દર મહિને ઘર ખર્ચ માટે ટ્રાન્સફર કરો છો પૈસા તો શું પત્નીને આવી શકે છે આયકર નોટિસ?
દર મહિને ઘર ખર્ચ માટે ટ્રાન્સફર કરો છો પૈસા તો શું પત્નીને આવી શકે છે આયકર નોટિસ?
દર મહિને પત્નીના બેન્ક એકાઉન્ટમાં ઘર ખર્ચ માટે પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો તો, પ્રશ્ન એ થાય છે કે, પત્નીને ઈન્કમ ટેક્સની નોટિસ આવી શકે છે? અથવા તમે આ પૈસાને ગિફ્ટ મની બતાવી ટેક્સ ડિડક્શનનો લાભ લઈ શકો છો?
દર મહિને પત્નીના બેન્ક એકાઉન્ટમાં ઘર ખર્ચ માટે પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો તો, પ્રશ્ન એ થાય છે કે, પત્નીને ઈન્કમ ટેક્સની નોટિસ આવી શકે છે? અથવા તમે આ પૈસાને ગિફ્ટ મની બતાવી ટેક્સ ડિડક્શનનો લાભ લઈ શકો છો?
નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે લોકોની શોપીંગની રીત હવે બદલાઈ ગઈ છે તો, પેમેન્ટના ઓપ્શન્સમાં પણ ફેરફાર થયા છે. હવે લોકો મોટાભાગની ચીજવસ્તુઓ માટે ડિઝિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી કોઈના સંપર્કમાં આવવાથી બચી શકાય. હાલના સમયમાં લોકો રોજની જરૂરિયાતની વસ્તુઓ માટે ઓનલાઈન શોપિંગ અને ડિઝિટલ પેમેન્ટ વધારે કરી રહ્યા છે. એવામાં જો તમે દર મહિને પત્નીના બેન્ક એકાઉન્ટમાં ઘર ખર્ચ માટે પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો તો, પ્રશ્ન એ થાય છે કે, પત્નીને ઈન્કમ ટેક્સની નોટિસ આવી શકે છે? અથવા તમે આ પૈસાને ગિફ્ટ મની બતાવી ટેક્સ ડિડક્શનનો લાભ લઈ શકો છો?
જો પતિએ આપેલા પૈસાનું રોકાણ કર્યું તો લાગશે ઈન્કમ ટેક્સ
જો તમે ઘર ખર્ચ માટે દર મહિને પૈસા આપો છો અથવા ગિફ્ટ તરીકે આ રકમ આપો છો તો પત્ની પર ઈન્કમ ટેક્સની જવાબદારી નથી બનતી. આ બંને પ્રકારની રકમ પતિની ઈન્કમ તરીકે જ માનવામાં આવશે. પત્નીએ તેના પર કોઈ ટેક્સ નહીં ચુકવવો પડે. સરળ શબ્દોમાં સમજીએ તો, આ રકમ માટે પત્નીને આયકર વિભાગની કોઈ નોટિસ નહીં આવે. પરંતુ, પત્ની આ પૈસાને ક્યાંય રોકાણ કરે છે અને તેનાથી તેને ઈન્કમ થાય છે તો, તે આવક પર ટેક્સ લાગી શકે છે. બીજા શબ્દોમાં સમજીએ તો રોકાણ પર થતી આવકની ગણના વર્ષ દર વર્ષ પત્નીની ઈન્કમ માનવામાં આવશે. જેના પર ટેક્સ ચૂકવવો પડશે.
ગિફ્ટમાં આપેલા પૈસા પર મહી મળે કોઈ પણ પ્રકારની ટેક્સ છૂટ
ઈન્કમ ટેક્સ કાયદા અનુસાર, જો તમે પોતાની ઈન્કમથી અલગ પોતાની પત્નીને ગિફ્ટ તરીકે પૈસા આપો છો તો આ કાયદાકીય રીતે ખોટું નથી. જોકે, તેના પર તમને કોઈ પણ પ્રકારનો ટેક્સ છૂટનો લાભ નહીં મળે. ઈન્કમ ટેક્સ કાયદા હેઠળ આવકથી વધારે તમે ગિફ્ટ તરીકે પત્નીને પૈસા આપો છો તો, તે તમારી કમાણી જ માનવામાં આવશે. અને ટેક્સની ચૂકવણી તમારી જ બનશે. ઉલ્લેખનીય છે કે, સ્પાઉસ રિલેટિવ્સની કેટેગરીમાં કવર થાય છે. એવામાં આ પ્રકારની ગિફ્ટ ટ્રાન્જેક્શનને લઈ કોઈ ટેક્સ નથી લાગતો.
જો તમે તમારી પત્નીના એકાઉન્ટમાં દર મહિને કોઈ એમાઉન્ટ નાખો છો અને તે પૈસાને સિપ (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહી છે. તો તેમને આ પૈસા પર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની જરૂરત નથી અને ના તેમણે કોઈ ટેક્સ આપવાની જરૂરત. આ રોકાણથી થતી આવક પતિના ટેક્સેબલ ઈન્કમમાં જોડાઈ જશે. જોકે, રોકાણ પર થયેલી કમાણીને ફરી લગાવી આવક પર પત્નીએ ઈન્કમ ટેક્સની ચૂકવણી કરવી પડશે. જોકે, અહીં એ ધ્યાન રાખવાનું છે કે, કોઈ પણ પ્રકારની આવક થવા પર આઈટીઆર ફાઈલ કરવું જરૂરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર