Home /News /business /

સર્વેમાં ખુલાસો, કોરોનાની બીજી લહેરમાં યુવા અને જૂના કર્મચારીઓએ સૌથી વધુ નોકરી ગુમાવી

સર્વેમાં ખુલાસો, કોરોનાની બીજી લહેરમાં યુવા અને જૂના કર્મચારીઓએ સૌથી વધુ નોકરી ગુમાવી

પ્રતીકાત્મક તસવીર

સર્વક્ષણ અનુસાર દરેક ઉંમરના લોકોએ ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ લોકોએ નોકરી ગુમાવી છે. 18થી 24 વર્ષના 9 ટકા કર્મચારીઓને અસ્થાયી રૂપે નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે.

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાની ગંભીર અસર જોવા મળી રહી છે. કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second wave)માં યુવા અને ઘણા જૂના કર્મચારીઓ (Old employees)એ સૌથી વધુ નોકરી ગુમાવી છે. ફોર્ચ્યુન 500 (Fortune 500) લિસ્ટની કંપનીઓ વચ્ચે કરાવવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. ભારતમાં એપ્રિલ 2021 દરમિયાન 2,000 લોકો વચ્ચે આ સર્વે કરાવવામાં આવ્યો છે.

ફાયનાન્સિયલ ટેકનોલોજી કંપની એફ.આઈ.એસ (FIS) દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર કોરોનાની બીજી લહેરમાં 55 વર્ષથી અધિક ઉંમર ધરાવતા 6 ટકા કર્મચારીઓએ સ્થાયી રૂપે નોકરી ગુમાવી છે. ગયા વર્ષે આ આંકડો 4 ટકા હતો. 24 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકોમાં 11 ટકા કર્મચારીઓએ સ્થાયી રૂપે નોકરી ગુમાવી છે. આ આંકડો ગયા વર્ષે 10 ટકા હતો.

આ પણ વાચો: વલસાડ: 95 વર્ષીય વૃદ્ધ પિતાને કળિયુગી કપૂતે પાઇપ અને સાવરણાથી ફટકાર્યા, ઢસડીને ઘરે ગઈ ગયો

કોરોનાની બીજી લહેરમાં એક કરોડથી વધુ લોકોએ નોકરી ગુમાવી

ભારતીય ઈકોનોમીનું અધ્યયન કરનાર શોધ સંસ્થાન સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઈકોનોમી (CMII)એ મે મહિનામાં નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19ની બીજી લહેરના કારણે દેશમાં એક કરોડથી વધુ ભારતીયોએ નોકરી ગુમાવી છે. બેરોજગારી દર 12 મહિનાના ઉચ્ચ સ્તર પર લગભગ 12 ટકાને આંબી ગયો છે.

આ પણ વાચો: સુરતની આ સરકારી શાળામાં પ્રવેશ માટે થાય છે પડાપડી: આવી છે ખાસિયત

18થી 24 વર્ષના 9 ટકા કર્મચારીઓએ અસ્થાયીરૂપે નોકરી ગુમાવી

સર્વક્ષણ અનુસાર દરેક ઉંમરના લોકોએ ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ લોકોએ નોકરી ગુમાવી છે. 18થી 24 વર્ષના 9 ટકા કર્મચારીઓને અસ્થાયી રૂપે નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. ગયા વર્ષે આ જ વયના 21 ટકા કર્મચારીઓને અસ્થાયી રૂપે નોકરી પરથી કાઢવામાં આવ્યા હતા. 55થી અધિક ઉંમર ધરાવતા 7 ટકા કર્મચારીઓની અસ્થાયીરૂપે છટણી કરવામાં આવી હતી, ગયા વર્ષે 13 ટકા કર્મચારીઓએ નોકરી ગુમાવી હતી.

આ પણ વાચો: અમદાવાદ: PI સહિત ત્રણ લોકો સામે વેપારી સાથે 30 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ


કંપનીએ જણાવ્યું કે 18થી 24 વર્ષના 38 ટકા યુવાઓએ જણાવ્યું કે 12 મહિના દરમિયાન તેમણે છેતરપિંડી થતા જોઈ છે. 25થી 29 વર્ષના 41 ટકા કર્મચારીઓએ છેતરપિંડી થતી હોવાનું જણાવ્યું છે.
First published:

Tags: Company, Coronavirus, Job, Survey

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन