Home /News /business /હોમ લોન પર વધતી EMIનો બોજો ઘટાડવા માંગો છો? તો આ રહ્યા 5 રામબાણ ઈલાજ

હોમ લોન પર વધતી EMIનો બોજો ઘટાડવા માંગો છો? તો આ રહ્યા 5 રામબાણ ઈલાજ

EMI મેનેજ કરવા માટેની પાંચ રીત

Home Loan EMI: જો કે, વ્યાજ દરોમાં વધારા પર લોન લેનારનું કોઈ નિયંત્રણ હોતું નથી, પરંતુ આપણે હોમ લોનને મેનેજ કરવા માટે તાત્કાલિક એવા પગલા લેવા જોઈએ, જેનાતી તમારું માસિક બજેટ પ્રભાવિત ન થાય. હોમ લોનની ઈએમઆઈના દબાવને ઓછો કરવા માટે કે મેનેજ કરવા માટેની પાંચ રીત છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ આરબીઆઈએ બુધવારે રેપોરેટમાં 0.35 ટકા વધારો કર્યો છે. કેન્દ્રીય બેંકએ મેથી લઈને હજુ સુધી સતત પાંચમી વાર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. વિશ્લેષકો પ્રમાણે, વ્યાજ દરોમાં વૃદ્ધિ આગળ પણ ચાલું રહેશે અને ભવિષ્યમાં આપણને વ્યાજ દર વધતા જોવા મળી શકે ચે. વ્યાજ દરોમાં વધારાથી સૌથી વધારે અસર હોમ લોન લેનારાઓ પર પડી છે કારણ કે, તે સૌથી લાંબાગાળા માટે લેવામાં આવતી લોન છે અને કદાચ કોઈ પણ વ્યક્તિની સૌથી મોટી નાણાકીય જવાબદારી છે.

જો કે, વ્યાજ દરોમાં વધારા પર લોન લેનારનું કોઈ નિયંત્રણ હોતું નથી, પરંતુ આપણે હોમ લોનને મેનેજ કરવા માટે તાત્કાલિક એવા પગલા લેવા જોઈએ, જેનાતી તમારું માસિક બજેટ પ્રભાવિત ન થાય. હોમ લોનની ઈએમઆઈના દબાવને ઓછો કરવા માટે કે મેનેજ કરવા માટેની પાંચ રીત છે.

આ પણ વાંચોઃ સોનું ચાંદી સતત ત્રીજા દિવસે સસ્તા થયાં, જુઓ ક્યાં પહોંચ્યો ભાવ

1. શું તમારી લોન જૂના દરો વ્યાજ દર સિસ્ટમ સાથે સંબંધિત છે?


મોટાભાગની હોમ લોન પ્લોટિંગ રેટ બેસિસ માટે લેવામાં આવે છે. એવામાં લોન લેનારા પર વ્યાજ દરોની અસર પડે છે. આ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે તમે એક્સટર્નલ બેંચમાર્ક, બેસ રેટ, બીપીએલઆર કે એમસીએલઆર જેવી કોઈ સિસ્ટમ હેઠળ લોન લીધી છે. કેન્દ્રીય બેંકના બેન્ચમાર્ક રેટમાં વધારાની અસર તમારી ઈએમઆઈ પર તો પડશે જ, પરંતુ તમારે તે જરૂર તપાસ કરી લેવી જોઈએ કે, તમારી લોન જૂના વ્યાજ દરો સાથે જોડાયેલી છે કે નહિ. જો તમે ઓક્ટોબર 2019 પહેલા હોન લોન લીધી છે. તો શક્ય છે કે, તે જૂના શાસન હેઠલ લેવામાં આવી હોય. એવામાં તમારે નવી રિજીમ સાથે દરની તુલના કરવી જોઈએ અને જો તમે વધારે વ્યાજ દર આપી રહ્યા હોવ તો તમારે તમારી હોમ લોનને ઈબીઆઈ એટલે કે એક્સટર્નલ બેન્ચમાર્ક રેટમાં સ્વીચ કરવી જોઈએ. તમે સામાન્ય રકમ આપીને આવું કરી શકો છો.

2. ઓછા વ્યાજ દર પર હોમ લોનની ઓફર કરવાની બેંકો પર ધ્યાન રાખવું


તમારે તે ચેક કરવું જોઈએ કે તમારી લોન જે રેટ પર ચાલી રહી છે, તેનાથી ઓછા રેટ પર કોઈ અન્ય બેંક હોમ લોન ઓફર કરી રહી છે કે નહિ, જો અન્ય બેંક ઓછા વ્યાજ દરે હોમ લોન આપી રહી હોય તો તમે બેલેન્ય ટ્રાન્સફર તરફ જઈ શકો છો. તેનાથી તમે વ્યાજના રૂપમાં આપવામાં આવતી મોટી રકમની બચત કરી શકો છો.

આ પણ વાંચોઃ હાલ ટ્રેન્ડમાં છે આ બિઝનેસ, તમે પણ કરી શકો શરૂઆત; સરકાર પણ કરશે મદદ

3. ક્રેડિટ સ્કોરમાં સુધારાની સાથે રેટમાં ઘટાડા માટે વાતાઘાટો કરો


ઘણા લોન લેનારા વ્યક્તિઓનો ક્રેડિટ સ્કોર લોન લેતા સમયે ઓછા હોય છે, જેથી તેમને વધારે વ્યાજ પર લોન લેવી પહે છે. પરંતુ જો તમે સમયસર લોનની ચૂકવણી કરો છો, તો તમારા ક્રેડિટ સ્કોરમાં સુધારો જોવા મળશે અને ત્યારબાદ તમારે બેકમાંથી વ્યાજ દરમાં ઘટાડા માટે વાતાઘાટો કરવી જોઈએ.

4. લોનની મુદ્દત વધારી શકો


ઈએમઆઈ વધારવા પર જો તમારું માસિક વજેટ અસ્થિર થઈ રહ્યુ છે, તો તમારે ધિરાણકર્તાને લોનની મુદ્દત વધારવા માટે વિનંતિ કરવી જોઈએ. જો તમારી ઉંમર ઓછી છે તો આમાં કોઈ ખાસ અડચણ નહિ આવે.


5. પ્રીપેમેન્ટ પાસેથી મળી શકે છે મદદ


જો લોનની મુદ્દત વધારવી સંભવ નથી તો લોનની આંશિક પ્રી-પેમેન્ટથી તમને ફાયદો મળી શકે છે. તેનાથી ઈએમઆઈમાં ઘટાડો આવી શકે છે અને પછી તેની ચૂકવણી તમારા માટે સરળ થઈ જાય છે.
First published:

Tags: Business news, Home loan EMI, Interest Rate

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો