશે. અહીં PAN, આધાર, મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટવાળા સેક્શન પર એક-એક કરીને ક્લિક કરો. તેમાં તમારી જાણકારી ભરી દો અને સબમિટ કરી દો. હવે આપનો PAN અને આધાર તેમાં જોડાઈ તો જશે પરંતુ તેને વેરિફાય કરવા માટે આપને પોતાના એમ્પ્લોયરને કહેવું પડશે. એમ્પ્લોયર દ્વારા વેરિફાય કરતાં જ તમે ઓનલાઇન સુવિધાનો લાભ લઈ શકશો.
UAN સાથે જોડાયેલા KYCમાં આધાર નંબર, બેન્ક એકાઉન્ટ નંબર, PAN અને અંશધારકનો મોબાઇલ નંબર જરૂરી હોય છે. જયારે અંશધારક પોતાનું કેવાયસી યૂએએનની સાથે જોડી લે છે તો તે પોતાના મોબાઇલ નંબરથી પીએફ એકાઉન્ટ સંબંધિત જાણકારી વાસ્તવિક સમયમાં પ્રાપ્ત કરી શકે છે.
કર્મચારી EPFO પોર્ટલના માધ્યમથી પણ આપના ખાતાનું બેલેન્સ ચેક કરી શકો છો. તેના માટે આપને વેબસાઇટ પર લોગ-ઇન કરવું પડશે. આ ઉપરાંત epfindia.gov.in પર ઇ-પાસબુક માટે ક્લિક કરો. ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે. અહીં આપને યૂઝર નામ (UAN નંબર), પાસવૃડ અને કેપ્ચા ફિલ કરવાનું રહેશે. ત્યારબાદ નવું પેજ ઓપન થશે જ્યાં તમામ વિગતો આવી જશે. હવજે અહીં આપને મેમ્બર આઇડીનું સિલેક્શન કરવાનું છે. ત્યારબાદ આપનું બેલેન્સ આવી જશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર