યોગ, જીમ અને પ્રોટીન સપ્લિમેન્ટના ખર્ચા પણ મેડિકલ ઇન્શ્યોરન્સમાં સામેલ થશે!

સ્વાસ્થ્ય વીમા આપનાર કે તેની સાથે જોડાયેલી હોસ્પિટલ વીમાધારકોને બાહ્ય પરામર્શ અને ઉપચાર, ઔષધિ, સ્વાસ્થ્ય તપાસ વગેરે સંબંધી વિશિષ્ટ સેવાઓની રજૂઆત કરી શકે છે.

News18 Gujarati
Updated: November 9, 2019, 4:49 PM IST
યોગ, જીમ અને પ્રોટીન સપ્લિમેન્ટના ખર્ચા પણ મેડિકલ ઇન્શ્યોરન્સમાં સામેલ થશે!
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 9, 2019, 4:49 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ મેડિકલ ઇન્શ્યોરન્સમાં (Medical Insurance Cover) યોગ કેન્દ્ર અને જીમની (Gym Fees) સભ્ય ફી અને પ્રોટીન સપ્લિમેન્ટ (Protein Supplement)ખરીદવા માટે વાઉચર મળી શકે છે. ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ (Insurance Regulatory and Development Authority of India)(IRDAI) સામાન્ય લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધારવા માટે માર્ગદર્શિકા સૂચિત કરવા જઈ રહી છે.

ઇરડાએ સ્વાસ્થ્ય તથા બચાવના ફિચર અને ફાયદાઓ ઉપર ગાઇડ લાઇનનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેમાં કહ્યું છે કે, સ્વાસ્થ્ય વીમા આપનાર કે તેની સાથે જોડાયેલી હોસ્પિટલ વીમા ધારકોને બાહ્ય પરામર્શ અને ઉપચાર, ઔષધિ, સ્વાસ્થ્ય તપાસ વગેરે સંબંધી વિશિષ્ટ સેવાઓની રજૂઆત કરી શકે છે.

આ પણ વાંચોઃ-આ ગુજરાતીએ 29 વર્ષ સુધી એકલા હાથે કોતર્યા હતા રામ મંદિરના પથ્થરો, ચુકાદા પહેલા થયું મોત

તેમણે કહ્યું કે, વીમાની સાથે જોડાયેલી ફિટનેશની શરતોના આધારે વીમા આપનાર તબીબી વીમા ધારકોની વચ્ચે સ્વાસ્થ્યને લઇને જાગૃતિ ફેલાવી શકે છે. ઇરડા અનુસાર આ વીમા ધારકોના બાહ્ય પરામર્શ, તબીબી તપાસ, પ્રોટીન સપ્લિમેન્ટ ખરીદવા ઉપર વાઉચર તથા યોગ અને જીમ વગેરે માટેના વાઉચર ઉપલબ્ધ કરાવી શકે છે.

આ પણ વાંચોઃ-માત્ર 5 મિનિટ આ 5 એક્સરસાઇઝ કરો, ફટાફટ ઓગળી જશે શરીરની ચરબી

ડ્રાફ્ટ પ્રમાણે આ સુવિધાઓ આપવાના અવેજમાં વીમા આપનાર કંપનીઓ પ્રોડક્ટ્સની સાથે અલગ અલગ શુલ્ક લગાવી શકે છે. જોકે, વીમા આપનાર કંપનીઓને વીમા રજૂઆત સાથે એ સ્પષ્ટ કરવું પડશે કે આ સુવિધાઓના અવેજમાં કેટલું શુક્લ લઇ શકશે.
Loading...

આ પણ વાંચોઃ-આ 5 ઘરેલું ઉપાય તમારા કાળા પડેલા હાથ, પગ અને ચહેરો ચમકાવશે

ઉલ્લેખનીય છે કે, અત્યારે લોકો પોતાના સ્વાસ્થ્યને લઇને એટલા જાગૃત નથી જેટલા હોવા જોઇએ. લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિલાવવા માટે ઇરડા દ્વારા આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જીમ અને યોગ ક્લાસની ફીનો પણ સમાવેશ વીમા કંપનીઓ કરે એવો પ્રસ્તાવ રજૂ કરાયો છે.
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...