નવી દિલ્હીઃ દુનિયાની 5 સૌથી મોટી એગ્રોકેમિકલ કંપનીઓમાં સામેલ યૂપીએલના શેરોએ લાંબાગાળામાં તેના રોકાણકારોને મલ્ટીબેગર વળતર આપ્યુ છે. આ કંપનીએ માત્ર 32 હજાર રૂપિયાના રોકાણ પર જ રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. એક્સપર્ટના પ્રમાણે, આમાં આગળ પણ તેજીના અણસાર દેખાઈ રહ્યા છે. જો કે, આ શેર ગત એક મહિનામાં લગભગ 8 ટકા ઘટ્યા છે.
સ્થાનિક બ્રોકરેજ ફર્મ એડલવાઈઝનું કહેવું છે કે, માત્ર એક સપ્તાહથી લઈને એક મહિનાના સમયગાળામાં જ યૂપીએલમાં 7 ટકાથી વધારેનો નફો કમાઈ શકાય છે. યૂપીએલના શેર શુક્રવારે 6 જાન્યુ 2022એ 718.65 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. તેની માર્કેટ કેપ 54,908.13 કરોડ રૂપિયા છે.
એગ્રોકેમિકલ કંપની યૂપીએલ લાંબાગાળામાં રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થયા છે. 21 વર્ષ પહેલા 11 જાન્યુ 2001ના રોજ તેના શેરની પ્રભાવી કિંમત માત્ર 2.29 રૂપિયા હતી, જે હવે 59,788 ટકા વધીને 718.65 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે તે સમયે જો રોકાણકારે આ કંપનીમાં 32 હજાર રૂપિયા લગાવીને રોકાણ કર્યુ હોત તો તે આજે કરોડપતિ બની ગયા હોત.
ગત એક વર્ષમાં આવું રહ્યુ પ્રદર્શન
જો ગત એક વર્ષમાં યૂપીએલના શેરોના પ્રદર્શનની વાત કરીએ તો, 4મે 2022ના રોજ તેના શેરોએ 52 સપ્તાહના સૌથી ઊંચા સ્તરને સ્પર્શ કર્યુ હતું. તે સમયે તેના શેર 848 રૂપિયાના ભાવ પર હતા. જો કે, તેના આગામી મહિનામાં 23 જૂન 2022માં તે 44 ટકા તૂટીને 607.80 રૂપિયા પર ગબડી ગયા. પછી તેના શેરોમાં ઘટાડો રોકાયો અને હજુ સુધી તે 18 ટકા સુધી રિકવર થઈ ગયા છે. જો કે, હજુ પણ એક વર્ષના ઊંચા સ્તર પર તે 15 ટકાના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે.
યૂપીએલના શેરોમાં ગત એક મહિનામાં સાત ટકાથી વધારે ઘટાડો આવ્યો છે. જો કે, સ્થાનિક બ્રોકરેજ ફર્મ એડલવાઈઝના પ્રમાણે, તે એક સપ્તાહથી એક મહિનામાં જ 7 ટકાથી વધારે વળતર આપી શકે છે. આ શેરમાં 707 રૂપિયાનો સ્ટોપલોસ રાખીને 770 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ પર રોકાણ કરી શકાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર